<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ધ્રોલ સતવારા સમાજના યુવા અગ્રણી આશિષ પરમારનો જન્‍મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૬: જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) OBC મોરચાના પ્રમુખ, લોકપ્રિય યુવા નેતા અને સફળ યુવા ઉદ્યોગપતિ આશિષ પરમારનો આજે જન્‍મદિવસ છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે રાજકીય આગેવાનો, કાર્યકર્તાઓ, મિત્રવર્તુળ અને શુભેચ્‍છકો દ્વારા તેમના પર શુભકામનાઓનો ધોધ વરસાવવામાં આવી રહ્યો છે.

ધ્રોલ પંથકના સતવારા સમાજમાં ખૂબ મોટી નામના અને આગવું સ્‍થાન ધરાવતા આશિષ પરમારે સંગઠનમાં પાયાના કાર્યકરથી લઈને વિવિધ મહત્‍વપૂર્ણ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. અગાઉ તેઓ જામનગર જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી તરીકે પણ સફળતાપૂર્વક કામગીરી કરી ચૂકયા છે, જ્‍યાં તેમણે યુવાનોને સંગઠન સાથે જોડવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

રાજકારણની સાથે સાથે વ્‍યવસાયિક ક્ષેત્રે પણ તેમણે નાની ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ અરિહા સોલારના ઓનર તેમજ જામનગર જિલ્લામાં વારી સોલાર પેનલ (Waaree Solar Panel)ના ડીલર તરીકે સફળ બિઝનેસ ચલાવી રહ્યા છે. નાની ઉંમરમાં બિઝનેસ ક્ષેત્રે કાઠું કાઢીને તેઓ આજના Gen-Z (જેન-ઝી) યુવાનો અને કાર્યકરો માટે પ્રેરણારૂપ બન્‍યા છે.

સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્રે સતત સક્રિય રહીને લોકપ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા તત્‍પર રહેતા આશિષભાઈ પરમારને આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે ભાજપના પદાધિકારીઓ, સતવારા સમાજના અગ્રણીઓ તેમજ બહોળા મિત્રવર્તુળ દ્વારા મો.૯૯૦૯૩ ૩૩૫૨૦ પર શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(12:22 PM IST)