<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

લાખોટા નેચર કલબ જામનગરના પ્રમુખ જગત રાવલનો આજે જન્‍મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૦ :.. લાખોટા નેચર ક્‍લબ જામનગરના પ્રમુખ અને જામનગર પત્રકાર મંડળના કારોબારી સદસ્‍ય જગતભાઈ રાવલનો આજે જન્‍મદિવસ છે.

છેલ્લા ૩૨ વર્ષથી પત્રકારત્‍વ ક્ષેત્રે કાર્યરત જગતભાઈ હાલ દૂરદર્શન ન્‍યુઝ, ઓલ ઇન્‍ડિયા રેડિયો, પ્રે્રસ ઇન્‍ફોર્મેશન બ્‍યુરો, મુંબઈ સમાચાર અને ન્‍યુઝ ૨૪ માં રિપોર્ટર છે તેમજ ‘અર્થાત ન્‍યુઝ'ના ન્‍યુઝ એડિટર છે.

તેઓ લાયન્‍સ ક્‍લબ ઓફ જામનગર (વેસ્‍ટ), રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ, વિશ્વ સંવાદ કેન્‍દ્ર, જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ જામનગર (વેસ્‍ટ), જામનગર ચેમ્‍બર ઓફ કોમર્સ અને દયારામ લાયબ્રેરી, યુથ હોસ્‍ટેલ એસોસિએશન, ગુજરાત બિરાદરી, બ્રહ્મ સમાજ વગેરે સંસ્‍થાઓ સાથે વર્ષોથી જોડાયેલા છે.

વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફીમાં તેમને રાષ્‍ટ્રીય અને રાજ્‍યકક્ષાએ અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. હાલ તેઓની એમ. પી. શાહ મેડિકલ કોલેજ, ડેન્‍ટલ કોલેજ અને આયુર્વેદ કોલેજમાં એન્‍ટી રેગીંગ કમિટીના સદસ્‍ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

તેમના જન્‍મદિવસ નિમિત્તે શુભેચ્‍છકો તરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે. તેમનો મોબાઈલ નંબર ૯૪૨૬૨ ૦૮૭૮૯ છે.

(1:11 PM IST)