તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
યુપીએ સરકારે પીએમ મોદીને ફસાવવાનું કાવતરું રચ્યું હતું : કોંગ્રેસના નેતા એમ. વીરપ્પા મોઇલીના નિવેદનથી રાજકીય હોબાળોઃ યુપીએ સરકાર દરમિયાન કેટલાક કોંગ્રેસના સભ્યોએ મોદીની ધરપકડ અટકાવી હતી : અમિત શાહની સોહરાબુદ્દીન કેસમાં ધરપકડ કરવામાં આવી હતીઃ પછી મોદીનો પણ વારો હતોઃ જેનું પરિણામ આજે કોંગ્રેસ ભોગવે છે10:10 AM IST
આતંકવાદ બંધ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહીં : શિકાગો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથેના સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ સરહદ પારના આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને આડેહાથ લીધું : ચૂંટણી બહિષ્કારનો ઇનકાર કરતા બંધારણ બચાવવાની વાત કરીઃ ભાજપે વિદેશની ધરતી પરથી દેશની છબી ખરાબ કરવાનો વળતો આરોપ લગાવ્યો11:04 AM IST
કોંગ્રેસની સરકાર હોત તો ભારતના પીએમ આ ટેબલ પર હોત : શેનઝેનની G3 બેઠક પર રાહુલ ગાંધીનો આકરો પ્રહારઃ ટ્રમ્પ-શી જિનપિંગ-પુતિન વચ્ચે થયેલી પ્રથમ ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠકની તસવીરે ભારતમાં નવો રાજકીય વિવાદ છેડયો : કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા અને દાવો કર્યો કે કોંગ્રેસ સત્તામાં હોત તો ભારત આ મહાસત્તાઓની હરોળમાં હોતઃ વહીવટી તંત્ર અને તપાસ એજન્સીઓ પર ભાજપના નિયંત્રણનો આક્ષેપ પણ કર્યો11:05 AM IST
લગ્ન અને પ્રવાસ માટે ટ્રેનોમાં સીટોની કોઈ અછત રહેશે નહીં: રેલ્વેએ ગ્રુપ ટિકિટ પર બર્થ મર્યાદા નાબૂદ કરી : રેલ્વેએ બલ્ક અને ગ્રુપ ટિકિટ બુકિંગ માટેના જૂના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, એકસાથે બુક કરી શકાય તેવી બર્થની મહત્તમ મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરી દીધી : ગ્રુપ ટિકિટ બુકિંગ માટે અરજીઓ સવારે ૯ વાગ્યાથી રિઝર્વેશન કેન્દ્રો પર સ્વીકારવામાં આવશે10:12 AM IST
ઓડિશામાં વાવાઝોડુ ‘અક્વાન' ત્રાટકયું: ૩ લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર : પુરીથી ૧૬૦ કિમી દૂર ગોપાલપુરના દરિયાકાંઠે વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થતા જ દરિયો તોફાની બન્યો પ્રવાસીઓ માટે પુરી, કોણાર્ક અને ચંદ્રભાગા બીચ ખાલી કરાવાયાઃ જ્યારે આંધ્રપ્રદેશ અને બંગાળમાં પણ ભારે વરસાદનું એલર્ટ12:07 PM IST
બ્રહ્માંડના મૂળ સમીકરણોમાં છુપાયેલા મળ્યા કમ્પ્યુટરના ભૂલ સુધારતા કોડઃ શું કુદરત કોઈ મહાકાય સોફટવેર પર ચાલે છે? : અમેરિકાના વિખ્યાત ભૌતિકશાષાી ડોક્ટર એસ. જેમ્સ ગેટ્સની ચોંકાવનારી શોધઃ મોબાઈલ અને ઇન્ટરનેટમાં વપરાતા ગાણિતિક કોડ બ્રહ્માંડના મૂળભૂત નિયમોમાં પણ મોજૂદ છે સિમ્યુલેશન હાયપોથેસિસનો સૌથી ગાઢ સંકેત કે કુદરતની અદભુત ગાણિતિક રચના? જાણો વિજ્ઞાન જગતમાં જાગેલી આ ચર્ચાની સત્ય હકીકત10:59 AM IST
૧૩ વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી એ GTA6 ગેમ લોન્ચ થઈ : ગેમ બનાવનાર કંપનીએ પ્રી-ઓર્ડરથી જ વૈશ્વિક સ્તરે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરીને બનાવ્યો રેકોર્ડ : ભારતમાં પ્લેસ્ટેશન ૫ અને XboX સિરીઝ X/S પ્લેટફોર્મ પર આ ગેમ મળશે, સ્ટાન્ડર્ડ એડિશનની કિંમત ૫૯૯૯ રૂપિયા અને અલ્ટિમેટ એડિશનની કિંમત ૭૪૯૯ રૂપિયા છે10:19 AM IST
યુપીઆઇ પીન નાખવાથી ટ્રાન્ઝેક્શનને ગ્રાહકની મંજૂરી સાબિત થતી નથી : તેલંગણા ગ્રાહક વિવાદ નિવારણ આયોગનો મહત્ત્વપૂર્ણ ચુકાદોઃ આયોગે SBIને મોટો ઝટકો આપ્યો : એક મહિલાના ખાતામાંથી UPI ફ્રોડ દ્વારા રૂ. ૫૫,૦૦૦ ઉપડી ગયા હતા. આયોગે બેંકને તે રકમ, વળતરના રૂ. ૨૦,૦૦૦ અને કેસ ખર્ચના રૂ. ૧૦,૦૦૦ મળીને કુલ રૂ. ૮૫,૦૦૦ ચૂકવવાનો આદેશ આપ્યો 10:22 AM IST
ગાયને દીકરી માનીને કરી સેવાઃ નિધન બાદ બેન્ડ-વાજા સાથે કાઢી અંતિમયાત્રાઃ આખું ગામ હિબકે ચડયું : રાજસ્થાનના ભીલવાડામાં એક ગોવાળે બીમાર ગાયની માત્ર સેવા જ નહીં, પરંતુ તેના નિધન બાદ તેને યાદગાર વિદાય પણ આપી : બેન્ડ-વાજા સાથે તેની અંતિમયાત્રા કાઢવામાં આવી અને વૈદિક રીતિ-રિવાજો સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા10:12 AM IST
ચીનના શેન્ઝેનમાં ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન વચ્ચે ત્રિપક્ષીય શિખર સંમેલન :અનેક મહત્વના નિર્ણયો લેવાયા : શાંતિની દિશામાં સંયુક્ત ઘોષણાપત્ર અપનાવાયું. ત્રણેય દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા કરવા, રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો વધારવા, આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયના દુરુપયોગને રોકવા અને પરમાણુ યુદ્ધ ટાળવા તથા પરમાણુ જોખમો ઘટાડવા માટે વાતચીત કરવાનો સંકલ્પ લીધો.9:24 PM IST
હરિયાણાના પંચકુલામાં CBIની મોટી કાર્યવાહી: GST કેસમાં મોટો દંડ ન ફટકારવા પેટે 10 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ રંગેહાથ ઝડપાયા : આરોપી સુપરિન્ટેન્ડન્ટે શરૂઆતમાં ₹50 લાખની લાંચની માંગણી કરી, ઘટાડીને ₹20 લાખ અને અંતિમ સોદો ₹25 લાખમાં નક્કી કરાયો:પ્રથમ હપ્તો ₹10 લાખ સ્વીકારતી વખતે CBIએ સફળ છટકું ગોઠવી ઝડપી લીધા 9:40 PM IST
૨૩ વર્ષીય ભારતીય મૂળના સ્ટેનફોર્ડ ડ્રોપઆઉટ યશ પાટીલે પોતાનું એઆઈ સ્ટાર્ટઅપ ‘એપ્લાઇડ કોમ્પ્યુટ’ ૪.૫ અબજ ડોલર (આશરે ૩૮,૨૫૦ કરોડ રૂપિયા) માં સાયબર સિક્યોરિટી દિગ્ગજ પાલો અલ્ટો નેટવર્ક્સને વેચ્યું : નવેમ્બરની શરૂઆતમાં ૩.૨૫ અબજ ડોલરના વેલ્યુએશન પર ૩૫૦ મિલિયન ડોલર (આશરે ૨,૯૭૫ કરોડ રૂપિયા) નું ફંડિંગ મેળવ્યાના પખવાડિયામાં જ ઐતિહાસિક સોદો : યશ પાટીલ ૨૫૦ અબજ ડોલરની કંપની પાલો અલ્ટો નેટવર્ક્સમાં કો-ચીફ એઆઈ ઓફિસર તરીકે જોડાશે9:48 PM IST
વૈશ્વિક નાણાકીય ક્ષેત્રમાં સાયબર હુમલાનો ખળભળાટ : હેકર્સ ગ્રુપ ‘n0n’ દ્વારા જેપી મોર્ગન ચેઝ, વિઝા અને માસ્ટરકાર્ડના હજારો પ્રીમિયમ ગ્રાહકોનો ડેટા લીક કરાયાનો દાવો : જેપી મોર્ગનના અતિ-ધનિક ગ્રાહકોના આશરે ૧૬,૦૦૦ ઈમેલ, ફોન નંબર અને એકાઉન્ટ આઈડી જાહેર : વિઝાના ૬,૦૦૦થી વધુ પ્રીમિયમ કાર્ડધારકોની માહિતી લીક : બંને સંસ્થાઓએ થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઈડર પર હુમલો થયો હોવાની અને મુખ્ય સિસ્ટમ સુરક્ષિત હોવાની કરી સ્પષ્ટતા10:02 PM IST
દક્ષિણ દિલ્હીમાં ચાર ફ્લાયઓવર સાથે 8 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર બનાવાશે :પાંચ વિસ્તારોને રાહત મળશે : આ પ્રોજેક્ટ માટે વિગતવાર અહેવાલ જાન્યુઆરી 2027 સુધીમાં તૈયાર થશે : નાણાકીય મંજૂરી માટે સરકાર સમક્ષ રજૂ કરાશે :આ પ્રોજેક્ટ્સ માટે કેટલા વૃક્ષો કાપવાની જરૂર પડશે તેનું સરકાર દ્વારા મૂલ્યાંકન 10:21 PM IST
EPFO નું નવો દાવ : સ્ટાર્ટઅપ્સ અને મોટા પ્રોજેક્ટ્સમાં PF ના રૂપિયાનું રોકાણ કરાશે : જાણો સમગ્ર પ્લાન : EPFO તેના અંદાજે ₹30 લાખ કરોડના ભંડોળના રોકાણનો વિસ્તાર કરવાની તૈયારીમાં :દર નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થતા નવા યોગદાનના મહત્તમ 3% AIF માં રોકાણ કરવા વિચારણા :સ્ટાર્ટઅપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રોકાણને ભંડોળ પૂરું પાડશે.10:23 PM IST
મુંબઈ અને પુણેના ગ્રાહકો પર મોંઘવારીનો માર : શનિવારથી ગોકુલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ૪ થી ૬ રૂપિયાનો તોતિંગ વધારો : નવનિર્વાચિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રથમ બેઠકમાં ૭૦ કરોડ રૂપિયાની નાણાકીય ખાધ સરભર કરવા અને પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવા નિર્ણય : ભેંસનું દૂધ ૬ રૂપિયા અને ગાયનું દૂધ ૪ રૂપિયા મોંઘું થશે10:34 PM IST
૧૬૧૪ કરોડના પ્રોજેક્ટ્સ તમિલનાડુમાં આવવાના હતા, પરંતુ પડોશી રાજ્યોમાં ગયા:ગુસ્સે ભરાયેલા સીએમ થલાપતિ વિજયે ૧૫ અધિકારીઓને બરતરફ કર્યા : સૂત્રો મુજબ લીક થયેલી માહિતી ખૂબ જ સંવેદનશીલ હતી, રોકાણને સરળ બનાવવા માટે જરૂરી હતી:રાજ્યમાં કામગીરી શરૂ કરવા વિચારી રહેલી સરકાર અને કંપનીઓ વચ્ચે શેર કરવામાં આવેલી માહિતીનો સમાવેશ 10:36 PM IST
અમેરિકી શેરબજારમાં AI કંપની એન્થ્રોપિકનું ધમાકેદાર લિસ્ટિંગ : ૩૪.૩ ટકાના પ્રીમિયમ સાથે નાસ્ડેક પર શેર ખુલતા કંપનીનું મૂલ્ય ૨ ટ્રિલિયન ડોલર (આશરે ૧૭૦ લાખ કરોડ રૂપિયા) એ પહોંચ્યું : વિશ્વના સૌથી મોટા IPO દ્વારા ૮૧.૩૧ અબજ ડોલર એકત્ર કરી સ્પેસએક્સનો વિક્રમ તોડ્યો : ૮૩ ડોલરની ઈશ્યૂ પ્રાઈસ સામે શેર ૧૧૧.૫ ડોલર પર ખુલતા વેલ્યુએશનમાં ૫૦૦ અબજ ડોલરનો ઉછાળો : ઓપનિંગ બેલ વગાડતા ડારિયો અમોડેઈએ એઆઈ સુરક્ષા અને તબીબી ક્ષેત્રે પ્રગતિ પર ભાર મૂક્યો10:36 PM IST
હાઇવે પર રખડતા પશુઓ હટાવવા મુદ્દે NHAI એ હાથ ઊંચા કર્યા: 'અમારી પાસે ન તો સત્તા છે, ન તો 5,000 કરોડનું બજેટ' : સુપ્રીમ કોર્ટે CSR ફંડ વાપરવાની સલાહ આપી : દેશભરના 1.46 લાખ કિલોમીટર લાંબા નેશનલ હાઇવે પર પશુ આશ્રયસ્થાનો બનાવવા અને ઘાસચારાની વ્યવસ્થા કરવા પાછળ 5,000 કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ : ટોલ આવકનો ઉપયોગ માત્ર રસ્તાના નિર્માણ અને જાળવણી માટે જ થઈ શકે તેવી સોલિસિટર જનરલ તુષાર મહેતાની કોર્ટમાં દલીલ10:41 PM IST
ફ્લેટ ખરીદનારાઓને સુપ્રીમ કોર્ટની રાહત : 'જ્યાં સુધી ઘરનો કબજો ન મળે ત્યાં સુધી બેંકો કોઈ જબરદસ્તી કાર્યવાહી નહીં કરી શકે' : બેંગલુરુના અધૂરા હાઉસિંગ પ્રોજેક્ટના 4,500 પરિવારોને મોટી રાહત : 95% રકમ ચૂકવવા છતાં 2022 થી ઘર માટે ભટકતા ગ્રાહકો પરથી EMI અને ભાડાના બેવડા માર વચ્ચે બેંકોની કડક કાર્યવાહીનું જોખમ ટળ્યું : કોર્ટે NCLT અથવા હાઇકોર્ટમાં જવાની આપી છૂટ10:41 PM IST
હું હવે ૮૦ વર્ષનો છું ' :પૂર્વ મુખ્યમંત્રીની ચૂંટણી ન લડવાની જાહેરાત: કોંગ્રેસમાં કયાંક ખુશી તો ક્યાંક દુઃખની લાગણી : સિદ્ધારમૈયાની જાહેરાતથી કોંગ્રેસમાં આનંદ અને દુઃખ બંને થયા: એક વર્ગ ખુશ છે કે તેમના માટે ભવિષ્યનો માર્ગ હવે ખુલ્લો જ્યારે મુખ્યમંત્રી ડીકેએસ માટે એક સારા સમાચાર છે, ત્યારે સિદ્ધારમૈયાના સમર્થકોમાં નિરાશા 11:27 PM IST
બાંગ્લાદેશમાં સિવિલ વોરની સ્થિતિ: હિંસાનું મહા તાંડવ: અનેક વાહનો ફૂંકાયાં, બે દિવસમાં છ જિલ્લાઓમાં બોમ્બ વિસ્ફોટ: ગોપાલગંજમાં સાંસદોનાં મકાનોને નિશાન બનાવાયાં : ૯૭ પ્લાટૂન સુરક્ષાદળો તૈનાત : બાંગ્લાદેશના કુલ ૨૮ જિલ્લામાં દસ દિવસથી બોમ્બ વિસ્ફોટ અને આગચંપીનો આતંક : ૪નાં મોત: અવામી લીગના દેશવ્યાપી બંધની દક્ષિણના જિલ્લાઓમાં મોટી અસર, ઢાકા–ચટગાંવમાં જનજીવન સામાન્ય રહયુ"11:27 PM IST
૨૫ વર્ષ પછી, મધ્યપ્રદેશમાં બે બાળકોની નીતિનો અંત આવ્યો: જૂના કેસ પર શું અસર પડશે? : મધ્યપ્રદેશ સરકારે સરકારી નોકરીઓ માટે ૨૫ વર્ષ જૂના બે બાળકોના પ્રતિબંધને દૂર કરવાને મંજૂરી આપી: આ નિર્ણયથી હજારો સરકારી કર્મચારીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોને રાહત મળવાની અપેક્ષા 11:39 PM IST
ચૂંટણી હાર્યાના ચાર વર્ષ પછી, ભાજપના ઉમેદવાર જીત્યા! AAP કાઉન્સિલરે ગુમાવી બેઠક :જાણો શા માટે રદ કરાઈ હતી ચૂંટણી : દિલ્હીની એક કોર્ટે AAP કાઉન્સિલર અરુણ નાવરિયાની ચૂંટણી રદ કરી અને તેમના ભાજપના હરીફ નરેશને વિજેતા જાહેર કર્યા:કોર્ટે ફોજદારી સજા જાહેર કરવામાં નિષ્ફળતાને ભ્રષ્ટ ચૂંટણી આચરણ તરીકે ગણાવી9:43 AM IST
અમે કચરો ફેલાવશું,પણ જવાબદારી નહીં લઈએ," સુપ્રીમ કોર્ટે નાગરિક માનસિકતા અને બેદરકારી પર ટિપ્પણી કરી. : સુપ્રીમ કોર્ટે આર્થિક વિકાસ છતાં ઘન કચરા વ્યવસ્થાપનમાં નિરાશાજનક પ્રદર્શન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી: કોર્ટે નાગરિક માનસિકતા અને નિયમોના નબળા અમલીકરણને દોષી ઠેરવ્યું અને કડક કાર્યવાહી અને જાહેર ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો.12:12 AM IST
AICC સંગઠનમાં વ્યાપક ફેરફાર : કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ૮૧ સચિવોની યાદી જાહેર - ૨૫ ને પદમુક્ત કરાયા : ગુજરાતના ચાર નેતાઓને મહત્વની કામગીરી સોંપાઈ : જુઓ સંપૂર્ણ સૂચિ : ગુજરાતમાંથી પાલભાઈ આંબલિયાને મધ્યપ્રદેશ તથા ડો. શ્રીમતી પલક વર્માને રાજસ્થાનની જવાબદારી : ગુજરાત પ્રદેશમાં રામકિશન ઓઝા અને શ્રીમતી સુભાષિની યાદવ યથાવત, જ્યારે હેમસિંહ શેખાવત અને નરેશ ઠાકુર નવા સચિવ નિમાયા10:58 PM IST
આઈડીબીઆઈ બેંકનો હિસ્સો વિદેશી કંપની ફેરફેક્સને વેચવાના વિરોધમાં ૩ ડિસેમ્બરે દેશવ્યાપી બેંક હડતાળનું એલાન : ગુજરાતના બેંક કર્મચારી યુનિયનો પણ આંદોલનમાં જોડાશે : દેશભરના આશરે ૨.૫ લાખ બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં સામેલ થશે : કેન્દ્ર સરકાર અને એલઆઈસીના કુલ ૬૦.૭૨ ટકા હિસ્સાનું આશરે ૫૩,૦૬૦ કરોડ રૂપિયામાં વેચાણ કરવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ : કોંગ્રેસે સમગ્ર સોદાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરવાની માંગ ઉઠાવી11:15 PM IST
વૈશ્વિક સ્તરે ભારતની યુવા પ્રતિભાઓનો ડંકો : પ્રતિષ્ઠિત ‘ટાઈમ ૧૦૦ નેક્સ્ટ ઈન્ડિયા ૨૦૨૬’ ની પ્રથમ યાદી જાહેર : ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને ચેસ ચેમ્પિયન ડી. ગુકેશ સહિત ૧૦૦ ઉભરતા ચહેરાઓને સ્થાન : રિલાયન્સના સહયોગથી ટાઈમ મેગેઝિનનું પ્રથમ પ્રાદેશિક એડિશન લોન્ચ : કવર પેજ પર આલિયા ભટ્ટ, પવનકુમાર ચંદના અને આર્યન ખાન-પાયલ કાપડિયા-થેજા રિયો ચમક્યા : ૧૨ ડિસેમ્બરે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ભવ્ય ગાલા ઈવેન્ટ યોજાશે10:29 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદઃ દિલજીત દોસાંઝની કોન્સર્ટઃ વિવાદોના વંટોળીયા વચ્ચે લોખંડી બંદોબસ્ત : મોબાઈલ ફોનની છૂટ ભલે રહી પણ બેગ, પાવર બેંક, પાણીની બોટલ પર પ્રતિબંધઃ ચોક્કસ ગીતો પર પ્રતિબંધ મૂકવા સીપી સમક્ષ રજૂઆતઃ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ વચ્ચે કાલે શો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ, નીરજ બડગુજ્જરના માર્ગદર્શનમાં સુરક્ષા વ્યવસ્થાઃ JCP, DCP, PI સહિત ૧૩૦૦ પોલીસકર્મી તૈનાત11:40 AM IST
સ્વામિનારાયણ મંદિર-ગોશાળાના પ્રોજેક્ટમાં રોકાણના નામે બે સંતો સહિત પાંચ જણા ૧ા કરોડ ખાઇ ગયા : લક્ષ્મીનગર અંડર બ્રીજ પાસે દાસી જીવણપરામાં રહેતાં શિક્ષણ વિભાગના નિવૃત શાસનાધિકારી એન. એલ. વાઢેરને હળવદ રહેતાં મુળ અમદાવાદના ચિંતન પરમારે ડાકોરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના પ્રોજેકટની વાત કરી ભૂપેન્દ્ર રોડના મંદિરમાં મુલાકાત કરાવી કાવતરાની જાળમાં ફસાવ્યા : આફ્રિકાથી દાન આવવાનું છે, જમીન ખરીદ કરનારનું અસલ સાટાખત બતાવવું પડશે તો જ દાન આપશેઃ રોકાણ ઉપરાંત કમિશનની રકમ પાછી મળશે એવી લાલચ દઇ નાણા પડાવ્યાઃ પણ લાંબો સમય થવા છતાં કોઇ વળતર ન મળતાં પોતાની રકમ પાછી માંગતા તે પણ ન અપાઇઃ અંતે ડીસીબીમાં ગુનો નોંધાવ્યોઃ ઇઓડબલ્યુની ટીમે તપાસ શરૂ કરી : અમદાવાદના ચિંતન પરમાર, ડાકોરના જેકીકુમાર રામી, સુરતના લાલજી ઢોલા, ભરૂચના માધવપ્રિય સ્વામિ ઉર્ફે એમ. પી. સ્વામી અને આણંદના દર્શનપ્રકાશ ઉર્ફે ડી. પી. સ્વામીના આરોપી તરીકે નામ2:56 PM IST
પ્રો. ડો. યશવંત ગોસ્વામીનું ૭૫ થી વધુ સંસ્થાઓ એકમંચ પર એકત્રિત થઈ કરશે ઐતિહાસિક અભિવાદન : ૐ નમઃ શિવાય... ઐતિહાસિક સારસ્વત વંદના અને લોકસેવા મહોત્સવ પુસ્તક વિમોચન સાથે ‘ૐ નમઃ શિવાય' લાઈટ એન્ડ સાઉન્ડ શોનું અનોખું આયોજન... : ‘રક્તદાનથી કોઈને નવજીવન મળે, સાહિત્ય સેતુ દ્વારા સંસ્કારનો ઉપહાર મળે, વૃક્ષારોપણથી હરિયાળી વાદીઓનું ઉપવન મળે, કોઈ ઘરમાં ચૂલો સળગે અને કોઈ બાળકના શિક્ષણનો માર્ગ પ્રશસ્ત થાય, જળ સંરક્ષણથી ગામોમાં હરિયાળી અને ખુશહાલી આવે, વ્યસન અને અંધશ્રદ્ધાથી મુક્ત સમાજનું નિર્માણ થાય, સ્વચ્છતાથી સ્વસ્થ ભારતનું નિર્માણ થાય, જ્ઞાન, વિજ્ઞાન, સેવા અને સંસ્કારથી નૂતન ભારતનું નિર્માણ થાય... વિશેષ ભાવવંદના આદર્શ અધ્યાપકની જીવનદ્રષ્ટિ : ‘જેમણે શિક્ષાને માત્ર આજીવિકા નહીં - સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું માધ્યમ બનાવ્યું. સેવાને માત્ર દાયિત્વ નહીં જીવનનો સંકલ્પ અને ધર્મ બનાવ્યો, વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાની નહીં - ભારતીયતાના વાહક બનાવ્યા, અને યાત્રાને માત્ર પ્રવાસ નહીં - જીવ અને શિવનો મિલન મહોત્સવ બનાવ્યો.' આ કેવળ અભિવાદન સમારોહ નથી, એક અધ્યાપક પ્રત્યે છાત્રોનો સ્નેહભાવ અને વિવિધ સંસ્થાઓનો સંવેદનાત્મક ઉત્સવ છે11:26 AM IST
પ્રો. ડો. યશવંત ગોસ્વામીનું ૭૫ થી વધુ સંસ્થાઓ એકમંચ પર એકત્રિત થઈ કરશે ઐતિહાસિક અભિવાદન : ૐ નમઃ શિવાય... ઐતિહાસિક સારસ્વત વંદના અને લોકસેવા મહોત્સવ પુસ્તક વિમોચન સાથે ‘ૐ નમઃ શિવાય' લાઈટ એન્ડ સાઉન્ડ શોનું અનોખું આયોજન... : ‘રક્તદાનથી કોઈને નવજીવન મળે, સાહિત્ય સેતુ દ્વારા સંસ્કારનો ઉપહાર મળે, વૃક્ષારોપણથી હરિયાળી વાદીઓનું ઉપવન મળે, કોઈ ઘરમાં ચૂલો સળગે અને કોઈ બાળકના શિક્ષણનો માર્ગ પ્રશસ્ત થાય, જળ સંરક્ષણથી ગામોમાં હરિયાળી અને ખુશહાલી આવે, વ્યસન અને અંધશ્રદ્ધાથી મુક્ત સમાજનું નિર્માણ થાય, સ્વચ્છતાથી સ્વસ્થ ભારતનું નિર્માણ થાય, જ્ઞાન, વિજ્ઞાન, સેવા અને સંસ્કારથી નૂતન ભારતનું નિર્માણ થાય... વિશેષ ભાવવંદના આદર્શ અધ્યાપકની જીવનદ્રષ્ટિ : ‘જેમણે શિક્ષાને માત્ર આજીવિકા નહીં - સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું માધ્યમ બનાવ્યું. સેવાને માત્ર દાયિત્વ નહીં જીવનનો સંકલ્પ અને ધર્મ બનાવ્યો, વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાની નહીં - ભારતીયતાના વાહક બનાવ્યા, અને યાત્રાને માત્ર પ્રવાસ નહીં - જીવ અને શિવનો મિલન મહોત્સવ બનાવ્યો.' આ કેવળ અભિવાદન સમારોહ નથી, એક અધ્યાપક પ્રત્યે છાત્રોનો સ્નેહભાવ અને વિવિધ સંસ્થાઓનો સંવેદનાત્મક ઉત્સવ છે5:57 PM IST
જંગવડમાં ડબલ મર્ડરઃ દંપતિની ધોકા ફટકારી હત્યા : જંગવડમાં ડબલ મર્ડરઃ દંપતિની ધોકા ફટકારી હત્યા હત્યાનો ભોગ બનનારનો પરિવાર અગાઉ કાકાજી સસરા લઘરાભાઇના મકાનમાં રહેતો ત્યારે કુટુંબી જેઠ અશોક ઉર્ફે સુડો વારંવાર માથાકુટ કરી ગાળો દઇ, મારવાની ધમકી દેતોઃ જેથી ઘર ખાલી કરી ભાડેથી રહેવા જતાં મનદુઃખ હતું: ગઇકાલે અશોક ધોકા સાથે ધસી આવ્યો અને ‘આજે તમને બધાને મારી નાંખવા છે' કહી તૂટી પડયો :જસદણના આટકોટ પાસેના ગામમાં અરેરાટીઃ હીરાઘસુ પ્રકાશભાઇ બચુભાઇ ઘોડકીયા -કોળી (ઉ.વ.૩૪) અને તેના સગર્ભા પત્નિ વિલાસબેન (ઉ.વ.૩૨)ની હત્યાઃ ભાભી લાભુબેન ઘોડકીયા અને ભત્રીજાવહૂ પુરીબેન ઘોડકીયાને ઇજાઃ કુટુંબી જેઠ અશોક ઉર્ફે સૂડો ઘોડકીયા ધોકાથી આડેધડ તૂટી પડયોઃ વિલાસબેનનું આટકોટમાં, પતિ પ્રકાશભાઇનું રાજકોટમાં મોતઃ આરોપી અશોક પોલીસના સકંજામા 11:10 AM IST
ગોડલ યાર્ડમાં મગફળી વેચવા વાહનોની લાઇનો11:47 AM IST
કેશોદના આંગણે કાલે અલૌકિક અવસરઃ ઠાકોરજી સંગ તુલસીજીના થશે દિવ્ય વિવાહ! : છેલ્લા ચાર માસના વિરામ બાદ ફરી ગુંજશે લગ્ન સીઝનની શરણાઈના સૂર! શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ધામધૂમ થી ઉજવાશે તુલસી વિવાહ ઉત્સવઃ કે.ડી. ગ્રુપ-વણપરીયા પરિવાર બનશે જાનૈયા, કુંભાણી પરિવાર કરશે કન્યા દાનઃ ભાવિકોમાં ભારે ઉત્સાહઃ શ્રી વાઘેશ્વરી મંદિર દ્વારા પણ ઉત્સવનું ભવ્ય આયોજનઃ હવેલી સહિત મંદિરોમાં વિશેષ દર્શન12:54 PM IST
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા અને વિનાશના એંધાણ: અમેરિકા-ઈરાન વચ્ચે સામસામા ભીષણ હુમલાઓ તેજ થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : બે મહિનાના વિરામ બાદ ફરી બારૂદની ગંધ અને મિસાઈલોના ધડાકાથી દુનિયાભરના દેશોના છાતીના પાટિયા બેસી ગયા: અમેરિકાએ ઈરાનના કેશ્મ ટાપુ પર હવાઈ હુમલા કરતા જ ભડકેલા ઈરાને બહેરીન અને કુવૈતના અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવતા ખાડી દેશોમાં ભારે ખળભળાટ અને ફફડાટ6:08 PM IST
વિશ્વ રાજકારણમાં ભૂકંપ સર્જનારી ઐતિહાસિક અને સનસનાટીભરી ઘટના: ચીનમાં શી જિનપિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે મહાબેઠક: યુક્રેન અને ઈરાન મુદ્દે ખૂલીને ચર્ચાથી આખી દુનિયામાં ભારે હાહાકાર : વિશ્વની ત્રણ મહાસત્તાઓના સુપ્રીમો એક જ મંચ પર ભેગા થતા વૈશ્વિક નિષ્ણાતો અને દુશ્મન દેશોના છાતીના પાટિયા બેસી ગયા:અમેરિકન પ્રમુખે યુક્રેન યુદ્ધ અને ઈરાનના તણાવ મુદ્દે સીધી અને સ્પષ્ટ વાત કરતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ખળભળાટ અને ગરમાવો6:07 PM IST
હોર્મુઝની ખાડીમાં ફરી ભયાનક યુદ્ધના ભણકારા: ઇરાને પાંચ વિશાળ જહાજો પર પ્રચંડ હુમલા કરીને ધડાકા મચાવતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : મધ્ય પૂર્વના દરિયામાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોઈને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા: ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની દહેશતથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ખળભળાટ અને અફરાતફરી5:55 PM IST
અમેરિકાના મહાવિનાશક પ્રતિબંધોની સુનામીથી ડ્રેગનમાં સનસનાટી: ચીનની અગ્રણી એઆઈ કંપનીઓના શેરોમાં ગાબડા પડતા અર્થવ્યવસ્થામાં ભારે હાહાકાર : ટેક્નોલોજી જગતના સુપરપાવર બનવાની દોડમાં ચીનને મોટો આંચકો:અમેરિકાના આર્થિક અને ટેકનોલોજિકલ પ્રતિબંધોના પ્રચંડ ધડાકાથી ચીની ડ્રેગનના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક માર્કેટમાં અફરાતફરી અને ફફડાટ5:54 PM IST
માત્ર એક પરીક્ષા માટે આખો દેશ થંભી ગયો:દુનિયાભરમાં ભારે હાહાકાર: ફ્લાઈટ્સ રદ, શેરબજાર મોડું ખૂલશે અને લશ્કરી કવાયત પર પણ બ્રેક લગાવી દેવાતા ભારે ચકચાર : વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકારનો અત્યંત સનસનાટીભર્યો અને અભૂતપૂર્વ નિર્ણય: પરીક્ષાના કલાકો દરમિયાન સમગ્ર દેશમાં સંપૂર્ણ શાંતિ જાળવવા માટે આકાશથી લઈને જમીન સુધીના તમામ વ્યવહારો સ્થગિત કરી દેવાતા ભારે ખળભળાટ5:53 PM IST
યુક્રેન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સનસનાટીભર્યો ધડાકો: યુક્રેનને અધધ ૪૯ અબજ ડોલરની જંગી લોન આપવા યુરોપિયન યુનિયનની તૈયારીથી રશિયા સહિત દુનિયાભરમાં ભારે હાહાકાર : યુરોપિયન યુનિયનના આ મહાકાય આર્થિક પેકેજની તૈયારી સાંભળીને યુદ્ધના મેદાનમાં નવા સમીકરણો સર્જાતા ક્રેમલિનના છાતીના પાટિયા બેસી ગયા: અબજો ડોલરની આ જંગી લોનથી વૈશ્વિક અર્થતંત્ર અને યુક્રેન સંઘર્ષમાં ભારે ખળભળાટ અને ગરમાવો6:07 PM IST
ભારતીય પ્રવાસીઓ અને ટૂરિઝમ જગતમાં મોટો ભૂકંપ: જાન્યુઆરી ૨૦૨૭થી મલેશિયામાં વિઝા-ફ્રી એન્ટ્રી બંધ કરવાના સનસનાટીભર્યા નિર્ણયથી ભારે હાહાકાર : વિદેશ ફરવાના સપના જોતા લાખો પ્રવાસીઓના છાતીના પાટિયા બેસી ગયા:અચાનક વિઝા-ફ્રી સુવિધા બંધ થવાની જાહેરાતથી ટ્રાવેલ એજન્ટો અને મુસાફરોમાં ભારે ખળભળાટ: હવે પ્રવાસ મોંઘો અને જટિલ બનવાની દહેશત6:06 PM IST
જાપાનનો દુનિયાભરમાં ડંકો: એશિયાના 48 દેશો સામે મૂક્યો એવો સનસનાટીભર્યો પ્રસ્તાવ કે હવે ક્યારેય નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ: વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : ક્રૂડ ઓઈલની અસ્થિરતા અને મોંઘવારીથી પાયમાલ થઈ રહેલા દેશોને મોટી રાહત આપતી ઐતિહાસિક ઘોષણા:જાપાનના આ માસ્ટરસ્ટ્રોકથી અર્થવ્યવસ્થા હચમચી જતાં સંગઠનો અને ખાનગી લોબીઓના છાતીના પાટિયા બેસી ગયા5:55 PM IST
અમેરિકામાં અબજો રૂપિયાની સંપત્તિનો સર્વનાશ જોઈને દુનિયાભરના સુરક્ષા નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા: કુહાડી અને કેમિકલથી ઘાતક હુમલો કરી અમેરિકાનું રૂ. ૫૦૦ કરોડનું અતિ-આધુનિક વિમાન સળગાવીને નષ્ટ કરી નાખનાર આયરિશ નાગરિકને ૧૦ વર્ષની જેલની સજા થવાની પ્રબળ સંભાવનાથી સનસનાટી : સુપરપાવર અમેરિકાની એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લેઆમ પડકારતી આ અત્યંત ખૌફનાક ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હાહાકાર:સુરક્ષાના દાવાઓના લીરેલીરા ઉડતા વૈશ્વિક એવિએશન જગતમાં ભારે ખળભળાટ અને અફરાતફરી5:54 PM IST






















































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી










































































































