તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
જામનગરનાં જુનિયર જેઠાલાલ રાકેશ શુકલનો કાલે જન્મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૧: જામનગરના જુનિયર જેઠાલાલ તરીકે જાણીતા રાકેશ જે. શુકલનો આવતીકાલે, તા. ૨૨ નવેમ્બરના રોજ જન્મદિવસ છે. તેઓ ૫૩ વર્ષ પૂર્ણ કરીને ૫૪મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
નાનપણથી જ એક્ટિંગનો શોખ ધરાવનાર અને યુવાનીમાં શ્રોતાઓને ખુશ કરનાર રાકેશ શુકલ રંગમંચના જાણીતા કલાકાર છે. ‘પ્રીત-પ્રીત ને પાનેતર...' નાટકમાં તેમણે શાનદાર ભૂમિકા ભજવી હતી.
આજે તેમની યશકલગીમાં અનેક પીછાં ઉમેરાયાં છે. જેમાં બિઝનેસ એન્ડ ગ્લોબલ એવોર્ડ, જુનિયસ એવોર્ડ, ટોપ વર્લ્ડ રેકોર્ડ, તમિલનાડુ બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, યુનિવર્સલ બુક ઓફ રેકોર્ડ અને બહુ ગૌરવ એવોર્ડ (અમદાવાદ) જેવા અનેક એવોર્ડ તેમણે મેળવ્યા છે.
રાકેશ શુકલને રંગમંચની સાથે-સાથે ક્રિકેટનો પણ ખૂબ શોખ છે અને છગ્ગા-ચોગ્ગા મારવામાં પણ તેઓ માહિર છે. રંગમંચ હોય કે ક્રિકેટનું મેદાન, બંને ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા રાકેશભાઈના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છકો અને મિત્ર વર્તુળોમાંથી શુભેચ્છાઓનો વરસાદ મો. ૯૬૨૪૬૯૯૯૯૧ ઉપર વરસી રહ્યો છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
