તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Thursday, 26th November 2026
ગોંડલના આર્યસમાજ પ્રમુખ રૂષભરાજ પરમારનો આજે જન્મદિવસ

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલના જાણીતા એડવોકેટ સ્વ. વિક્રમભાઇ પરમારના પુત્ર છે. ગોંડલ આર્યસમાજના પ્રમુખ રૂષભરાજભાઇ વિક્રમભાઇ પરમારને આજે જન્મદિન છે. તેનો ૩૦ વર્ષમાં પ્રવેશ થયો છે.
રૂષભરાજભાઇ પરમાર અતિ આધ્યાત્મિક શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. તેમજ ગોંડલ A.P.M.C. માર્કેટીંગ યાર્ડમાં વેપારી છે અને રજપુત સમાજના અગ્રણી છે નાનપણથી જ સ્વામી દયાનંદ સરસ્વતીની વિચાર ધારા સાથે જોડાયને આર્યસમાજની દરેક પ્રવૃતિમાં સક્રિય રીતે કામગીરી કરી રહેલ છે. સોળ સંસ્કાર વિધિમાં જેવી કે લગ્ન, યજ્ઞ, યજ્ઞોપવિત, અંતેષ્ઠી સંસ્કાર જેવી વિધિઓ કરાવી સ્વામી દયાનંદ સરસ્વતીની વિચારસરણી ગોંડલ તેમજ ગોંડલ તાલુકાના વિસ્તારમાં આર્યસમાજ જીવંત રાખેલ છે.
ગોંડલ વિસ્તારના નાના માણસોને આર્થિક અનેસામાજીક રીતે ઉપયોગી થાય છે. કોઇપણ ધાર્મિક કામમાં એમની પાસે કામ લઇને જાય એટલે કામપણ કરી આપે છે
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
