તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
ખેડૂતોને તુરંત બેઠા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઐતિહાસિક નિર્ણય : કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે અત્યાર સુધીનું સૌથી મોટું ₹૧૦,૦૦૦ કરોડનું માતબર સહાય પેકેજ જાહેર : જુઓ વિડીયો : પિયત અને બિનપિયત પાકો માટે પ્રતિ હેક્ટર ₹૨૨,૦૦૦ ની એકસમાન સહાય (બે હેક્ટરની મર્યાદામાં) : ૩૩ જિલ્લાના ૧૬,૫૦૦થી વધુ ગામોમાં ૫,૧૦૦ ટીમોએ ૩ દિવસમાં સર્વે પૂર્ણ કર્યો : મુખ્યમંત્રી પોતે ગીર-સોમનાથ પહોંચ્યા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી7:54 PM IST
સ્કૂલ-કોલેજો-હોસ્પિટલો-બસ-રેલ્વે સ્ટેશનો પરથી રખડતા ઢોર-કુતરા હટાવો : માર્ગો-હાઈવે પર અડિંગો જમાવતા શ્વાન-ઢોર મામલે સુપ્રિમ કોર્ટ આકરાપાણીએઃ ગુજરાત સહિત તમામ રાજ્યોને આપ્યો કડક આદેશઃ મુખ્ય સચિવોને ત્વરિત પાલનની સૂચના : રખડતા કુતરાઓને ‘ડોગ શેલ્ટર હોમ'માં મોકલવામાં આવેઃ ૮ સપ્તાહનો આપ્યો સમયઃ રખડુ કુતરા પ્રવેશી ન શકે તે માટે મહત્વના સ્થળોએ ફેન્સીંગ પણ લગાડો2:49 PM IST
બિહારમાં બંપર વોટિંગથી રાજકીય પક્ષોનાં શ્વાસ અધ્ધર : SIRને કારણે મતદાન વધ્યું : બિહારમાં જયારે-જયારે પ ટકા થી વધુ વોટિંગ થયું છે ત્યારે ત્યારે સરકાર બદલાઇ ગઇ છે : પ્રથમ તબક્કામાં ૮ ટકાનો વધારો કોના માટે ચિંતાનું કારણ ? : પ્રથમ તબક્કામાં ૬૪.૬૯% મતદાન : મતદાન NDA કે પછી એન્ટી ઇન્કમ -બન્સીના સંકેત ? : કોની બનશે સરકાર ? નીતિશ કે તેજસ્વીની ? 11:03 AM IST
મોદી સાથે વાતચીત સારી રીતે ચાલી રહી છેઃ હું ટૂંક સમયમાં ભારત જઈશ : યુએસ પ્રમુખ ટ્રમ્પે મોટી જાહેરાત કરીઃ મોદી મારા મિત્ર છે, અમે વાત કરતા રહીએ છીએઃ તેમણે મને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છેઃ અમે તારીખ નક્કી કરીશું... વડાપ્રધાન મોદી એક મહાન માણસ છે, અને હું ભારતની મુલાકાત લઈશ : ભારત અને યુએસ વચ્ચે વેપાર કરાર પર વાટાઘાટો હજુ પણ ચાલુ છે. ટ્રમ્પે કહ્યું કે કેટલાક વેપાર મુદ્દાઓ પર મતભેદો છે, પરંતુ તેમની ટીમ તેના પર કામ કરી રહી છે11:01 AM IST
સ્માર્ટફોન વધુ મોંઘા થયાઃ કંપનીઓએ રૂા.૨,૦૦૦ સુધી ભાવ વધારો કર્યો : સ્માર્ટફોનમાં વપરાતા સ્ટોરેજ ઘટકો જેમ કે ચિપ્સ અને મેમરીના ભાવમાં સતત વધારો થવાને કારણે ફોનના ભાવ વધી ગયા : ૨૦૨૬માં લોન્ચ થનારા સ્માર્ટફોનના ભાવ રૂા.૫,૦૦૦ સુધી વધી શકે છે. ઓપ્પો, વિવો અને સેમસંગના ફોન વધુ મોંઘા થયા છે9:56 AM IST
વારાણસીમાં પીએમ મોદીનો સાંજે રોડ શો : કાલે ચાર વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે : વડાપ્રધાન મોદી સાંજે બે દિવસના પ્રવાસ માટે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યા: બિહારના ભાબુઆમાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યા પછી સાંજે 5 વાગ્યે બાબતપુર લાલ બહાદુર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યા બાદ વારાણસી માં રોડ શો12:15 AM IST
મહારાષ્ટ્ર: પાર્થ પવાર સામેના આરોપો બાદ જમીનનો સોદો રદ: નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે એક પણ રૂપિયાનો વ્યવહાર થયો નથી : પુણેમાં કથિત સરકારી જમીન કૌભાંડમાં તેમના પુત્ર પાર્થ પવારનું નામ સામે આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જણાવ્યું કે આ કેસમાં એક પણ રૂપિયાનો વ્યવહાર થયો નથી. તેમણે મુખ્યમંત્રીને નિયમો મુજબ કાર્યવાહી કરવા પણ વિનંતી કરી 1:10 AM IST
સંઘ અને ભાજપે ક્યારેય તેમની શાખાઓ અને કાર્યાલયોમાં વંદે માતરમ રાષ્ટ્રગીત ગાયું નથી:કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર : સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે 1896 થી આજ સુધી, દરેક કોંગ્રેસ સભામાં,પછી ભલે તે નાની હોય કે મોટી, સંમેલન હોય કે બ્લોક સ્તરની સભા, અમે રાષ્ટ્રગીત વંદે માતરમ અને રાષ્ટ્રગીત જન ગણ મન બંને ગર્વ અને દેશભક્તિથી ગાયા છે.11:49 PM IST
અમેરિકાના વિઝા નિયમો વધુ આકરા બનશે? ડાયાબિટીસ, મોટાપો અને હૃદય રોગ જેવી બીમારી ધરાવતા વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધની ગંભીર વિચારણા : અમેરિકાની જાહેર આરોગ્યસંભાળ પ્રણાલી પર પડતા આર્થિક બોજને ઘટાડવા અમેરિકી સરકાર તેની ઇમિગ્રેશન અને વિઝા નીતિમાં ધરમૂળથી ફેરફાર કરવા જઈ રહ્યાના નિર્દેશ11:15 PM IST
HDFC બેંકે કરોડો ગ્રાહકોને રાહત : હોમ લોનની વ્યાજ દરોમાં ઘટાડો કર્યો : આ નવી દરો આજથી લાગુ થશે : હવે HDFC Bankનો MCLR રેટ 8.35% થી 8.60% વચ્ચે છે: પહેલા આ રેટ 8.45%થી 8.65% વચ્ચે હતો : HDFC Bank એ માર્જિનલ કૉસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) ની વ્યાજ દરોમાં 0.10% નો ઘટાડો કર્યો છે. બેંક દર મહિને 7 તારીખે આમાં ફેરફાર કરે છે. હવે આ નવી દરો 7 નવેમ્બર 2025 થી લાગુ થઈ ગઈ છે.11:14 PM IST
4 વર્ષની કાયદાકીય લડાઈ પછી સુપ્રીમ કોર્ટે છૂટાછેડાને મંજૂરી આપી: કોર્ટે પત્ની દ્વારા દાખલ કરાયેલા તમામ ફોજદારી અને દીવાની કેસોને ફગાવી દીધા : પતિને કાયમી ભરણપોષણ તરીકે 1 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો : આ નિર્ણયને પક્ષકારો વચ્ચેના તમામ દાવાઓનો સંપૂર્ણ અને અંતિમ સમાધાન માનવામાં આવશે, જેમાં સગીર બાળકના દાવાઓનો પણ સમાવેશ થાય છે11:08 PM IST
'સનાતન ભારતની આત્મા છે!' ધીરેન્દ્ર શાસ્ત્રીની 'હિંદુ એકતા યાત્રા'માં ભક્તોનું ઘોડાપૂર: દિલ્હીથી વૃંદાવન સુધી ધર્મજાગૃતિનો સંકલ્પ : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની આગેવાનીમાં 'સનાતન હિંદુ એકતા યાત્રા'નો છતરપુરથી પ્રારંભ; શાસ્ત્રીએ સનાતનને માત્ર આસ્થા નહીં, પણ ભારતનો પ્રાણ ગણાવ્યો10:02 PM IST
ઝરીન ખાનના અંતિમ સંસ્કારમાં ધાર્મિક સંવાદિતા: પુત્ર ઝાયેદ ખાને હિન્દુ વિધિ મુજબ માટલી પકડી; લોકો મૂંઝવણમાં!: સંજય ખાનનો પરિવાર લાંબા સમયથી હિન્દુ અને મુસ્લિમ બંને પરંપરાઓનું પાલન કરે છે : સંજય ખાનના પત્ની અને સુઝાન-ઝાયેદના માતા ઝરીન ખાન (પારસી)નું ૮૧ વર્ષની વયે નિધન; અંતિમ સંસ્કારમાં પૂજારી, ચંદન અને પવિત્ર દોરાના કારણે સોશિયલ મીડિયા પર અનેક સવાલ9:57 PM IST
કોંગ્રેસના આંતરિક વિખવાદનો 'ઑડિયો બોમ્બ': ઇન્દોરના કથિત કૌભાંડનો પડઘો દિલ્હી હાઈકમાન્ડ સુધી! : શહેર કોંગ્રેસ પ્રમુખ ચિન્ટુ ચોક્સી અને સુરજીત સિંહ ચઢ્ઢા વચ્ચેની કથિત વાતચીતથી હડકંપ; દિગ્વિજય સિંહ વિરુદ્ધ ટિપ્પણીનો આરોપ, કાર્યવાહીની માંગ: બીજી તરફ, ચિન્ટુ ચોક્સીએ ઓડિયોને ગણાવ્યો સંપૂર્ણપણે નકલી9:56 PM IST
આતંકવાદ સામે ભારતની કાર્યવાહીનું પરિણામ: પાકિસ્તાને UNમાં સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવા ભારત પાસે કરી ભાવનાત્મક અપીલ! : પહેલગામ હુમલા બાદ ભારતે સંધિ રદ કરી, જેથી પાકિસ્તાનમાં નદીઓ સૂકાઈ ગઈ; પાકિસ્તાને યુએનમાં કહ્યું: 'ભારતનું એકપક્ષીય પગલું લાખો લોકોના જીવન અને પર્યાવરણને જોખમમાં મૂકે છે.'9:55 PM IST
બિહાર ચૂંટણીમાં 'વોટ ચોરી' વિવાદ ગરમાયો: બ્રાઝિલિયન મૉડેલ પછી પુણેની વકીલ 'ઉર્મી' પર કોંગ્રેસના ગંભીર આરોપો! : સોશિયલ મીડિયા પર ઈન્ક માર્ક સાથે સેલ્ફી પોસ્ટ કરી: 'Voted for a Modi-fied India. Jaai ke vote daali, Bihar'; વિપક્ષે મલ્ટી-સ્ટેટ વોટિંગનો આરોપ મૂક્યો: "મેં મહારાષ્ટ્રમાં વોટ આપ્યો હતો. Calm down, Bihar! હવે તમારી વારી છે!"9:54 PM IST
બિહાર ચૂંટણીમાં રેકોર્ડ મતદાન બાદ ચર્ચા: 'બંગાળના સચોટ આગાહીકર્તા' જનસુરાજ નેતા પ્રશાંત કિશોરે મહાગઠબંધનને ત્રીજા સ્થાને ધકેલવાની કરી આગાહી! : પ્રથમ તબક્કાના ૬૪.૬૬% બમ્પર વોટિંગે રાજકીય પક્ષોને ચોંકાવ્યા; પીકેએ કહ્યું: 'આ મતદાન પરિવર્તન ઈચ્છતા લોકોનો ઉત્સાહ દર્શાવે છે, એક્સ-ફેક્ટર છે સ્થળાંતરિત મજૂરો.'9:52 PM IST
૫ ઑગસ્ટનો ચમત્કારિક કૉલ: 'ભારતના એક ફોને' મૃત્યુના મુખમાંથી શેખ હસીનાનો જીવ બચાવ્યો!: સત્તાપલટાની ઘટનાઓ પર આધારિત પુસ્તક "ઇન્શાલ્લાહ બાંગ્લાદેશ: ધ સ્ટોરી ઓફ એન અનફિનિશ્ડ રિવોલ્યુશન" માં સનસનાટીપૂર્ણ ખુલાસો : ૨૦૨૪ના બાંગ્લાદેશ બળવા પરના આગામી પુસ્તકમાં સનસનાટીપૂર્ણ દાવો; હસીનાએ દેશ છોડવાનો ઇનકાર કર્યો, પણ ભારતીય અધિકારીના ફોનથી ૨૦ મિનિટમાં લીધો નિર્ણય.9:52 PM IST
ભારત અફઘાનિસ્તાનને કૃષિ ક્ષેત્રમાં એક નવી દિશા આપશે: અફઘાન-હિન્દુ સંશોધન કેન્દ્ર ટૂંક સમયમાં ખુલશે : નિષ્ણાતોને આધુનિક તાલીમ મળશે: : બંને દેશો વચ્ચે કૃષિ અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પહેલ : આ કેન્દ્રનો ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક સંશોધન, આધુનિક તકનીકી તાલીમ અને અફઘાન કૃષિ ક્ષેત્રમાં આબોહવા-સ્થિતિસ્થાપક પાકોના વિકાસને પ્રોત્સાહન આપવાનો 7:48 PM IST
રોહતાસમાં પોતાના સંબોધન દરમિયાન ખડગેએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર : "અમે કોઈ પણ ભોગે 'મનુસ્મૃતિ' લાગુ થવા દઈશું નહીં : મોદીજીએ કહ્યું હતું કે આરજેડીએ તેમના મંદિર પર બંદૂક રાખીને મુખ્યમંત્રી પદ મેળવ્યું. જ્યારે સત્ય એ છે કે આ લોકો ચોર છે અને તેઓ મત ચોરી કરે છે : મોદી જુઠ્ઠાણા છે : જમીની સ્તર પર એક પણ વચન પુરા કર્યા નથી : નીતીશ સરકાર પર પર સાધ્યું નિશાન 7:47 PM IST
વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ : દેશમાં 'જાહેર આરોગ્ય કટોકટી' જાહેર કરો : સુસ્થાપિત નીતિ માળખા હોવા છતાં, ભારતના મોટા ભાગોમાં હવાની ગુણવત્તા સતત નબળી રહે છે : અને ઘણા કિસ્સાઓમાં, તે વધુ બગડી રહી છે : આ અરજીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરુ જેવા શહેરો દ્વારા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સૂચિત રાષ્ટ્રીય એમ્બિયન્ટ એર ગુણવત્તા ધોરણો 2009 નું પાલન ન કરવા પર ભાર મૂકવામાં આવ્યો7:46 PM IST
"ખંડણી, ડબલ-નાળવાળી બંદૂકો, : પીએમ મોદીએ ઔરંગાબાદમાં કહ્યું - બિહારને " બંદૂકવાળી સરકાર નથી જોતી : કાયદો અને વ્યવસ્થા અને વિકાસને પ્રાથમિકતા આપતી સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો : ઔરંગાબાદમાં પીએમ મોદીનો ઝંઝાવાત પ્રચાર : લગભગ 38 મિનિટના પોતાના ભાષણમાં, વડા પ્રધાને કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહારો કર્યા7:43 PM IST
પથ્થરમારો, હાઇવે બ્લોક. : કર્ણાટકમાં 9 દિવસથી વિરોધ કરી રહેલા શેરડીના ખેડૂતોની ધીરજ ખૂટી : વિરોધ હવે હિંસક બન્યો : મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મડાગાંઠ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી : શેરડીના ખેડૂતો પ્રતિ ટન રૂ. ૩,૫૦૦ની માંગ કરી રહ્યા છે: આ ઘટના સરકારની નિષ્ક્રિયતા પ્રત્યે ખેડૂતોની હતાશા દર્શાવે છે7:44 PM IST
BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું છોટી કાશી જામનગરને આંગણે ભવ્ય આગમન : અમેરિકા અક્ષરધામ અને દુબઈ મંદિરના નિર્માતા શ્રી ગુરુહરિએ ગોંડલમાં દિવાળી-અન્નકૂટ ઉત્સવ બાદ જામનગરમાં પધરામણી કરી : હજારો હરિભક્તોએ તપ-વ્રત અને લાખો માળાના અર્ધ્ય સાથે કર્યું સ્વાગત : સ્વામીજીએ નવા વર્ષના આશીર્વાદ પાઠવ્યા6:18 PM IST
સનાતન શક્તિનું પ્રદર્શન: ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયા કિશોરીની આગેવાનીમાં દિલ્હીથી વૃંદાવન 'હિન્દુ સનાતન એકતા પદયાત્રા'નો પ્રારંભ! : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ યાત્રાને 'રાજકીય નહીં, આધ્યાત્મિક કૂચ' ગણાવી; સનાતનીઓને એકતાનું પ્રતીક આપવા જયા કિશોરીનું આહ્વાન: સાત સંકલ્પો લેવામાં આવ્યા5:58 PM IST
CNG ને ‘સસ્તુ' માનવાની ભૂલ ન કરો! એક દેશ, એક ગેસ...છતાં આટલી બધી ‘‘કિંમતો'' કેમ? : જો તમને લાગે છે કે CNG દેશભરમાં એકસરખી રીતે સસ્તો છે તો તમે ખોટા છો શહેરો વચ્ચે CNGના ભાવમાં રૂ.૧૦ થી રૂ.૧૫ નો નોંધપાત્ર તફાવત : CNG GSTના દાયરાની બહાર છે, જેના કારણે રાજ્યો મનસ્વી VAT વસૂલ કરી શકે છે. વધુમાં, દરેક શહેરમાં ગેસ કંપનીનો પોતાનો ખર્ચ અને નફો પણ આ ભાવ અસમાનતામાં ફાળો આપે છે10:34 AM IST
દિલ્હીમાં પ્રદુષણનું સ્તર વધ્યું : બવાનામાં સૌથી વધુ ૩૬૬ એકયુઆઇ નોંધાયો : રાજધાનીમાં બે દિ'ના હવામાં સુધાર બાદ ગુણવત્તા ફરી બગડી : પ્રદુષણ ઘટાડવા પર્યાવરણ મંત્રી સિરસાએ ઉચ્ચ સ્તરીય બેઠક કરીઃ વિવિધ મુદ્ાઓ અંગે સખ્ત અમલવારીની સુચના : દિલ્હીનો શ્વાસ રૂંધાયોઃ પરાળીએ હવા ઝેરી બનાવીઃ એર ક્વોલીટી ઇન્ડેક્સ ‘ખૂબ જ ખરાબ' શ્રેણીમાં : આગામી ૩- ૪ દિવસ ખૂબ ગંભીરઃ હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ4:15 PM IST
‘વંદેમાતરમ' માત્ર શબ્દ નથી, માં ભારતીની આરાધના છે : રાષ્ટ્રીય ગીતની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે દેશવ્યાપી ઉજવણીનો પ્રારંભઃ વંદેમાતરમ દેશને નવી ઉર્જા અને આત્મવિશ્વાસ વધારતો એક ખંડ છે : આ પ્રસંગે દિલ્હીમાં એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડયાઃ વંદેમાતરમ સ્વતંત્રતા સંગ્રામનો એક અવાજ બન્યો3:31 PM IST
વિશ્વના ૧૦ સૌથી મોંઘા શહેરો જ્યાં રહેવાનો ખર્ચ લાખોમાં છે : સામાન્ય લોકો માટે એક દિવસ પણ જીવવું મુશ્કેલ બની જાય છે : વિશ્વભરના વિવિધ શહેરોમાં રહેવાનો ખર્ચ બદલાય છે. શહેરોને પરિવહન, ખોરાક, કપડાં, ઘરગથ્થુ સામાન અને મનોરંજનના આધારે ક્રમ આપવામાં આવે છે તો, વિશ્વના ૧૦ સૌથી મોંઘા શહેરો વિશે જાણો3:30 PM IST
નોટબંધીની આવતીકાલે નવમી વરસી.... રૂા.૫૦૦ અને રૂા.૧૦૦૦ ની તમામ ચલણી નોટો કરી હતી બંધ : કાળુ નાણું, ભ્રષ્ટાચાર આંતકવાદી ફંડ , નકલી નોટો જેવા દૂષણો હટાવવા મોદીજીનો સાહસિક નિર્ણય : ફરજિયાત લોકો ડિજિટલ વ્યવહાર તરફ વળ્યા, યુપીઆઈ દ્વારા QR મોબાઇલ દ્વારા પેમેન્ટ આપવાનું ચલણ વધ્યું ૨૦૨૫ ના વર્ષ માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સનુ મૂલ્ય પહોંચ્યું રૂ.૨૬૦.૬ લાખ કરોડ1:25 PM IST
એલન મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયનપતિ બનવાની નજીક : ટેસ્લાના શેરધારકોએ ઇતિહાસનો સૌથી મોટો 'પે ડીલ' મંજૂર કર્યો! : ધીમા વેચાણ અને નબળી માંગ છતાં ૭૫% થી વધુ શેરધારકોએ મસ્કને સમર્થન આપ્યું : ટેસ્લાનું મૂલ્ય $૮.૫ ટ્રિલિયન થવા પર ૧૦ વર્ષમાં ૪૨૩.૭ મિલિયન શેર્સ મળશે : કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટો એક્ઝિક્યુટિવ પગાર, રોજના $૨૭૫ મિલિયનની કમાણીનો માર્ગ ખૂલ્યો!11:25 AM IST
ઐશ્વર્યા રાય હકો માટે લડાઈ જીતીઃ ટ્રિબ્યુનલે રૂ.૪ કરોડની રાહત આપી : અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને તેમના કર વિવાદમાં મોટી રાહત મળી : ટ્રિબ્યુનલે સ્વીકાર્યુ કે કર અધિકારીઓ કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં નિષ્ફળ ગયા અને ઐશ્વર્યાની દલીલોને યોગ્ય રીતે ધ્યાનમાં લીધી નહીં, કરદાતાઓ માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે10:27 AM IST
સમાચારો ઉડતી નજરે9:29 AM IST
બિહાર ચૂંટણીમાં ભારે તણાવ: નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાના કાફલા પર હુમલો, ચપ્પલ-પથ્થર અને છાણ ફેંકાયા; ચૂંટણી પંચનો કડક કાર્યવાહીનો આદેશ : સિન્હા જ્યારે મતદાન મથકની મુલાકાતે જઈ રહ્યા હતા, ત્યારે તેમના કાફલાને ઘેરી લેવામાં આવ્યો હતો: તેમણે આક્ષેપ કર્યો કે ખોરિયારી ગામના બૂથ નંબર ૪૦૪ અને ૪૦૫ પરથી તેમના એજન્ટોને ભગાડી દેવાયા''તા9:08 PM IST
બિહાર ચૂંટણીમાં ભાવુક દ્રશ્યો: રાહુલ ગાંધીની રેલીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈરફાન આલમ મંચ પર જ રડી પડ્યા: ટિકિટ વિવાદથી ઘેરાયેલા છે : આ બેઠક પરથી કોંગીના વર્તમાન ધારાસભ્ય અફાક આલમની ટિકિટ કાપીને ઇરફાન આલમને ટિકિટ આપી છે: અફાકે જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે સાંસદ પપ્પુ યાદવની ભલામણ પર આ ટિકિટ કરોડો રૂપિયામાં 'વેચવામાં' આવી છે9:16 PM IST
પંજાબ કોંગ્રેસના પ્રમુખ અને તેમના પરિવારને મારી નાખશું :તમને પણ મારી નાખશું :પાકિસ્તાનના એક ખાલિસ્તાની આતંકવાદીએ ધમકી આપી. : પંજાબના તરનતારન વિધાનસભા મતવિસ્તારમાં રાજકારણ ગરમાયુ :પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડાએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વર્તમાન સાંસદ અમરિંદર સિંહ રાજા વારિંગ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી 11:28 PM IST
પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર ફરી હુમલો: સરહદી વિસ્તારોમાં ભય અને તણા : કંદહારના સ્પિન બોલ્ડાક જિલ્લામાં યુદ્ધવિરામનો ભંગ, નાગરિક વિસ્તાર નિશાન બન્યો : ઈસ્તાંબુલ મંત્રણા વચ્ચે સરહદ પર તણાવ: શાંતિ વાટાઘાટોના ત્રીજા રાઉન્ડ સમયે જ પાકિસ્તાની સેનાએ મોર્ટારમારો કર્યો; તાલિબાને 'ઉશ્કેરણીજનક' કૃત્ય ગણાવ્યું11:48 PM IST
બોલિવૂડ અને સંગીત જગતને લાગ્યો વધુ એક આંચકો : વીતેલા જમાનાની વિખ્યાત અભિનેત્રી અને પીઢ ગાયિકા સુલક્ષણા પંડિતનું ૭૧ વર્ષની વયે મુંબઈમાં નિધન : મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનાં ભત્રીજી અને સંગીતકાર જતિન-લલિતનાં બહેન સુલક્ષણા પંડિતે નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા : છેલ્લા ૧૬ વર્ષથી પથારીવશ હતાં : 'સંકલ્પ' ફિલ્મના ગીત માટે જીત્યો હતો ફિલ્મફેર એવોર્ડ11:33 PM IST

જન આક્રોશ.....

ચૂંટણી પ્રચાર.....

યુનિટી માર્ચ......

મહિલાશક્તિ......
અકિલા સોશ્યિલ મીડિયાભવિષ્યના ડોકટરો આવા હોઈ શકે નહીઃ ડોકટર બનીને પૈસા જ કમાવાના છોઃ દરેકને ૧ લાખ નહીં ૩૫ લાખનો દંડ કરવાનો રહેશે : ગત વર્ષે પાટણ-ઉંઝા રોડની ધારપુર મેડીકલ કોલેજમાં વિદ્યાર્થીના રેગીંગ બાદ મોતનો મામલો : ગુજરાત હાઈકોર્ટે આરોપી વિદ્યાર્થીઓને ઓથોરીટીએ ઓછો દંડ-ઓછી સજા કરી હોવાનું જણાવ્યું: વધુ સુનાવણી ૧૯ જાન્યુઆરીએ2:52 PM IST
કચ્છની સરહદ રાષ્ટ્ર ગીત "વંદે માતરમ્"થી ગુંજી ઉઠી : રાષ્ટ્ર ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરહદી ગામ મોટી છેરમાં જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું : જુઓ વિડીયો : નાયબ મુખ્યમંત્રીએ જવાનો સાથે સ્વદેશી અપનાવવા શપથ લીધા : સ્વતંત્ર સંગ્રામમાં રાષ્ટ્રગીત "વંદે માતરમ્"ની મહત્વની ભૂમિકા રહી હતી : નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્ર ગીતના ૧૫૦ વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી 11:58 AM IST
સરકારી જમીન પર ધાર્મિક દબાણ થશે તો બુલડોઝર ફરશેઃ હર્ષ સંઘવી : ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીની ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષાઃ સામાજિક-આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા તેમજ ‘સરકાર આપને દ્વાર'ના ધ્યેયમંત્રને ચરિતાર્થ કરવા કચ્છની મુલાકાતે : કચ્છના કપુરાશીમાં હર્ષ સંઘવીની ‘ખાટલા સભા': સરહદી ગામોના રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યોઃ સરહદી વિસ્તારોમાં અનેક દબાણો પર બુલડોઝર ફેરવ્યા છે11:55 AM IST
ઇન્ટરનેશનલ ટ્રક ચોર, ચોરીની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરે તે પહેલા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો : સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમા કોમારને આશંકા જાગી અને યુવાનીમાં શરૂ થયેલ ચોરી યાત્રા બુઢાપામાં જેલ યાત્રાથી પૂર્ણ બનીઃ એક અદભુત સત્ય કથા : કેકને બદલે ટ્રકની ચેસીસ કાપતો હતો તે સમયે પીઆઇ આર. જી.જાડેજા, પીઆઇ એચ. ડી. તુવરની ટીમના પીએસઆઇ વાય. ડી. ગામીત અને પીઅસઆઇ જે. એ રહેવર સ્ટાફ ત્રાટકયો : જોઇન્ટ પોલીસ કમિશ્નર લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા, ઇન્ચાર્જ એસીપી ડી. જે. ચાવડાના માર્ગદર્શનમાં જ્વલંત સફળતા મળી11:03 AM IST
જેને કોઈના પૂછે તેને મોદીજી પૂજે છે સ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવતર પરંપરા વડાપ્રધાને શરૂ કરાવી છે : ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી - જન જાતિય ગૌરવ વર્ષની ઉજવણી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી એકતા નગર સુધી યોજનારી જનજાતિય ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી,રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર, કમલેશભાઈ પટેલ, રમેશભાઈ કટારા, અગ્રણી રત્નાકરજી, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ : તારીખ 7 થી 13 નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ 1,378 કિ.મી.ની જનજાતિય ગૌરવ યાત્રાનું વિશેષ આયોજન4:16 PM IST
ગુજરાતની લિફ્ટ પાઇપલાઇન ટેક્નિકથી આદિવાસી વિસ્તારોમાં ખેતીનું ચિત્ર બદલાયું, 1 લાખ 39 હજાર એકરથી વધુ ખેતરો સુધી પહોંચી સિંચાઈ સુવિધા : લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક માટે છેલ્લા 7 વર્ષમાં ₹5,115 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો : આદિવાસી ગામડાઓમાં 1,39,510 એકર જમીન સુધી પહોંચી સિંચાઈ સુવિધા :વનબંધુ કલ્યાણ યોજના અને 2.0 બની આદિવાસી ખેડૂતો માટે વરદાન4:32 PM IST
સુરતમાં એક ટ્રાફિક સિગ્નલ પર સૂર્યાસ્ત થતા જ ઉગે છે પ્રેમનું સ્મારક! : યુવતી રોજ સાંજે ૩ કલાક પ્રેમીના ક્લિનિક તરફ એકીટસે જોયા કરે છે! : પ્રેમી માટે જાહેરમાં તપસ્યા દિવસો નહીં પણ ૩ વર્ષથી અવિરતપણે ચાલી રહ્યો છે : સ્ટેચ્યૂની માફક એક જ દિશામાં ઊભી રહેતી મિસ્ટ્રી લેડીને જોઇ લોકો અચંબિત ડોક્ટર ક્લિનિક બંધ કરી ઘરે જાય એટલે યુવતી પણ ડયૂટી પૂરી કરી રવાના થાય છે10:32 AM IST
“ગેરરીતિ સામે શૂન્ય સહનશીલતા" : માનવતા વિરુદ્ધ વર્તન કરનાર સામે પ્રફુલ પાનશેરીયા એક્શન મોડમાં : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ૪ હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રીની કડક કાર્યવાહી : મોડી રાત સુધી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સ્વયં સંકળાયા : આરોગ્ય સચિવ અને વિભાગને તાત્કાલિક નિર્દેશ આપતા ૪ હોસ્પિટલ સામે પગલા : રાજ્ય સરકારની લોકહિતકારી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા” અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ગુણવત્તાસભર નિ:શુલ્ક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ સતત સજાગ : ભવિષ્યમાં પણ જો કોઈ હોસ્પિટલ માનવ સેવા જેવી પવિત્ર જવાબદારીને અવગણીને ગેરરીતિ કે માનવતા વિરોધી વર્તન કરશે, તો રાજ્ય સરકાર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવશે : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા1:29 PM IST
ગુજરાતમાં ચાલી રહેલા SIR ની સમીક્ષા કરતાં ભારતના ચૂંટણી પંચના નિયામક અને સચિવ : ગાંધીનગર ખાતે રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરઓને SIR પ્રક્રિયા વધુ સુગમ બનાવવા માર્ગદર્શન: તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૫ની સ્થિતિએ ગુજરાતમાં ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો, ૧,૦૧,૦૪,૫૮૪ ગણતરી ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા5:51 PM IST
દેવા માફ કરશે તો કોંગ્રેસના ધારાસભ્યો પગાર સરકારને આપશેઃ અમિત ચાવડા : સોમનાથથી હરહર મહાદેવના નાદ સાથે કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રાનું પ્રસ્થાન, દ્વારકાધીશના શરણોમાં ૧૩મી એ સમાપન : સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે અને ખેડૂતો, ખેત મજૂરો, સાગર ખેડુઓ તથા પશુપાલકોની મુશ્કેલીઓ અને હકોની માંગને સરકાર સુધી પહોંચાડશે 1:14 PM IST
એકતાનગર, કેવડિયા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય પરિસંવાદ, આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત હસ્તકલા-કૃતિનું પ્રદર્શન, પુસ્તક વિમોચન સહિતના કાર્યક્રમોનું આયોજન : ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદ : અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વિવિધ રાજ્યોના વિષય તજજ્ઞોની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાના જીવન કાર્ય આધારિત વ્યાખ્યાનો તથા સંશોધન પત્રોની રજૂઆત-વિચારવિમર્શ4:48 PM IST
વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ રાધા યાદવ કાલે વડોદરા આવશે:ભવ્ય સ્વાગત સાથે એરપોર્ટથી રોડ શો યોજાશે : રોડ શો એરપોર્ટ સર્કલ, મીરા ચાર રસ્તા, ગાંધી પાર્ક, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર અને અમિતનગર જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને કૃગારા ક્રિકેટ એકેડમી ખાતે પૂર્ણ થશે.8:57 PM IST
‘વંદે માતરમ' ભારતનાં આત્માનો નાદ, રાષ્ટ્રપ્રેમનો પવિત્ર ધ્વનિ છેઃ ભૂપેન્દ્રભાઈ પટેલ : ‘વંદે માતરમ' ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરની મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉજવણીઃ વિધાનસભા પરિસરમાં વંદે માતરમનું સામૂહિક ગાન-સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ લેવાયા : વંદે માતરમ ગીતમાં જે મા ભારતીની કલ્પના કરવામાં આવી છે, તે મુજબ સુજલામ-સુફલામ સહિતની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પગલાં લીધાં છેઃ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી કાંતિભાઈ અમળતિયાની પ્રેરક ઉપસ્થિતિઃ રાજ્યભરમાં વિવિધ સ્થળોએ મંત્રીશ્રીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સૌએ વંદે માતરમનું સામૂહિક ગાન, સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ3:16 PM IST
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવની વિદાયથી લોકસંસ્કૃતિએ ધબકાર ગુમાવ્યો : ગુજરાતી લોકવારસાને ચિરંજીવ બનાવનાર : * જોરાવરસિંહને લોકસાહિત્ય પ્રત્યેનો અનુરાગ વતનની માટીની મ્હેંકમાંથી જન્મ્યો હતો : * તેમણે તેમનું સંપૂર્ણ જીવન લોકસાહિત્યના સંશોધન અને પ્રચાર માટે સમર્પિત કર્યું હતું. : * મેઘાણીની વાર્તાઓ વાર્તાઓ તેમના હૃદયને સ્પર્શી ગઈ. એમાંથી તેમની લોકસાહિત્ય શોધયાત્રાનો આરંભ થયો હતો. : * ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, પુષ્કર ચંદરવાકર, મનુભાઈ જોધાણી, જયમલ્લ પરમાર, દુલેરાય કારાણી, બચુભાઈ રાવત અને હરકાન્ત શુક્લ જેવા વિદ્વાનોના પ્રોત્સાહને જોરાવરસિંહને કલમ પકડાવી. : * કોલેજ કાળમાં જોરાવરસિંહે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું મનોહર સ્વપ્ન સેવ્યું હતું. : * તેઓ રોજ સવારે ગળો-ઘનવટી અને હળદર-સુંઠનું દૂધ લે, ચ્યવનપ્રાસ અને ડ્રાયફ્રુટ લેતા. પછી બગીચામાં ચાલે, પ્રાણાયામ-કસરતો કરે, લાફિંગ-ક્લબમાં મિત્રો સાથે કલાકેક આનંદ કરતા. તબિયત સરસ રહેતી પણ બીપીની ગોળી લેતા. * લોક-કલા સંશોધનનું કાર્ય તેમને સતત ચાલુ રાખ્યું હતું. દેશભરનાં ૫૦૦૦ કલાકારોના સંપર્કમાં હતા. * ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં તેમના લેખ અને યુનિવર્સિટીમાં તેમનાં પુસ્તકો પાઠ્યપુસ્તકો તરીકે વપરાય છે.3:55 PM IST
ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે કેન્સર થવાનો ખતરો વધ્યો છે : પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રકૃતિ અને ઈષ્ટ દેવની ખરા અર્થમાં પૂજા કરવા રાજયપાલનુ આહવાન : વડોદરા જિલ્લાના સાવલીના વાંકાનેરમાં પ્રકૃતિના શરણે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે પરિસંવાદ કરતા આચાર્ય દેવવ્રતજી : દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા રાજ્યપાલે હાંકલ કરી : પ્રાકૃતિક કૃષિ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે, તેમ કહી રાજ્યપાલે વડોદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોને વૈજ્ઞાનિક ઢબે સમજાવ્યા : વડોદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા સંકલ્પબદ્ધ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી4:27 PM IST
ભારત પર્વ–૨૦૨૫, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગરઃ “એક ભારત શ્રેષ્ઠ ભારત"વેસ્ટ મટિરિયલમાંથી સંગીતના પ્રતિરૂપ વાદ્યો બનાવી આત્મનિર્ભર બન્યા કલાકાર રાહુલ શ્રીવાસ :ભારત પર્વ–૨૦૨૫ દરમિયાન એકતા નગર ખાતે મધ્યપ્રદેશની લોકકળાનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ શ્રીવાસ સંગીતના ૪૦ પ્રકારના પ્રતિરૂપ વાદ્યો રજૂ કરી રહ્યા છે : મધ્યપ્રદેશના રાહુલ શ્રીવાસની સુરીલી સર્જનયાત્રાઃ વેસ્ટ મટિરિયલથી બનેલા પ્રતિરૂપ વાદ્યો બન્યા આકર્ષણનું કેન્દ્ર : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એકતા નગર ખાતે યોજાયેલ ‘ભારત પર્વ–૨૦૨૫’માં રાહુલ શ્રીવાસની અનોખી કળા દેશની સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપે છેઃ વોકલ ફોર લોકલની તાલે :મારી કળાને ભારત પર્વમાં મંચ આપીને સરકારએ આત્મનિર્ભર કલાકારોને નવી ઓળખ આપીઃ રાહુલ શ્રીવાસ2:42 PM IST
સરહદી સુરક્ષા સજ્જડ કેવી રીતે બનાવવી ? ફૂલપ્રૂફ રિપોર્ટ કેન્દ્રમાં મોકલવા ભારે ધમધમાટ...... : ૩૦ સિનિયર IPS અધિકારીઓ સાથે ગળહમંત્રી હર્ષભાઈ સંઘવીની ભારત પાકિસ્તાન બોર્ડરના ગામોમાં ૪૮ કલાક રહેવા પાછળ રાષ્ટ્રીય સુરક્ષા માટે જબ્બરજસ્ત પ્લાનિંગના ભાગરૂપે અમિતભાઈ, અને સ્વતંત્ર હવાલો ધરાવતા ગળહમંત્રીનું સંયુક્ત અભીયાન છે., રાજ્ય સરકાર રિપોર્ટ તૈયાર કરશે : લોકોના સહયોગથી સાગર સુરક્ષા અભિયાન સફળ થતા હવે સરહદ સુરક્ષા ફૂલ પ્રૂફ કરવા રાજ્ય અને કેન્દ્ર દ્વારા કવાયત શરૂ, અકિલા સમક્ષ સિનિયર સૂત્રો ભીતરની વાત વર્ણવે છે... : લોકોને અધિકારીઓ પોતીકા લાગે તે માટે ગળહમંત્રી સહિતના IPS ટ્રેનમાં ગયા, ફાઈવસ્ટાર હોટલના બદલે નાના ગામમા જેવી સુવિધા હતી ત્યાં રાતવાસો કર્યો, ખાટલે બેસી મોડી રાત સુધી લોકોના મનની વાત જાણી... : દરેક IPSને બબ્બે ગામની જવાબદારી આપનાર હર્ષભાઈ દ્વારા પોતે ૪ ગામોની જવાબદારી લીધી, આશાપુરા માતાજીના દર્શન સાથે ગામમાં સહુ સાથે નીચે બેસી તમામ અધિકારીઓ દ્વારા ભોજન કર્યું, લોકોને શંકાસ્પદ વ્યક્તિ, હિલચાલ સમયે શું કરવુ તેની તાલીમ આપવામાં આવી 3:22 PM IST
કાલિદાસના 'ઋતુસંહાર'માં શું 'અભિનવ' છે? : રવિવારે રાજકોટમાં લે. ડૉ. સતીશચન્દ્ર વ્યાસ 'શબ્દ' દ્વારા પુસ્તક પર સંવાદનું આયોજન : મહાકવિ કાલિદાસના પ્રકૃતિ વર્ણન પર 'ભારવિ' ભાષા રચના વિચાર મંચ'નો ૪૫મો બેઠક મણકો : દેડકાનું સાપની ફેણ નીચે આશરો લેવાનું અને નર કોયલનું ચુંબન, જેવા 'પ્રહેલિકા'નો ઉત્તર પરિશીલનમાં રજૂ થશે : નિવૃત્ત વિભાગાધ્યક્ષ પ્રો. ડૉ. એમ. કે. મોલીયા મુખ્ય વક્તા : રસિકજનોને આ અનોખા સંવાદમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ1:55 PM IST
રાજકોટ જિલ્લા પંચાયતમાં વંદે માતરમ...2:30 PM IST
માધાપર સર્વીસ રોડ ઉપર શરીરની સર્વીસ નક્કી! 3:14 PM IST
મતદાર યાદી સુધારણા અંગે વર્ચ્યુઅલ માર્ગદર્શન 3:55 PM IST
એજ્યુકેશન નોડલ ઓફિસરનો સ્વાંગ રચી ગીરના જયસુખે રાજકોટના અધિકારી સાથે છેતરપીંડી કરી : સેન્ટ્રલ ગવર્મેન્ટના કોૈશલ્ય સ્કીલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના નામે ઠગાઇ : મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીને સેન્ટ્રલ ગવર્મેન્ટની મફત લેપટોપ યોજનામાં ૪ છાત્રો ઘટે છે તે શોધી આપો, સરકારી કર્મચારીને પણ કેન્દ્ર સરકાર લેપટોપ આપે છે તેવું કહી છત્રીસ હજાર મેળવી લીધા : પહેલા વિદ્યાર્થી દીઠ ૨-૨ હજાર માંગ્યા, પછી કહ્યું-વધુ ૨-૨ હજાર આપો તો ૧ ટીબી હાર્ડડિસ્કવાળુ લેપટોપ મળશેઃ લેપટોપ મળી જાય પછી ભરેલી રકમ પણ પાછી મળી જશે : સાયબર ક્રાઇમ પીઆઇ એસ. ડી. ગીલવા અને ટીમે આરોપી જયસુખ સરવૈયાને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી12:35 PM IST
સુરતથી ગાંજો લાવી રાજકોટમાં વેંચે એ પહેલા ત્રણ મિત્રો જયદિપ, મિલન, રણજીત : માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશઃ બે રિક્ષા ડ્રાઇવર અને વાળંદ કામનો કારીગર ઝડપાયા : પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ રાણીંગા અને ટીમની કાર્યવાહીઃ તૌફિકભાઇ મંધરા, ચાંપરાજભાઇ ખવડની બાતમીઃ ૫૫ હજારનો ગાંજો કબ્જ : ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં રેલનગર લાબહાદુર શાષાી ટાઉનશીપ પાસે પટમાં દરોડોઃ મિલન ગોંડલનો વતની11:56 AM IST
‘કંકણ' પ્રસ્તુત ‘ચંદરવો ચોપાટનો માઁ ગરબે ઘૂમે' શક્તિ આરાધનામાં માઁ અંબા ૧૭૫૧ દીપ જ્યોતે તાલીના તાલે વિશ્વ ચોપાટે ગરબે ઘુમ્યાઃ પ્રેક્ષકો ભક્તિમાં મંત્રમુગ્ધ : કંકણ સંસ્થાપિકા સોનલબેન હંસદેવજી સાગઠીયાએ કંકણના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે ટિવંકલ ઘનશ્યામ જાગાણીને કલા વારસો સોંપ્યો : કાર્યક્રમનું સંચાલન ઉદઘોષણા કંકણ સંસ્થાપિકા નળત્ય નિર્દેશિકા કલાધરીત્રિ સોનલબેન સાગઠીયા અને કંકણ ટ્રસ્ટી આરજે નુપુર શ્રીમતી નિશિતા દીપ માંડવિયાના સાનિધ્યમાં માહિતીસભર અભિવ્યક્તિથી શોભાયમાન રહ્યું : કંકણસ્ત્રોત અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, હંસદેવજી સાગઠીયા અને : ડો. ઘનશ્યામ જાગાણીએ ‘ચંદરવો ચોપાટનો માઁ ગરબે ઘૂમે' કાર્યક્રમને શુભેચ્છા પાઠવી : * જન્મદાત્રીથી જગતજનની માઁ જગદંબા.. કંકણના કાર્ડમાં કલાવળંદના નામની પાછળ મમ્મીના નામનું સુખદ આશ્ચર્ય જોવા મળ્યું : * આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલા સંસ્થા ‘કંકણ' ઈન્ટરનેશનલ ગરબા ગ્રુપ ૨ાજકોટ - ગુજરાત- ભારતનું ૪૫માં વર્ષમાં પદાર્પણ : * કંકણ કાર્યક્રમમાં શાયર ‘લલકાર' મહેશ સાગઠીયા ‘શક' નું પુસ્તક વિમોચન વજુભાઇ વાળા અને ગુણવંતભાઇ ડેલાવાળાના હસ્તે કરાયું : * હેમુ ગઢવી હોલમાં પગથિયા પર પણ હાઉસફુલ પ્રેક્ષકોઃ ‘અકિલા ફેસબુક લાઈવ' માં ૭૦ દેશ-વિદેશોના ગરબાપ્રેમી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા3:24 PM IST
જૂનાગઢમાં યુનિટી માર્ચ પદયાત્રાના કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણતાના આરે: 8.6 કિલોમીટરના રૂટ પર 19 સ્થળોએ અભિવાદન થશે: જુઓ વિડિઓ : મુખ્યમંત્રી સવારે ૭:૩૦ કલાકે કોલેજના મેદાનમાં આરઝી હકુમત સ્મારક સ્તંભ ખાતે પૂજન કરી સ્ટેજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે: સ્ટેજ કાર્યક્રમ બાદ સરદાર પટેલ પ્રદર્શની ઝાંખી નિહાળશે: બહાઉદીન કોલેજના દરવાજા પાસે મુખ્યમંત્રી પદયાત્રાને ફ્લેગ ઓફ આપશે:પોલીસ અને વિવિધ સમિતિના અધિકારીઓએ કાર્યક્રમોના સ્થળોનું નિરીક્ષણ કર્યું8:03 PM IST
પોરબંદરમાં ભગવાન બિરસા મુંડાજી અને સરદાર પટેલ બન્નેની ૧૫૦મી જયંતીની ઉજવણીઃ વિવિધ સ્પર્ધાઓઃ એકતા પદયાત્રા : ઐતિહાસિક પ્રસંગોની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે કલેકટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને બેઠક મળી : મહાનુભાવોના ઐતિહાસિક પ્રસંગોની ઉજવણી અવસરે જિલ્લામાં સ્મારકોની સફાઇ નિબંધ ચિત્ર સ્પર્ધાઓઃ વૃક્ષારોપણઃ જળસ્ત્રોતોની સામૂહિક સફાઇઃ વ્યસનમુકત અભિયાનઃ શેરી નાટકો અને યોગ શિબિર12:22 PM IST
સૌરાષ્ટ્રનું અણમોલ રતન પુરાતત્વના ‘પુરુષોત્તમ': પી.પી.પંડયા : કાલે ૮ નવેમ્બર ૧૦૫મી જન્મજયંતિ : સૌરાષ્ટ્રના પ્રાચીનતમ ઈતિહાસને પુરાતત્વીય આધાર સાથે વિશ્વફલક પર મુકનારનું નામ અભિલેખાગારો, સંગ્રહાલય, શાળાઓ સાથે જોડી અંજલી આપી શકાય * પી.પી.પંડયાએ પુરાતત્વ વિભાગમાં ૧૦ જ વર્ષોમાં ૧૦૦ વર્ષનું ‘ન ભૂતો ન ભવિષ્યતી' જેવુ કાર્ય, ૩૯ વર્ષના જ આયુમાં કર્યુ છે. * SGVP સંસ્થા અમદાવાદે ‘પુરાતત્વ મહારત્ન' એવોર્ડથી સન્માનિત કરી આપણા સૌ ગુજરાતીઓનુ ગૌરવ વધાર્યુ છે12:03 PM IST
જ્ઞાન પ્રમાણે વર્તવુ એ ભકિત છેઃ પૂ.દિપકભાઈ દેસાઈ : મોરબીમાં દાદા ભગવાન જન્મજયંતી મહોત્સવનો લ્હાવો લેતાં લોકોએ કહ્યું: અહીંથી લોકો ફક્ત મનોરંજન નહીં પણ આત્મબળ, પ્રમાણિકતા અને નવી વિચારસરણી લઈને જશે : મોરબી જિલ્લો નસીબદાર છે કે આ અવસર મળ્યોઃ મંત્રી કાંતિભાઈ અમળતિયાઃ મહોત્સવમાં ગાવાનો મોકો મળ્યો તે મારા જીવનની યાદગાર પળઃ ઓસમાણ મીર12:23 PM IST
સોલાર પ્રોત્સાહન યોજનામાં લાંચનું ગ્રહણ: મોરબી PGVCL ના ક્લાસ-વન અધિકારી ₹૨૦,૦૦૦ની લાંચ લેતા વચેટિયા મારફતે ACBના છટકામાં રંગેહાથ ઝડપાયા : એસીબી વડા પિયુષ પટેલનું ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન વધુ આગળ વધ્યું : નાયબ ઈજનેર મિનેષભાઈ જાદવે સોલાર પેનલ ધંધાર્થી પાસે મીટર લગાવવા લાંચ માંગી : રાજકોટ ગ્રામ્ય ACB PI જે.એમ. આલ અને સ્ટાફની સફળ ટ્રેપ : મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલના સુપરવિઝન હેઠળ વિક્રમ : ભ્રષ્ટાચાર મામલો વીજ વિભાગની કોર્પોરેટ કચેરી અને MD સુધી પહોંચ્યો9:27 PM IST
ઉનાના રેવત ગામના મૃતક ખેડૂત પરિવારને ઇસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા ૫૧ હજારની સહાય : ખેડૂતો, મજૂરો, શ્રમિકો કોઈએ આત્મહત્યા જેવું ખરાબ પગલું ભરવું નહીં, અમે તમારી સાથે છીએઃ સરકાર ખેડૂત પરિવારને તાત્કાલિક ધોરણે સહાય આપે : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પાક નિષ્ફળ જતા આપઘાત કરનાર મૃતકના પરિવારની મુલાકાતે 1:16 PM IST
કપડાં વગર લોકોને યોગા શીખવતી મહિલાનો ભાંડો ફૂટ્યો : થાઈલેન્ડના હિપ્પી પેરાડાઈઝ કહેવાતા કોહ ફાંગન આઇલેન્ડ પર એક બ્રિટિશ મહિલાને કપડાં વગર લોકોને અશ્લીલ તાંત્રિક યોગા શીખવવાના આરોપમાં ધરપકડ : એક ક્લાસ માટે લગભગ ૧૦૦૦ રૂપિયા ચાર્જ કરતી હતીઃ મહિલાએ આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેના કારણે પોલીસને જાણ થઈ 10:01 AM IST




































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી









































































































































































































