તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 7th September 2026
૨૧ વર્ષની યુવતીએ ૩ વર્ષની બચત દાવ પર લગાવીને બનાવી ફિલ્મ, ૨ કરોડના બજેટમાં રૂ. ૯૦ કરોડની કમાણી કરી બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ
યુકેની શાનદાર નોકરી છોડીને ભારત આવેલી અનુપ્રિયા નાગરની સાહસિક સફર; 'હનુમાન અંશ' ની અકલ્પનીય સફળતા બાદ મેકર્સે કરી સિક્વલની મોટી જાહેરાત

મુંબઈ, તા.૦૭: જો દ્રઢ સંકલ્પ અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય તો ઉંમર માત્ર એક આંકડો બની રહે છે. આ વાતને સાબિત કરી બતાવી છે ૨૧ વર્ષની યુવતી અનુપ્રિયા નાગરે. ફિલ્મ નિર્માણનો કોઈ અગાઉનો અનુભવ ન હોવા છતાં, પોતાના હૃદયમાં રહેલી વાર્તાને લોકો સુધી પહોંચાડવાના અનોખા જનૂન સાથે અનુપ્રિયાએ પોતાની ૩ વર્ષની પાર્ટ-ટાઈમ નોકરીમાંથી બચાવેલી તમામ મૂડી પહેલી જ ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) માં લગાવી દીધી હતી. આજે આ ઓછા બજેટની ફિલ્મે બોક્સ ઓફિસના તમામ સમીકરણો બદલી નાખીને એક નવો જ ઈતિહાસ રચી દીધો છે.
અનુપ્રિયાએ યુકેની પ્રખ્યાત યુનિવર્સિટી ઓફ બાથમાંથી ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે અને ત્યાં તેને લાખોના પેકેજવાળી સારી નોકરી પણ મળી ગઈ હતી. જોકે, માતૃભૂમિ અને અધ્યાત્મ પ્રત્યેના અગાધ પ્રેમના કારણે તેણે ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. અનુપ્રિયાને નીમ કરોલી બાબા વિશે સૌપ્રથમ એક વિદેશી નાગરિક પાસેથી જાણવા મળ્યું હતું. આ બાબત તેને અંદરથી સ્પર્શી ગઈ કે ભારતીય હોવા છતાં તેને પોતાના જ દેશના સંત વિશે વિદેશી પાસેથી જાણવું પડ્યું. આ ઘટના બાદ તેણે નીમ કરોલી બાબાની પ્રેરણાદાયી વાર્તાને આજની યુવા પેઢી સુધી પહોંચાડવા માટે આ ફિલ્મ બનાવવાનો નિશ્ચય કર્યો.
માત્ર ૨ કરોડ રૂપિયાના સીમિત બજેટમાં બનેલી આ ફિલ્મે રિલીઝના ૨૮ દિવસમાં જ બોક્સ ઓફિસ પર ૯૦ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી લીધું છે અને હવે તે ટૂંક સમયમાં જ ૧૦૦ કરોડના ક્લબમાં પ્રવેશવા જઈ રહી છે. ફિલ્મની અકલ્પનીય સફળતા બાદ અનુપ્રિયાએ 'હનુમાન અંશ' ની સિક્વલ બનાવવાની પણ જાહેરાત કરી છે. તેણે જણાવ્યું કે ફિલ્મના ઓછા બજેટને કારણે જ તેમાં સાદગી અને રિયલ લૂક જળવાઈ રહ્યો હતો, જેથી આગામી ભાગમાં પણ આ જ અસલી આત્મા અને ઓરિજિનલ અંદાજ જાળવી રાખવામાં આવશે.
આજના સમયમાં ભવ્ય સેટ્સ કે મોટા કલાકારો વગર માત્ર કન્ટેન્ટ અને શ્રદ્ધાના જોરે ૧૦૦ કરોડની કમાણી કરતી ફિલ્મો ભારતીય સિનેમામાં નવો બદલાવ લાવી રહી છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
