<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

‘૨ફ એન્‍ડ ટફ કન્‍યા' સિનેમાઘરોમાં છવાઇ

ફલ્‍મમેકર કળષ્‍ણદેવ યાજ્ઞિક લાવ્‍યા છે નવો પારિવારિક કોમેડી ડોઝ

અમદાવાદ, તા. ર૩ : ગુજરાતી સિનેમાને નવો આયામ આપનાર અને ‘હિટ મશીન' તરીકે જાણીતા નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્‍મમેકર કળષ્‍ણદેવ યાજ્ઞિક (કેડી) હવે નિર્માતા તરીકે વધુ એક ધમાકેદાર ફિલ્‍મ‘રફ એન્‍ડ ટફ કન્‍યા'લઈને આવી રહ્યા છે. ૨૦ નવેમ્‍બરે રિલીઝ થયેલી આ ફિલ્‍મ માટે તેમણે અનન્‍યા બિરલા સાથે સહ-નિર્માણ કર્યું છે. કળષ્‍ણદેવ યાજ્ઞિકની ફિલ્‍મી સફર ગુજરાતી સિનેમા માટે પ્રેરણાદાયી રહી છે. ‘છેલ્લો દિવસ' જેવી ઓલ-ટાઈમ બ્‍લોકબસ્‍ટરથી શરૂઆત કરીને તેમણે ‘કરસનદાસ પે એન્‍ડ યુઝ', ‘શું થયું?',‘નાડી દોષ' અને ‘રાડો'જેવી અનેક યાદગાર ફિલ્‍મો આપી છે. તેમની સુપરહિટ સાયકોલોજિકલ થ્રિલર‘વશ'ને ૭૧મા નેશનલ ફિલ્‍મ એવોર્ડ્‍સમાં ‘બેસ્‍ટ ગુજરાતી ફીચર ફિલ્‍મઁ'નો એવોર્ડ મળ્‍યો હતો. જેણે ગુજરાતી સિનેમાનું ગૌરવ વધાર્યું હતું. જાણીતા ગાયિકા, ઉદ્યોગસાહસિક અને યુથ આઈકોન અનન્‍યા બિરલા હવે પોતાના બેનર ‘બિરલા સ્‍ટુડિયોઝ' (Birla Studios) હેઠળ ફિલ્‍મ નિર્માણ ક્ષેત્રે કદમ મૂકી રહ્યાં છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાના પ્રોડક્‍શન ડેબ્‍યુ માટે પ્રાદેશિક સિનેમા અને તેમાંય ખાસ કરીને ગુજરાતી કોમેડી ફિલ્‍મ ‘રફ એન્‍ડ ટફ કન્‍યા'ની પસંદગી કરી છે. ૨૦ નવેમ્‍બરે રિલીઝ થયેલી આ ફિલ્‍મ માટે અનન્‍યાએ ‘બિગ બોક્‍સ સિરીઝ' સાથે હાથ મિલાવ્‍યા છે.

યશ વૈષ્‍ણવ દ્વારા દિગ્‍દર્શિત આ ફિલ્‍મમાં હિતેન કુમાર, રવિ ગોહિલ, યુક્‍તિ રાંદેરિયા, સોનાલી લેલે દેસાઈ અને ફિરોઝ ઈરાની જેવા કલાકારો છે. અનન્‍યા બિરલાના આગમનથી ગુજરાતી ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીને એક નવી ઊંચાઈ અને રાષ્‍ટ્રીય ઓળખ મળશે તેવી પૂરી આશા છે.

(2:37 PM IST)