<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

એકનું એક કામ ગમતું નથીઃ નીયા

નીયા શર્મા ટીવી પરદાની ખુબ જાણીતી અભિનેત્રી છે. બત્રીસ વર્ષની આ અભિનેત્રી બોલ્‍ડ ફોટોશૂટને કારણે પણ ચર્ચા જગાવતી રહે છે. ટીવી સ્‍ટાર આજે વાસ્‍તવીકતા સ્‍વીકારીને કહે છે કે મેં ઘણા શો કર્યા છે પણ હવે મને એકની એક બાબત કરવાનો કંટાળો આવે છે. છેલ્લે નાગીન-૪માં દેખાયેલી નીયા ટીવી પરદેથી અઢી ત્રણ વર્ષથી ગાયબ હતી. તે કહે છે હું ઇરાદા પુર્વક દૂર રહી નથી. આ સમયગાળા દરમિયાન મેં બે રિયાલીટી શો કર્યા હતાં. નીયા કહે છે ટીવી શોના મોટા ભાગના શુટીંગ ઉમરગામમાં અથવા દૂર દૂરના સ્‍થળોએ હોય છે. ટ્રાવેલ કરીને હું થાકી જાઉ છું. જેના શુટીંગ મુંબઇ કે આસપાસમાં હોય તે કામ હું પહેલા સ્‍વીકારુ છું. ટીવીથી દૂર રહેવા છતાં નીયાને એ ડર નથી કે ચાહકો તેને ભુલી જશે.

 

(1:54 PM IST)