<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

50 વર્ષની માધુરી દિક્ષીતના ચહેરા ઉપર 35 વર્ષ જેવો ગ્‍લોઃ બિઝી શેડયુલ વચ્‍ચે પણ હેર કેર કરવાનું ભુલતા નથી

વાળની સુંદરતા માટે ખાસ હર્બલ ઓઇલનો ઉપયોગ

નવી દિલ્હીઃ માધુરી દીક્ષિતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એજલેસ બ્યુટી તરીકે પણ ઓળખવામાં આવે છે. 50 વર્ષની ઉંમરે પણ માધુરી દીક્ષિતની સુંદરતા એવીને એવી છે. માધુરી દીક્ષિતના ચહેરા પર 35 વર્ષ જેવો ગ્લો દેખાય છે અને તેના વાળ પણ સુંદર અને શાઈની છે. ત્વચા અને વાળની સુંદરતાનું સિક્રેટ છે કે માધુરી દીક્ષિત પોતાના બિઝી શેડ્યુલ વચ્ચે પણ હેર કેર કરવાનું ભૂલતી નથી.

માધુરી દીક્ષિતના સુંદર વાળ ઘરે બનાવેલા હર્બલ ઓઇલના કારણે છે. આ હેર ઓઈલ માધુરી દીક્ષિત પોતે જ બનાવે છે. માધુરીએ પોતાના સોશિયલ મીડિયા પર આ સિક્રેટ શેર કર્યું હતું. માધુરી દીક્ષિતે જણાવ્યું હતું કે તે વાળની સુંદરતા માટે ખાસ હર્બલ ઓઇલનો ઉપયોગ કરે છે તેના કારણે વાળ મજબૂત પણ બને છે અને ગ્રોથ પણ વધે છે.

માધુરી દીક્ષિતનું હોમમેડ હેર ઓઈલ બનાવવાની રીત

માધુરી દીક્ષિતે જણાવ્યું કે તે વાળ માટે નાળિયેર તેલનો ઉપયોગ કરે છે. નાળિયેર તેલમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને તે ખાસ તેલ બનાવે છે. આ તેલ બનાવવા માટે માધુરી દીક્ષિત નાળિયેર તેલને ગરમ કરે છે અને તેમાં મીઠા લીમડાના પાન, મેથી દાણા અને ડુંગળીનો રસ મિક્સ કરે છે. બધી જ સામગ્રીને ધીમા તાપે બરાબર ઉકાળે છે અને પછી ગાળીને બોટલમાં ભરી લે છે. આ તેલનો ઉપયોગ કરવાથી વાળ કાળા પણ રહે છે અને ખરતા વાળની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

(5:27 PM IST)