<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

શિલ્‍પા શેટ્ટીનો ૪૯મો જન્‍મદિવસ

બાજીગરથી બોલીવૂડમાં શરૂઆત કરીઃ આજે પણ સક્રિય : ૯૦ના દસકની અભિનેત્રી આજે પણ ફિટનેસ અને સુંદરતાને કારણે જાણીતીઃ ડ્રાઇવીંગ કરવામાં સતત અનુભવે છે ડર

મુંબઇ તા. ૮: અભિનેત્રી શિલ્‍પા શેટ્ટીની ફિલ્‍મી કારકિર્દી ખુબ સફળ રહી છે. તે ટીવી પરદે અનેક રિયાલીટી શોમાં જજ તરીકે પણ કામ કરી ચુકી છે. શિલ્‍પાને ૯૦ના દસકમાં દર્શકોના દિલ પર જાદૂ કરી દીધો હતો. તે પોતાની ફિટનેસ અને ખુબસુરતીને કારણે આજે પણ દર્શકોમાં ચહીતી છે. આજે તે પોતાનો ૪૯મો જન્‍મદિવસ ઉજવી રહી છે. કર્ણાટકમાં ૮ જુન ૧૯૭૫ના રોજ જન્‍મેલી શિલ્‍પા નોન ફિલ્‍મી બેકગ્રાઉન્‍ડ ધરાવે છે. તેણે શરૂઆતમાં એડ ફિલ્‍મોમાં કામ કર્યુ હતું. એ પછી ૧૯૯૩માં બોલીવૂડમાં શાહરૂખ ખાન સાથે બાજીગર ફિલ્‍મથી એન્‍ટ્રી કરી હતી. શિલ્‍પા શેટ્ટીએ અલગ અલગ શૈલીની ફિલ્‍મો કરી દરેક વખતે પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. જો કે તે કબુલે છે કે આજે પણ તેને ડ્રાઇવીંગ કરવાથી ડર લાગે છે. તે હમેંશા ડ્રાઇવરને સાથે રાખીને જ સફર કરે છે. તે બ્રિટીશ શો બિગ બ્રધરમાં રંગભેદનો શિકાર પણ થઇ હતી. પરંતુ તે હારી નહોતી અને આગળ વધી ટ્રોફી જીતી હતી.

(1:32 PM IST)