News of Thursday, 13th June 2024
ગિપ્પી ગ્રેવાલના મ્યુઝિક વીડિયો 'રિવોલ્વર'માં જોવા મળશે તેજસ્વી પ્રકાશ

મુંબઈ: પંજાબી સુપરસ્ટાર સિંગર અને એક્ટર ગિપ્પી ગ્રેવાલ ટૂંક સમયમાં જ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ સાથે એક નવા મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે ખરેખર, ગિપ્પીએ ગુરુવારે તેજસ્વી પ્રકાશ સાથેની શાનદાર તસવીરો શેર કરી અને કહ્યું કે તેનો નવો મ્યુઝિક વીડિયો 'રિવોલ્વર' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે .ગિપ્પીએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે શર્ટ, બ્લેઝર અને પેન્ટ સાથે પીળા કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. તેણે કાળા જૂતા પહેર્યા છે.જ્યારે 'બિગ બોસ 15' વિજેતા તેજસ્વી પ્રકાશે નારંગી રંગનો સ્લીવલેસ બોડીકોન ડ્રેસ પહેર્યો છે. બેકગ્રાઉન્ડમાં મોટા અક્ષરોમાં 'જી જી' લખેલું છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
