<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદમાં આવી ગઈ કલ્કિ 2898 એડી : ચોરીનો આરોપ

મુંબઈ: કલ્કી 2898 એડીનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે. પ્રશંસકોને ફિલ્મનું ટ્રેલર પસંદ આવી રહ્યું છે, પરંતુ તેની રિલીઝ પહેલા જ કલ્કી 2898 એડી મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. 27 જૂન 2024ના રોજ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ કલ્કી 2898 એડી પર પાયરસીનો આરોપ લાગ્યો છે. હોલીવુડ ફિલ્મોમાં પોતાના આર્ટ વર્ક માટે પ્રખ્યાત સાંગ ચોઈએ નાગ અશ્વિનની ફિલ્મ પર તેમની આર્ટ વર્કનો પરવાનગી વગર ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. માર્વેલ, ડિઝની અને વોર્નર બ્રધર્સ જેવા સ્ટુડિયો સાથે કામ કરનાર સુંગ ચોઈ નામના આર્ટ વર્કર, કલ્કી 2898 એડીનું ટ્રેલર રિલીઝ થયા પછી તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની 10 વર્ષ જૂની કળાની તસવીર શેર કરી અને કલ્કિ 2898 એડીનું પ્રારંભિક દ્રશ્ય સમાનતા દર્શાવે છે. પોસ્ટ શેર કરતા ચોઈએ લખ્યું કે, પરવાનગી વગર મારા આર્ટ વર્કનો ઉપયોગ કરવો ખોટું છે. ક્યારેક મને આ નિષ્ક્રિય વાતાવરણમાં કળા કરવા અંગે પ્રશ્ન થવા લાગ્યો છે.

(6:21 PM IST)