<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

OTT પર ધમાકેદાર રહેશે જુલાઇ ! એકને ચડે તેવી એક ૭ સીરિઝ/ફિલ્‍મ થશે રીલીઝ

‘મિર્ઝાપુર સીઝન ૩', કમાન્‍ડર કરણ સક્‍સેના, શો ટાઈમ પાર્ટ ૨, પેલે, સ્‍વીટ હોમ સીઝન ૩ અને એલિટ સીઝન ૮નો સહિતનો સમાવેશ થાય છે

મુંબઇ, તા.૧: ૧. મિર્ઝાપુર સિઝન ૩, જુલાઈના મનોરંજનની શરૂઆત મિર્ઝાપુર સીઝન ૩ થી થવા જઈ રહી છે. તેના ટ્રેલરે પહેલેથી જ હલચલ મચાવી દીધી છે અને ચાહકો તેના માટે ખૂબ જ ઉત્‍સાહિત છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં રિલીઝ થનારી આ સિઝન તેના પુરોગામીની જેમ રોમાંચક અને એક્‍શનથી ભરપૂર હશે.

૨. રૈપ ગીત રાગા દ્વારા ગાયું : વેબ સિરીઝ ‘મિર્ઝાપુર'નું ટાઈટલ ટ્રેક રિલીઝ થઈ ગયું છે. આ રૈપ ગીત રાગા દ્વારા ગાયું છે જેમાં ‘મિર્ઝાપુર ૩'ની વાર્તા કહેવામાં આવી છે.

૩. કમાન્‍ડર કરણ સક્‍સેના : ડિઝની+ હોટસ્‍ટાર પર એક નવી સ્‍પાય એક્‍શન ક્રાઈમ મિસ્‍ટ્રી વેબ સિરીઝ આવી રહી છે આ સિરીઝ એક RAW એજન્‍ટની વાર્તા છે જે ભારત સરકારના કેટલાક ભ્રષ્ટ નેતાઓનો સામનો કરે છે. ૮મી જુલાઈથી શરૂ થતી આ સિરીઝમાં આપણને સઘન એક્‍શન અને રસપ્રદ ડ્રામા જોવા મળશે.

૪. શો ટાઇમ પાર્ટ ૨: ડિઝની+ હોટસ્‍ટાર શૉટાઇમનો બીજો ભાગ લઈને આવી રહી છે, જે જાન્‍યુઆરીમાં રિલીઝ થઈ હતી, જેમાં બૉલીવુડ અભિનેતા ઈમરાન હાશ્‍મી મુખ્‍ય ભૂમિકામાં હતા અને બાકીના એપિસોડ ૧૨ જુલાઈથી ઉપલબ્‍ધ થશે.

૫. પીલઃ નવી હિન્‍દી ક્રાઈમ સસ્‍પેન્‍સ થ્રિલર પીલ ૧૨ જુલાઈએ Jio સિનેમાના OTT પ્‍લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. તેમાં રિતેશ દેશમુખ મુખ્‍ય ભૂમિકામાં છે અને વાર્તા ભારતમાં નકલી દવાઓના મુદ્દા પર આધારિત છે. રિતેશ દેશમુખ એક એવા ડૉક્‍ટરની ભૂમિકામાં છે જે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવા જઈ રહ્યો છે.

૬. સ્‍વીટ હોમ સીઝન ૩: સ્‍વીટ હોમની ત્રીજી સીઝન ૧૯ જુલાઈએ Netflix પર રિલીઝ થવા જઈ રહી છે તે એક સાય-ફાઈ ફેન્‍ટસી એડવેન્‍ચર હોરર સિરીઝ છે.

૭. એલિટ સીઝન ૮: આખરે એલિટની આઠમી સિઝન નેટફિ્‌લક્‍સ પર ૨૬ જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. આ એડલ્‍ટ રોમેન્‍ટિક ક્રાઇમ મિસ્‍ટ્રી થ્રિલર સિરીઝ તેના જટિલ પ્‍લોટ અને પાત્રો માટે જાણીતી છે આ સિઝનમાં આપણે જૂના પાત્રોની વાર્તા આગળ વધી રહી છે અને નવા ગુનાઓ જાહેર થતા જોઈશું.

(10:40 AM IST)