News of Wednesday, 3rd July 2024
દર્શકોને શ્રેય આપી રહી છે તાપસી

અભિનેત્રી તાપસી પન્નુએ અનેક મહિલા પ્રધાન ફિલ્મો કરી છે. તે કહે છે આવી ફિલ્મો વધુ બની રહી છે એનું શ્રેય હું દર્શકોને આપીશ. તાપસી એવા રોલ કરે છે જે નારીશક્તિને દેખાડે છે. તેણે ‘થપ્પડ'માં એક એવી હાઉસવાઇફનો રોલ કર્યો હતો જે ડિવૉર્સ એટલા માટે લેવા માગે છે, કેમ કે તેના હસબન્ડે તેને તમાચો માર્યો હોય છે. તાપસીએ એક સ્પોર્ટ્સ ડ્રામા ‘રશ્મિ રૉકેટ'માં ઍથ્લીટનો રોલ કર્યો હતો. ‘શાબાશ મિઠુ'માં ક્રિકેટરની લાઇફને સાકાર કરી હતી. આવી રીતે તેણે મહિલાઓની સફળતા અને તેમના સંઘર્ષને વિવિધ રોલ દ્વારા ફિલ્મોમાં દેખાડી હતી. તે કહે છે દર્શકોને મહિલા પ્રધાન ફિલ્મો જોવી ગમે છે. દર્શકોમાં આવેલા આ પરિવર્તને મારામાં આત્મવિશ્વાસ વધાર્યો છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
