News of Wednesday, 10th July 2024
રશ્મિકા ઉત્સાહિત છે ‘સિકંદર' માટે

સાઉથની સુંદરી રશ્મિકા મંદાના બોલીવૂડમાં પણ કામ કરી રહી છે. અહિ પણ તેણે ખુબ મોટો ચાહક વર્ગ બનાવી લીધો છે. હાલમાં સોૈ કોઇ તેની અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ પુષ્પા-૨ની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ પંદરમી ઓગષ્ટે રિલીઝ થશે. આ દરમિયાન રશ્મિકાએ બોલીવૂડને વધુ એક ફિલ્મ સ્વીકારી છે. એનિમલમાં રણબીર કપૂર સાથે કામ કર્યા પછી હવે તે અહિ સલમાન ખાન સાથે કામ ‘સિકંદર' નામની ફિલ્મ કરી રહી છે. સાજિદ નડિયાદવાલાએ રશ્મિકા મંદાનાને આ ફિલ્મની સ્ટોરી સંભળાવી ત્યારે એકટ્રેસ આ રોલને લઇને ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ. તેણે તરત જ ફિલ્મ કરવા માટે હા પાડી દીધી હતી. આ ફિલ્મ આવતા વર્ષે ઇદ પર આવશે. ફિલ્મ માટે ખુબ ઉત્સાહિત છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
