News of Thursday, 11th July 2024
આ મહિને જ આવશે ‘ખતરો કે ખિલાડી'

સ્ટન્ટ બેઝ ટીવી શો ખતરો કે ખિલાડીની ચોૈદમી સીઝનનું શુટીંગ સમાપ્ત થઇ ગયું છે. રોમાનીયામાં આ શોનું શુટીંગ ખતમ થતાં ભાગ લઇ રહેલા કન્ટેસ્ટન્ટ મુંબઇ પહોંચ્યા હતાં. શાલીન ભનોટ, અભિષેક કુમાર, કૃષ્ણા શ્રોફ, નિમરત કોૈર અહલુવાલીયા સહિતના તેમાં સામેલ હતાં. શોમાં અદિતી શર્મા, કરણવીર મેહરા, સુમોના ચક્રવર્તી, ગસ્મીર મહાજની, શીલ્પા શિન્દે, કરનવીર શર્મા સહિતે ભાગ લીધો છે. આ શો આ મહિનાના અંતમાં જ ટીવી પરદે રિલીઝ થશે. હોસ્ટ તરીકે વધુ એક વખત રોહિત શેટ્ટી જોવા મળશે. આ વખતે ડરનો ડબલ ડોઝ અપાયો હોય તેવું પ્રોમો જોતાં લાગે છે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
