<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

અલગ દુનિયામાં લઇ જશે જ્‍હાન્‍વીની ‘ઉલઝ'

જ્‍હાન્‍વી કપૂરની ફિલ્‍મ ઉલઝ આવી આવી ચુકી છે. ફિલ્‍મનું ટ્રેલર રિલીઝ થતાં જ ચાહકો ઉત્‍સાહમાં આવી ગયા હતાં ફિલ્‍મમાં જ્‍હાન્‍વી સાથે ગુલશન દેવૈયા અને રોશન મેથ્‍યુ મુખ્‍ય ભુમિકામાં છે. રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા સુધાંશુ સરીયા દ્વારા નિર્દેશીત આ ફિલ્‍મ દર્શકોને અલગ જ દુનિયામાં લઇ જશે. ફિલ્‍મમાં જ્‍હાન્‍વીએ સુહાના નામનું પાત્ર ભજવ્‍યું છે. તે લંડનના દુતાવાસમાં પોતાના મહત્‍વપુર્ણ કાર્ય વખતે એક વિશ્વાસઘાતી વ્‍યક્‍તિના કાવત્રામાં ફસાઇ જાય છે. તે કઇ રીતે આ જટીલતામાંથી બહાર નીકળે છે? તે જોવા મળશે. જ્‍હાન્‍વીનો અભિનય અને એકશન દર્શકોને રોમાંચની દુનિયામાં લઇ જશે. તેવો નિર્માતાઓનો દાવો છે. આજથી આ ફિલ્‍મ રિલીઝ થઇ છે.

(10:10 AM IST)