<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

સલમાન ખાનને સોફા પરથી ઊઠવામાં તકલીફ થઈ તો ફેન્‍સની ચિંતા વધી ગઈ

વિડિયો સોશ્‍યલ મીડિયામાં વાઇરલ

મુંબઇ, તા.૩૧: સલમાન ખાન બુધવારે વરલીમાં આવેલા સરદાર પટેલ સ્‍ટેડિયમના ડોમમાં આયોજિત ઇકો-ફ્રેન્‍ડ્‍લી ગણેશ ઇવેન્‍ટમાં સામેલ થયો હતો. એ ઇવેન્‍ટમાં સોનાલી બેન્‍દ્રે પણ હાજર હતી. ૫૮ વર્ષનો સલમાન સોફા પર બેઠો હતો અને સોનાલીને મળવા માટે તેને ઊભા થવાનું હતું, પરંતુ એમાં તેને તકલીફ થઈ હતી. એ વિડિયો સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થયો છે. એ જોઈને સલમાનના ફૅન્‍સ ચિંતિત થઈ ગયા છે. લોકો વિવિધ કમેન્‍ટ્‍સ કરી રહ્યા છે કે તેની હવે ઉંમર વધી રહી છે. કોઈ કહી રહ્યું છે કે કોઈ વસ્‍તુ કાયમ નથી રહેતી, લેજન્‍ડની ઉંમર થઈ ગઈ છે. તો એકે સલમાનનો પક્ષ લેતાં કમેન્‍ટ કરી કે બની શકે છે સોફા એટલો સૉફ્‌ટ હોય કે બેસવામાં અને ઊભા થવામાં તકલીફ થાય. બાદમાં તો સલમાને ડાન્‍સ પણ કર્યો હતો.

(9:36 AM IST)