<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અસામાન્ય શિયાળો રેકોર્ડ તોડવા ધસમસતો આવી રહ્યો છે: લાંબો ચાલશે: 'લા નીના'ની આકરી અસર, ગુજરાત-મહારાષ્ટ્ર સુધી ધ્રુજારી અનુભવાશે; વિશ્વ હવામાન સંઘની ચેતવણી:ચિલ્લાઈ કલાન'નો સમયગાળો બનશે અતિશય આકરો: કાશ્મીરમાં શિયાળાનો સૌથી કઠોર ૪૦ દિવસનો 'ચિલ્લાઈ કલાન', તરીકે ઓળખાતો સમયગાળો, જે ૨૧ ડિસેમ્બરથી શરૂ થાય છે, તેમાં આ વખતે 'લા નીના'ની ચરમસીમા સાથે અત્યંત કાતિલ ઠંડી પડવાની આશંકા : ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના મોજાંની આગાહી: જેની લહેર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પહોંચવા સંભાવના: કેટલાક અહેવાલો મુજબ, આ શિયાળો છેલ્લા ૧૧૦ વર્ષનો ત્રીજો સૌથી ઠંડો શિયાળો સાબિત થઈ શકે છે:હિમાલયના પહાડી વિસ્તારોમાં વધુ ભારે હિમવર્ષા થવાની સંભાવના: હિમાલયનો ૮૬% હિસ્સો બરફથી ઢંકાઈ શકે છે: તાપમાન સામાન્ય કરતાં ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જઈ શકે છે10:08 PM IST

શું આપ અને બાપે ભેગા મળીને ખેડૂતોને જ બારોબાર ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્‍યુ છે ? પરેશ ધાનાણી : કમોસમી વરસાદ વરસતા સહાયની માંગ સાથે ખેડૂતોની વ્‍હારે અમરેલીના પૂર્વ ધારાસભ્‍ય અને વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા તથા કોંગ્રેસના ધુરંધર તેજાબી વકતા આવ્‍યાઃ ખેડૂતોના હિતમાં અને ખેડૂતોને ન્‍યાય મળે તે માટે અમરેલી જિલ્લામાં જુદા જુદા સ્‍થળોએ એક સપ્તાહ માટે ‘ખેતી બચાવો સત્‍યાગ્રહ' પ્રતીક ધરણા : કમોસમી માવઠાની મોકાણથી તમામ પાક ઉપજો સંપૂર્ણ નાશ પામ્‍યો છતાંય પાક નુકસાનીના વળતર પેટે જો માત્ર રૂ. ૮,૦૦૦/- જેટલી સરકારી ભીખ ચૂકવાય તોય દાદાના દરબારમા ઉઘાડા પગે હાલીને મુજરો કરવાની ‘આપ'ની જાહેરાત કેટલી યોગ્‍યઃ પરેશ ધાનાણી : કમોસમી માવઠાની મોકાણથી ખેતી બચાવો સત્‍યાગ્રહના માધ્‍યમથી ગુજરાત રાજ્‍યની ભાજપ સરકાર પાસે માંગણીઃ સત્‍વરે લીલો દુષ્‍કાળ જાહેર કરાવો, ખેતીનુ સંપૂર્ણ પાક ધીરાણ માફ કરાવો, પાક નુકસાનીનુ સત્‍વરે વળતર ચૂકવો,નકલી ખાતર-બિયારણ ઉપર તવાઈ લાવો, ખેત ઓજારો રાહત દરે ઉપલબ્‍ધ કરાવો, સેટેલાઈટથી જમીન માપણી રદ કરાવો 11:50 AM IST

સર્વે પૂર્ણ થતાવેંત રાહત સહાય પેકેજ જાહેર કરાશેઃ ભુપેન્‍દ્રભાઇ પટેલ : મુખ્‍યમંત્રી કમોસમી વરસાદથી અસરગ્રસ્‍ત ગીર સોમનાથ જીલ્લાના વિસ્‍તારોના ખેડૂતોની પડખે ઉભા રહ્યાઃ પાક નુકસાનીનું સ્‍થળ-સ્‍થિતિનું નિરીક્ષણ કર્યુ - ધરતી પુત્રોની વિતક સંવેદનાપૂર્વક સાંભળી : રાજ્‍યમાં કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલી નુકસાનીના સર્વે માટે મુખ્‍યમંત્રીના દિશાનિર્દેશમાં યુદ્ધના ધોરણે સર્વેની કામગીરીઃ રાજ્‍યના : લગભગ ૭૦ ટકા જેટલા અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં સર્વેની કામગીરી પૂર્ણ - ૪૮૦૦થી વધુ ટીમો સર્વે કામગીરીમાં જોડાઈઃ બાકીના અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં સર્વે કામગીરી પૂર્ણ કરવા સમગ્ર તંત્ર ૨૪×૭ કાર્યરત અર્જુનભાઇ મોઢવાડીયા, ડો.પ્રદ્યુમનભાઇ વાજા, કોૈશિકભાઇ વેકરીયાની ઉપસ્‍થિતી12:12 PM IST

કરોડોના સાયબર ફ્રોડ : સુરત સાયબર ક્રાઈમે બનાસકાંઠા પંથકમાં : વિશેષ ઓપરેશનમાં માસ્‍ટર માઈન્‍ડ પરેશ મોદીને ઝડપી લીધો દેશભરમાં ૧૭૯ ગુન્‍હા દાખલ, ૧૦૬ ખાતાઓ મળ્‍યા, ૬૯ વર્ચ્‍યુલ શંકાસ્‍પદ નંબરોની સઘન તપાસ, આખું ગુજરાત હચમચી જાય તેવું ડીસીપી બિશાખા જૈનના નેતળત્‍વ હેઠળની ટીમની તપાસમાં ખુલ્‍ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સમક્ષ સેન્‍ટ્રલ એજન્‍સીઓ દ્વારા વ્‍યક્‍ત થયેલ આશંકા આધારે સીપી દ્વારા જોઇન્‍ટ સીપી ક્રાઇમના માર્ગદર્શનમાં ૧૦ ટીમો દ્વારા આ પહેલા અન્‍ય આરોપીઓને સકંજામાં લેવડાવ્‍યા છે, વધુ એક સફળતા સૌરાષ્‍ટ્ર કનેક્‍શન પણ ખૂલ્‍યું... એસીપી શ્વેતા ડેનિયલ વિગેરે એકશન મોડમાં, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એમ સી.નાયક ટીમને મોટી સફળતા..સીપી દ્વારા અભિનંદન3:46 PM IST