News of Thursday, 19th September 2024
દિવાળીએ બોક્સઓફિસ પર ધમાકો :‘સિંઘમ અગેઇન’ની રિલીઝ થશે
હવે ‘ભૂલભુલૈયા 3’ પોતાની રિલીઝ-ડેટ આગળ-પાછળ ન કરે તો દિવાળી પર આ મહાયુદ્ધ થઈને જ રહેશે

મુંબઈ : ‘સ્ત્રી 2’ની સફળતાને પગલે એના પ્રકારની જ અને સફળ ફ્રૅન્ચાઇઝીની ફિલ્મ ‘ભૂલભુલૈયા 3’ સાથે ટક્કર ટાળવા રોહિત શેટ્ટી ‘સિંઘમ અગેઇન’ને પોસ્ટપોન કરશે એવી ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. લેટેસ્ટ વાત એ જાણવા મળી છે કે ‘સિંઘમ અગેઇન’ની રિલીઝ ટળવાની નથી અને એ દિવાળી પર જ આવવાની છે. એટલે જો હવે ‘ભૂલભુલૈયા 3’ પોતાની રિલીઝ-ડેટ આગળ-પાછળ ન કરે તો દિવાળી પર આ મહાયુદ્ધ થઈને જ રહેશે.
‘સિંઘમ અગેઇન’ આમ તો ૧૫ ઑગસ્ટની આસપાસ આવવાની હતી, પણ ફિલ્મનું કામ થોડુંક બાકી હોવાથી એની રિલીઝ-ડેટ પાછળ ઠેલાઈ હતી.
‘સિંઘમ અગેઇન’માં અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ, અર્જુન કપૂર અને જૅકી શ્રોફ છે. ‘ભૂલભુલૈયા 3’માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
