News of Friday, 20th September 2024
‘ધ નાઈટ મેનેજર' વેબ સીરિઝ હોલીવૂડ એમી એવોર્ડ્સ માટે નોમિનેટ
ફિલ્મમાં અનિલ કપૂર અને આદિત્ય કપૂર સાથે શોભિતા ધુલીપાલા, તિલોત્તમા શોમય, શાશ્વત ચેટર્જી અને જગદીશ રાજપુરોહિત જેવા કલાકારો જોવા મળ્યા હતા

મુંબઈ, તા.૨૦ : અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સ્ટારર ઓટીટી સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ ગયા વર્ષે ૨૦૨૩માં હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. લોકોને આ સીરિઝ ઘણી પસંદ આવી. હવે આ સિરીઝને ‘ઈન્ટરનેશનલ ઍમી ઍવોર્ડ્સ ૨૦૨૪’માં નોમિનેટ કરવામાં આવી છે. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રસારિત કરવામાં આવી હતી. ફિલ્મમાં અનિલ કપૂર અને આદિત્ય કપૂર સાથે શોભિતા ધુલીપાલા, તિલોત્તમા શોમય, શાશ્વત ચેટર્જી અને જગદીશ રાજપુરોહિત જેવા કલાકારો જોવા મળ્યા હતા.
હોટસ્ટારની આ સિરીઝ બ્રિટિશ ટીવી શોથી પ્રેરિત છે જે સંદીપ મોદી અને શ્રીધર રાઘવન દ્વારા બનાવવામાં આવી છે. આ સિરીઝની વાર્તા બ્રિટિશ નવલકથા ‘જ્હોન લે કેરે’ અને ટીવી શો ધ નાઈટ મેનેજરથી પ્રેરિત છે. આ સિરીઝમાં અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂરને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ધ ઈન્ટરનેશનલ ઍકેડેમી ઓફ ટેલિવિઝન આર્ટસ ઍન્ડ સાયન્સના સીઈઓ બ્રુસ ઍલ પેસનેરે આની જાહેરાત કરી છે. આ સિરીઝ ભારત દ્વારા નોમિનેટ કરવામાં આવી છે. આ સિરીઝ હવે અન્ય દેશોની વાર્તાઓ સાથે સ્પર્ધા કરશે. હવે જોવાનું ઍ રહે છે કે આ સિરીઝ ઍમી ઍવોર્ડ જીતી શકશે કે નહીં.
આખી દુનિયામાં પોતાની સ્ટેન્ડઅપ કોમેડી ફેલાવનાર કોમેડિયન વીર દાસ આ ઍવોર્ડ શોને હોસ્ટ કરવા જઈ રહ્ના છે. વીર દાસ ગયા વર્ષે આ ઍવોર્ડ પણ જીતી ચૂક્યા છે. અભિનેતા, કોમેડિયન અને દિગ્દર્શક વીર દાસ આ શોને હોસ્ટ કરતા જોવા મળશે. વીર દાસ આંતરરાષ્ટ્રીય હિટ સેલિબ્રિટી છે. બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યા બાદ વીર દાસે હોલીવુડની દુનિયામાં પોતાની ઍક ખાસ ઓળખ બનાવી છે. વીર દાસ આ સિરીઝને હોસ્ટ કરતા જોવા મળશે..
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
