News of Wednesday, 25th September 2024
ઉર્મિલા માતોંડકરે છુટાછેડા લેવાનો નિર્ણય લીધો

મુંબઇ, તા.૨૫: બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે મુંબઈ કોર્ટમાં પતિ મોહસિન અખ્તર મીર સાથે છુટાછેડા માટે અરજી દાખલ કરી છે અભિનેત્રીએ લગ્નના આઠ વર્ષ બાદ નિર્ણય લીધો છે.
જો કે છુટાછેડા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. બસ એટલું કહેવાય છે કે અભિનેત્રીએ ખૂબ જ વિચાર્યા બાદ આ નિર્ણય લીધો છે અને મુંબઈ કોર્ટમાં છુટાછેડા માટે અરજી દાખલ કરી છે. આપને જણાવી દઈએ કે, અભિનેત્રીએ વર્ષ ૨૦૧૬માં લગ્ન કર્યા હતા. તે સમયે તેમના લગ્નને લઈને ખૂબ જ ચર્ચા થઈ હતી.
રંગીલા, જુદાઈ, સત્ય, ભારતીય જેવી ઘણી હિટ ફિલ્મો આપનાર ઉર્મિલા માતોંડકર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તેણે ફેબ્રુઆરી ૨૦૧૬માં કાશ્મીરના રહેવાસી મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા હતા.
તે સમયે મોહસીન અને ઉર્મિલા વચ્ચે ઉંમરમાં ૧૦ વર્ષનો તફાવત હતો. મોહસીન ઈસ્લામનો અનુયાયી છે અને ઉર્મિલા મુંબઈની હિંદુ રહેવાસી છે, જ્યારે બંનેએ લગ્ન કર્યા ત્યારે તેમના ધર્મને લઈને સવાલો ઉભા થયા હતા. જો કે, ઉર્મિલાએ આ બધી બાબતોને અવગણીને મોહસીનને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો.
ઉર્મિલા અને મોહસીન ૮ વર્ષથી સાથે રહ્યા હતા, આ દંપતીને કોઈ સંતાન નથી. તેમના છૂટાછેડાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે, તે કેટલું સાચું છે અને તેની પાછળનું કારણ શું છે તે જાણવાનું બાકી છે.
મોહસિન અખ્તર કાશ્મીરના બિઝનેસમેન અને મોડલ છે. તેની અને ઉર્મિલા માતોંડકરની પહેલી મુલાકાત ૨૦૧૪માં ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ભત્રીજાના લગ્નમાં થઈ હતી. તે સમયે ઉર્મિલા અને મોહસિન અમળતસરના ગોલ્ડન ટેમ્પલમાં સાથે જોવા મળ્યા હતા. ત્યાર બાદ બંનેને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
