News of Friday, 11th October 2024
ત્રીસ વર્ષ ફિલ્મોમાં કામ કર્યા બાદ રાજપાલ યાદવનું સપનુ થયું પુરું!

મુંબઇ તા. ૧૧: નેવુના દસકમા઼ રાજપાલ યાદવે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્રીસ વર્ષમાં તેણે અનેક પાત્રો નિભાવ્યા છે. પોતાના દરેક પોત્રામાં તેણે જીવ રેડી દીધો હતો. બોલીવૂડમાં કોમેડીનો તે બેતાજ બાદશાહ બની ગયો હતો. શૂલ ફિલ્મ દ્વારા રાજપાલે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. એ પછી હંગામા, ચુપકે ચુપકે, હેરાફેરી, વક્ત જેવી કમાલની ફિલ્મો કરીહ તી. ભૂલભુલૈયામાં છોટઠા પંડિત બનીને તેણે ખુબ વાહવાહી મેળવી હતી. હવે રાજપાલ ભૂલભુલૈયા-૩ દ્વારા ફરી છોટા પંડિતના રોલમાં જોવા મળશે. બોલીવૂડની લગભગ તમામ સુપરસ્ટાર હિરોઇન સાથે કામ કરી ચુકેલા રાજપાલ યાદવની એક ઇચ્છા હજુ સુધી અધુરી હતી. જે ભૂલભુલૈયા-૩ દ્વારા પુરી થઇ જશે. આ ફિલ્મમાં રાજપાલ યાદવને માધુરી દિક્ષીત સાથે કામ કરવાની તક મળતાં તેનુ સપનુ સાકાર થયું છે. રાજપાલ કહે છે બધાની જેમ જ ફિલ્મોમાં આવ્યા પછી મારુ પણ એક જ સપનુ હતું કે હું માધુરી દિક્ષીત સાથે કામ કરુ. હવે ત્રીસ વર્ષ બાદ મારુ આ સપનુ પુરુ થઇ રહ્યું છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
