<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

લગ્નના 12 વર્ષ બાદ અભિનેત્રી રાધિકા આપ્ટે બનશે માતા, ફ્લૉન્ટ કર્યું બેબી બમ્પ

રાધિકા આપ્ટેએ ચાહકોને બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીરો બતાવીને ખુશખબરી આપી:રાધિકા માતા બનશે :તેની તસવીરો વાયરલ

મુંબઈ : અભિનેત્રી રાધિકા આપ્ટેએ ચાહકોને બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીરો બતાવીને ખુશખબરી આપી છે. રાધિકા માતા બનવાની છે અને તેની તસવીરો વાયરલ થઈ રહી છે.

રાધિકા આપ્ટેના ઘરે ટૂંક સમયમાં જ ખુશખબરી આવવાની છે. લગ્નના 12 વર્ષ બાદ રાધિકા માતા બનવાની છે. તેણે બેબી બમ્પ ફ્લૉન્ટ કરીને તસવીરો શૅર કરી છે જેને જોઈને દરેક જણ ચોંકી ઉઠ્યું છે. રાધિકાની આ તસવીરો જોઈને ચાહકો તેમને સોશિયલ મીડિયા પર અનેક વધામણીઓ આપી રહ્યા છે. રાધિકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

રાધિકા આપ્ટે 16 ઑક્ટોબરના રોજ બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં સિસ્ટર મિડનાઈટ ફિલ્મની સ્ક્રીનિંગ અટેન્ડ કરવા ગઈ હતી. જ્યાં તેણે બેબી બમ્પ સાથે આવીને દરેકને ચોંકાવી દીધા.

ફોટો શેર કરતી વખતે રાધિકાએ લખ્યું- સિસ્ટર મિડનાઈટ યુકે પ્રીમિયર. તેણે પોતાની પોસ્ટમાં પ્રેગ્નન્સીનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. તેણે માત્ર ફિલ્મ વિશે લખ્યું હતું. રાધિકાએ તેના કેટલાક સિંગલ ફોટો શેર કર્યા છે અને કેટલાકમાં તે રેડ કાર્પેટ પર કાસ્ટ અને ક્રૂ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. ચાહકો રાધિકાને તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે. એક ફેને લખ્યું- OMG રાધિકા પ્રેગ્નન્ટ છે, અભિનંદન. જ્યારે બીજાએ લખ્યું- ગર્ભાવસ્થા અને પ્રીમિયર માટે અભિનંદન. એકે લખ્યું- અભિનંદન રાધિકા, તું ખૂબ જ સુંદર લાગી રહી છે.

રાધિકાના લુકની વાત કરીએ તો તેણે બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. તેણે સિમ્પલ બન સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. રાધિકાનો આ લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. રાધિકાના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેણે બ્રિટિશ વાયોલિનવાદક અને સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા છે. બંને પોતાનો સમય મુંબઈ અને લંડન વચ્ચે વહેંચે છે. રાધિકાને તેના અંગત જીવન વિશે વધુ વાત કરવાનું પસંદ નથી.

(2:05 PM IST)