<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

સોનમે પહેરેલું આ ટોપ બન્‍યું છે લાલ અને મુલતાની માટીમાંથી

આ સુપરહિટ એથ્‍નિકવેઅરમાં તેનો લેહંગો અને દુપટ્ટો ખાદીના છે

મુંબઇ, તા.૨૮: સોનમ કપૂરને બૉલીવુડની નંબર વન ફૅશનિસ્‍ટા અમથી નથી કહેવાતી. સોનમે ઍક્‍ટિંગમાં કે સોનમની ફિલ્‍મોએ બૉક્‍સ-ઑફિસ પર ભલે ખાસ કોઈ ધૂમ ન મચાવી હોય, પણ ફૅશન-સેન્‍સમાં સોનમને કોઈ ન પહોંચે. આ વાતનો સોનમે ફરી પરચો આપી દીધો છે.

શનિવારે રાત્રે સોનમે વિખ્‍યાત ફૅશન-ડિઝાઇનર જોડી અબુ જાની-સંદીપ ખોસલાની દિવાલી પાર્ટીમાં હાજરી આપી હતી અને આ પાર્ટીના તેના લુકે બધાને આશ્‍ચર્યચકિત કરી દીધા છે. આ પાર્ટીમાં સોનમે ખાદીનો વાઇબ્રન્‍ટ ઑરેન્‍જ કલરનો લેહંગો અને ગોલ્‍ડન બૉર્ડરવાળો ખાદીનો દુપટ્ટો પહેર્યો હતો, પણ તેણે જે ટૉપ પહેર્યું હતું એ ગેમ-ચેન્‍જર હતું. સોનમે જે ટૉપ પહેર્યું હતું એ કર્ણાટકની લાલ માટી અને મુલતાની માટીમાંથી બનાવવામાં આવ્‍યું છે. આ પ્રકારના ટૉપને ‘બોડી ઑર્નામેન્‍ટ' કહેવાય છે. સોનમે આ ટૉપ પહેરીને એથ્‍નિકવેઅરના એક નવા જ પ્રકારનો પ્રચાર-પ્રસાર કર્યો છે. તે કહે છે, ‘આ આઉટફિટ ભૂમિ એટલે કે આપણે જ્‍યાંથી આવ્‍યા છીએ એ ધરતી સાથેના આપણા જોડાણને સેલિબ્રેટ કરે છે.' સોનમનો આ દિવાલી ડ્રેસ, ડ્રેસ સાથે તેણે પહેરેલી આકર્ષક જ્‍વેલરી ખરેખર એક અલગ જ લુક રજૂ કરે છે.

(11:50 AM IST)