<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કોઈ ચમત્‍કાર નહિ થાય તો ગુજરાતમાં હેલ્‍મેટ કાયદાનો પોલીસ દ્રઢતાપૂર્વક અમલ કરાવશે : સંસ્‍કારી નગરીથી પ્રારંભ મુખ્‍ય પોલીસ વડા વડોદરા પોહચી વિશાળ માર્ગ સુરક્ષા રેલીમાં પોલીસ કમિશનર સાથે જોડાયા, એસઆરપી, પોલીસ, હોમગાર્ડ, વિવિધ સંસ્‍થાઓ પણ જોડાઈ,લોકોને જાતે હેલ્‍મેટ પહેરાવી શપથ પણ પોલીસ મહાનિર્દેશક દ્વારા લેવડાવવા સાથે ગુજરાતના લોકોને સંદેશો પણ પાઠવ્‍યો.. એક જ લીટીમાં કહેવું હોય તો આનો સીધો અને સ્‍પષ્ટ સંકેત છે કે વડોદરામાં આખા ગુજરાતની કાયદો વ્‍યવસ્‍થાનું સુપરવિઝન સંભાળી ચૂકેલા, નિયમોના ચુસ્‍ત આગ્રહી, એવા મુખ્‍ય પોલીસ વડા સાથે સંકલન જાળવવા માટે જાણીતા નરસિંહમાં કોમાર જેવા ips હોવાથી રાજ્‍યમાં આ પહેલ વડોદરાથી કરી, ક્રમશઃ આખા રાજ્‍યમાં જાગળતિ અભિયાન માટે રણનીતિ ઘડવામાં આવી છે2:31 PM IST

નામચીન ઇમ્તિયાઝ ઉર્ફ લાલાના ત્રાસથી સોશિયલ મિડીયા ઇન્ફલુઍન્સર ઝન્નત મીર (સમા)ઍ કર્યો આપઘાતનો પ્રયાસ : રાજકોટ જંકશન પ્‍લોટ હંસરાજનગરમાં માતા સાથે રહેતી ઝન્‍નત ચાર મહિના પહેલા માનેલા ભાઇ મારફત ગુજસીટોકના આરોપી ઇમ્‍તિયાઝના સંર્પકમાં આવતાં પ્રેમ થયો હતોઃ પણ બે મહિનામાં જ તે ત્રાસી જતાં તેને છોડી દીધોઃ ધરાર સંબંધ રાખવા સતત ધમકાવતો હોવાનો આરોપ ફિનાઇલ પી લેતાં સારવાર લેવી પડીઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ઇમ્‍તિયાઝની શોધખોળ હાથ ધરીઃ સ્‍યુસાઇડ નોટ, વિડીયોમાં ચોંકાવનારા આક્ષેપો એની સાથે પ્રેમમાં પડી એ મારી મોટી ભુલ, મારા કારણે હવે તે ઘરે આવી તને પણ ગાળો આપે છેઃ ઇમ્‍તિયાઝે અગાઉ મને રોડ પર મારી હતી, સતત ધમકીઓ આપે છેઃ મા મને માફ કરી દેજે2:38 PM IST