News of Saturday, 2nd November 2024
'સિંઘમ અગેઈન' અને 'ભૂલ ભુલૈયા 3' ના બમ્પર ઓપનિંગ વચ્ચે 'Pushpa 2' નું ધમાકેદાર એડવાન્સ બુકિંગ, 1 કલાકમાં જ 42 લાખ રુપિયાથી વધુની ટિકિટો વેચાઈ

અજય દેવગણની ફિલ્મ 'સિંઘમ અગેઈન' 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. તેની સાથે જ રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભૂલૈયા પણ તેને બરાબરીની ટક્કર આપી રહી છે. ત્યારે આજે જ સાઉથની ફિલ્મ પુષ્પા 2 કે જે 5 ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. તેની અત્યારથી એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.
'પુષ્પા 2' નું એડવાન્સ બુકિંગ શરૂ
અત્યારે બે ફિલ્મો સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે તેમાં પુષ્પા 2 ના એડવાન્સ બુકિંગથી માહોલ ગરમ થઈ રહ્યો છે. કારણ કે માત્ર કલાકોમાં જ ફિલ્મની હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. તે જોતા આ ફિલ્મ બોક્સ, ઓફિસ પર રેકોર્ડ તોડી નાખશે તેવી લાગી રહ્યું છે.
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા આ વર્ષે સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. હાલ ફિલ્મ ફાઈનલ સ્ટેજમાં છે. અને તેના બાદ તેનું પ્રમોશન શરૂ થશે. હજી એક સ્પેશિયલ સોંગ પણ શૂટ કરવાનું બાકી છે. જો કે આ પહેલા જ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાં તેનો લોકોમાં એટલો ક્રેઝ છે કે કલાકોમાં જ હજારો ટિકિટો વેચાઈ ગઈ.
કલાકોમાં વેચાઈ ગઈ લાખોની ટિકિટ..
123 તેલુગુએ તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે ઉત્તર અમેરિકામાં પુષ્પા 2નું બુકિંગ 5 નવેમ્બરથી શરૂ થશે. પરંતુ ત્યાંની થિયેટર ચેઈનોએ બુકિંગ શરૂ થાય તે પહેલા જ પોતાનું બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક કલાકની અંદર 50 હજાર ડોલર એટલે કે લગભગ 42 લાખ 6 હજાર 693 રૂપિયાની ટિકિટ બુક થઈ હતી.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
