News of Monday, 4th November 2024
મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની હેલેના લ્યુકનું અમેરિકામાં નિધન

મુંબઈ: અભિનેતામાંથી રાજનેતા બનેલા મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની અભિનેત્રી હેલેના લ્યુકનું અમેરિકામાં નિધન થયું છે. હેલેના લ્યુકે 3 નવેમ્બર (રવિવાર) ના રોજ અંતિમ શ્વાસ લીધા. જો કે તેના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.હેલેનાએ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'મર્દ'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે બ્રિટિશ રાણીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મથી તેને લોકપ્રિયતા મળી હતી. તેના અને મિથુન ચક્રવર્તીના લગ્ન માત્ર ચાર મહિના જ ચાલ્યા હતા.તેની છેલ્લી ફેસબુક પોસ્ટમાં હેલેનાએ લખ્યું, "અજીબ લાગે છે. મારી લાગણી મિશ્રિત છે અને ખબર નથી કેમ, હું મૂંઝવણમાં છું."હેલેનાના મૃત્યુના સમાચારની પુષ્ટિ ડાન્સર-અભિનેત્રી કલ્પના અય્યરે સોશિયલ મીડિયા પર કરી હતી.મિથુન ચક્રવર્તીથી અલગ થયા બાદ હેલેના યુનાઇટેડ સ્ટેટ્સ જતી રહી. અહીં તેણે એરલાઇન ઉદ્યોગમાં કામ કર્યું. હિન્દી સિનેમામાં તેમના યોગદાન માટે તેમને યાદ કરવામાં આવે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેલેનાએ 'દો ગુલાબ', 'આઓ પ્યાર કરીં' અને 'ભાઈ અખિર ભાઈ હોતા હૈ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. હેલેના અને મિથુનના લગ્ન વર્ષ 1979માં થયા હતા, પરંતુ તેમના લગ્ન માત્ર ચાર મહિના જ ચાલ્યા હતા.એક મેગેઝિન સાથેના જૂના ઇન્ટરવ્યુ દરમિયાન, હેલેના લ્યુકે મિથુન ચક્રવર્તી સાથેના ચાર મહિનાના લગ્નને એક અસ્પષ્ટ સ્વપ્ન ગણાવ્યું હતું.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
