તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 6th November 2024
તેની મારપીટ અને ૮ વન નાઇટ સ્ટેન્ડને કારણે છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી
સલમાન સાથેના સંબંધો પર પાક એકટ્રેસ સોમી અલીનો મોટો ખુલાસો

મુંબઇ : પાકિસ્તાની મુળની એકટ્રેસ સોમી અલી બોલીવુડમાં કામ કરી ચૂકી છે. પોતાના અભિનય કરતા સલમાનખાન સાથે પોતાના અફેયરના કારણે તે વધારે ચર્ચામાં રહી છે. હાલમાં જ સોમીએ સલમાન સાથેની પોતાની રીલેશનશીપ અંગે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.
સોમીએ રેડીટ પર હાલમાં જ ‘આસ્ક મી એની થીંગ' સેશન દરમ્યાન પોતાના પ્રશસકોના સવાલોના જવાબો આપ્યા હતાં. એ દરમ્યાન તેણે સલમાનખાન સાથેના પોતાના સંબંધો પર ખુલીને વાત કરી એટલું જ નહીં તેના કેટલાય આક્ષેપો પણ કર્યા. તેણે કહયું કે તે સલમાનખાન સાથેના સબંધોમાં મારપીટથી પરેશાન થઇ ગઇ હતી. આ ઉપરાંત સલમાન ખાનના ૮ નાઇટ સ્ટેન્ડથી પણ થાકી ગઇ હતી. આટલું જ નહીં, તેણે એક એવા નામનો ઉલ્લેખ કર્યો જેને ઐશ્વર્યા રાય સાથે જોડવામાં આવી રહ્યું છે.
સોમી અને સલમાનખાનનો અફેયર ૯૦ના દાયકામાં ચર્ચામાં રહ્યો હતો. સોમીએ સેશન દરમ્યાન ખુલાસો કર્યો કે ૯૦ ના દાયકામાં સલમાનખાનન ૮ વન નાઇટ સ્ટેન્ડના કારણે તેણે બોલીવુડ છોડી દીધું હતું. તેણે કહ્યું, ‘કારણ કે હું સલમાનના એક બે નહીં પણ ૮ વન નાઇટ સ્ટેન્ડથી થાકી ગઇ હતી.' આ ઉપરાંત રોજ રોજની મારમીટ અને દુર્વ્યવહાર પણ સહન નહોતા થતાં. જયારે મારો બોયફ્રેન્ડ ‘એશ' નામની એક છોરીને લઇને આવ્યો ત્યારે મારાથી સહન ના થયું.'
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
