News of Friday, 8th November 2024
દાદાગીરી 2 વિનર નીતિન ચૌહાણનું 35 વર્ષની વયે નિધન: આત્મહત્યા કરી હોવાનો કો -સ્ટાર્સનો દાવો
નીતિન ચૌહાણની ટીવી સિરિયલના તેના સહ કલાકારો સુદીપ સાહિર અને સયંતની ઘોષે તેના નિધનના સમાચારની પુષ્ટિ કરી:એક પૂર્વ કો-સ્ટાર વિભૂતિ ઠાકુરની પોસ્ટ અનુસાર, નીતિને કથિત રીતે આત્મહત્યા કરી લીધી

મુંબઈ :પ્રખ્યાત ટીવી એક્ટર નીતિન ચૌહાણ આપણી વચ્ચે નથી. એક્ટરે કોઈ કારણોસર આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. આ જાણકારી નીતિનના પૂર્વ કો-સ્ટારે એક પોસ્ટ દ્વારા આપી છે. રિયાલિટી શો દાદાગીરી 2 ના વિજેતા પ્રખ્યાત ટીવી અભિનેતા નીતિન ચૌહાણનું ગુરુવારે મુંબઈમાં અવસાન થયું છે, એક્ટરની એજ માત્ર 36 વર્ષ હતી. તે નીતિન યુપીના અલીગઢ જિલ્લાનો રહેવાસી હતો. શો દાદાગીરી 2 ઉપરાંત, નીતિને સ્પ્લિટ્સવિલા સીઝન 5 પણ જીતી હતી.
એક્ટર નીતિન યુપીના અલીગઢનો રહેવાસી હતો અને તેણે રિયાલિટી શો ‘દાદગીરી 2’ જીતીને ઘણી ઓળખ બનાવી હતી. આ સિવાય તેણે પોતાના અભિનય દ્વારા દર્શકોમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું હતું. નીતિને ‘ઝિંદગી ડોટ કોમ’, ‘ક્રાઈમ પેટ્રોલ’ અને ‘ફ્રેન્ડ્સ’ જેવા ટીવી શોમાં પણ કામ કર્યું હતું અને ‘ક્રાઈમ પેટ્રોલ’થી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
આ ટીવી સિરિયલના તેના સહ કલાકારો સુદીપ સાહિર અને સયંતની ઘોષે તેના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે, પરંતુ એમ પણ કહ્યું છે કે તેમની પાસે વધુ માહિતી નથી. તેની એક ભૂતપૂર્વ કો-સ્ટાર વિભૂતિ ઠાકુરની પોસ્ટ અનુસાર, નીતિને કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમના મૃત્યુના ન્યુઝ મળતાં જ તેમના પિતા મુંબઈ પહોંચી ગયા છે અને તેમના મૃતદેહને અલીગઢ પરત લઈ જશે. હાલમાં આ અંગે પોલીસ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
