<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

૨૨મી નવેમ્‍બરના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્‍મ ‘‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની''નું ટ્રેલર અને મ્‍યુઝિક લોન્‍ચ

 અમદાવાદ : જાホ સ્‍ટુડિયો ના બેનર હેઠળ બનેલ ફિલ્‍મ ‘‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની''   ૨૨મી નવેમ્‍બરે રિલીઝ થઈ રહી છે.  ફિલ્‍મનું ટ્રેલર અને મ્‍યુઝિક લોન્‍ચ અમદાવાદમાં પીવીઆર ખાતે કરવામાં આવ્‍યું હતું,

  મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાનીની મુખ્‍ય ભૂમિકા દર્શાવતી આ ફિલ્‍મના ટ્રેલર પરથી સ્‍પષ્ટ થાય છે કે ફિલ્‍મ કંઈક અલગ સ્‍ટોરી લાઈન લઈને આવી રહી છે. દિવ્‍યેશ દોશી અને જગત ગાંધી દ્વારા પ્રોડ્‍યુસ કરવામાં આવેલ આ ફિલ્‍મના ડિરેક્‍ટર પ્રીત છે જેઓ અગાઉ વેનીલા આઇસક્રીમ ગુજરાતી ફિલ્‍મ ડિરેક્‍ટ કરી ચૂકયા છે. ફિલ્‍મના કો-પ્રોડ્‍યુસર ૧૫થી વધુ વર્ષના અનુભવી મનોજ આહીર છે. સ્‍ટોરીટેલ ફિલ્‍મસ ના સહયોગથી આ ફિલ્‍મનું નિર્માણ કરેલ છે.મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાની ઉપરાંત આ ફિલ્‍મમાં હિતેન કુમાર, દેવર્ષી શાહ, સુચિતા ત્રિવેદી, તત્‍સત મુન્‍શી, જ્‍હાન્‍વી ગુરનાની, છાયા વોરા, પ્રશાંત બારોટ, ચૌલા દોશી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ આ ફિલ્‍મમાં પાથર્યા છે.  ‘‘ફિલ્‍મની વાર્તા જ્‍હાન્‍વી ચોપડા દ્વારા લિખિત છે અને સિદ્ધાર્થ અમિત ભાવસારનું   મ્‍યુઝિક આ ફિલ્‍મમાં ચાર ચાંદ લગાવે છે. બોલિવૂડ ફિલ્‍મોમાં બીજીએમ મ્‍યુઝિક આપનાર અમર મોઈલે દ્વારા આ ફિલ્‍મને વધુ મ્‍યુઝિકલ બનાવાઈ છે.

(10:22 AM IST)