<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ગુજરાતી ફિલ્‍મ ‘‘બબલી બિન્‍દાસ''ની ટીમ પ્રમોશન માટે રાજકોટમાં : ૧૫ મીએ રીલીઝ

અમદાવાદ : ગુજરાતી ફિલ્‍મ ‘‘બબલી બિન્‍દાસ''ની સ્‍ટારકાસ્‍ટ રાજકોટ માં પોતાની ફિલ્‍મ ને પ્રમોટ કરવા પહોંચ્‍યા હતા જેમાં ફિલ્‍મના કલાકારો નિરાલી ઓઝા, ગેન્‍સી કનેરીયા, મગન લુહાર, કિન્નરી પંચાલ ,રવિ રાવ , કાર્તિક રાષ્‍ટ્રપાલ , અજય પટેલ, સતીષ ભટ્ટ, નૈસર્ગ મિસ્ત્રી, અભિમન્‍યુ સિંહ, અરવિંદ વેગડા અને ફિલ્‍મના ડાયરેક્‍ટર વસંત નારકર, પ્રોડ્‍યુસર કલ્‍પેશ શ્રોફે   રાજકોટમાં  પોતાની ફિલ્‍મનું પ્રમોશન કર્યું હતું. ફિલ્‍મ નું મ્‍યુઝિક કળતાર્થ તળાવિયા એ આપ્‍યું છે, ફિલ્‍મ ના ત્રણે ત્રણ ગીતો સાંભળવા જેવા છે એમાં ‘‘મનમાની'' લોકો ને બહુજ ગમશે. ગાયક કલાકારોમાં દીપક ચૌહાણ, રેચલ, અને અરવિંદ વેગડા એ બહુજ સુંદર કામ કર્યું છે.  ‘‘બબલી બિન્‍દાસ'' એક હલકી ફૂલકી કોમેડી ફિલ્‍મ છે જે દર્શકો ને સારો સંદેશો આપી જશે  બબલી બિન્‍દાસ ૧૫ નવેમ્‍બર એ થિયેટરમાં રિલીઝ થશે.

(2:56 PM IST)