તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
સાઉથના સુપરસ્ટારની ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝના પહેલા અઠવાડિયામાં જ ધ્વસ્ત
કંગુવાને ક્રિટિક્સ અને ઓડિયન્સથી ખૂબ નેગેટિવ રિવ્યૂ મળ્યાઃ કંગુવાએ રિલીઝના સાતમાં દિવસે માત્ર 2.40 કરોડનો બિઝનેસ કર્યો

મુંબઇઃ તમિલ સ્ટાર સૂર્યાની મચ અવેટેડ ફિલ્મ ‘કંગુવા’ ખૂબ હાઈપ બાદ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. જોકે શિવા દ્વારા નિર્દેશિત આ ફેન્ટેસી એક્શન ડ્રામાને ખૂબ નેગેટિવ રિવ્યૂ મળ્યા. આ સાથે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝના પહેલા અઠવાડિયામાં જ ધ્વસ્ત થઈ ચૂકી છે. મેગા બજેટની કંગુવા ખૂબ મુશ્કેલથી કમાણી કરી રહી છે.
કંગુવાની સ્ટાર કાસ્ટ ખૂબ મોટી હતી. સાથે જ ફિલ્મને મોટા બજેટમાં બનાવવામાં આવી હતી. આ મૂવીનું એટલું પ્રમોશન કરવામાં આવ્યું હતું કે રિલીઝ પહેલા કંગુવાના બઝને જોતાં લાગી રહ્યું હતું કે આ ફિલ્મ થિયેટર્સમાં દસ્તક આપતાં જ ખૂબ કમાણી કરશે. જોકે ફિલ્મની કમજોર કહાની તેને લઈ ડૂબી. કંગુવાને ક્રિટિક્સ અને ઓડિયન્સથી ખૂબ નેગેટિવ રિવ્યૂ મળ્યા છે. આ સાથે આ મેગા બજેટ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ધરાશાયી થઈ ચૂકી છે. ફિલ્મને રિલીઝ થયે એક અઠવાડિયું થઈ ગયુ છે પરંતુ આ 100 કરોડનું કલેક્શન પણ કરી શકી નથી.
કંગુવાની કમાણીની વાત કરીએ તો ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 24 કરોડથી ખાતું ખોલ્યું હતું. બીજા દિવસે ફિલ્મની કમાણી 9.5 કરોડ રહી. ત્રીજા દિવસે ફિલ્મે 9.85 કરોડ, ચોથા દિવસે 10.25 કરોડ, પાંચમા દિવસે 3.15 કરોડ અને છઠ્ઠા દિવસે 3.25 કરોડનું કલેક્શન કર્યું. હવે ફિલ્મની રિલીઝના સાતમાં દિવસે એટલે કે પહેલા બુધવારની કમાણીના શરૂઆતી આંકડા આવી ગયા છે. રિપોર્ટ અનુસાર કંગુવાએ રિલીઝના સાતમાં દિવસે 2.40 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે કંગુવાની સાત દિવસની કુલ કમાણી હવે 62.40 કરોડ રૂપિયા થઈ ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
