<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

સોની સબના લોકપ્રિય શો તેનાલી રામામાં સુમિત કોૈલને મળ્‍યું ‘ગિરગિટ'નું પાત્ર

ડિસેમ્‍બરથી દર સોમથી શનિ રાતે ૮ કલાકે નિહાળી શકાશે સિરીયલ ગિરગિટ તેની વેશપલટાની કુશળતાનો ઉપયોગ કરી કોઇપણ ભુમિકમાં ભળી જાય છેઃ પાત્ર ભજવી હું ખુબ રોમાંચીત થયો છુ-સુમિત કોૈલ

મુંબઇ તા. ૨૮: સોની સબનો લોકપ્રિય શો તેનાલી રામા એક રોમાંચક વળાંક સાથે ટેલિવિઝન સ્‍ક્રીન પર પાછા ફરવા માટે તૈયાર છે, જેમાં પ્રતિભાશાળી સુમિત કૌલ દ્વારા ભજવવામાં આવેલ એક નવું પાત્ર જેનું નામ ગિરગિટ  છે તે રજૂ કરવામાં આવશે. ગિરગિટ માત્ર પ્રતિપક્ષી નથી; તે એક જટિલ પાત્ર છે જેની વેશપલટામાં નિપુણતા, અને ચાલાક સ્‍વભાવ તેને પ્રિય દરબારી તેનાલી રામા માટે નોંધપાત્ર પડકાર ઉભો કરે તેવું છે.

ગિરગિટની પ્રતિભા તેની માનવ સ્‍વભાવને વાંચવાની અદભૂત ક્ષમતામાં રહેલી છે. કાચીંડાની જેમ ગિરગિટ તેની આસપાસના વાતાવરણમાં એકીકળત રીતે ભળી જાય છે અને તેની વેશપલટાની કુશળતાનો ઉપયોગ કરીને તે કોઈપણ ભૂમિકામાં ભળી શકે છે. પછી ભલે તે સામાન્‍ય નોકર હોય કે ઉમદા દરબારી હોય. પરિવર્તનની આ અનોખી પ્રતિભા તેને એક રહસ્‍યમય વ્‍યક્‍તિત્‍વ બનાવે છે, જે હંમેશા એક પગલું આગળ રહે છે અને તેને પકડવું લગભગ અશકય છે.

ભૂમિકા  વિશે  સુમિત કૌલ કહે છે-ગિરગિટ એક પાત્ર છે જે મેં પહેલાં કયારેય ભજવ્‍યું નથી, જે સ્‍તરીય, વ્‍યૂહાત્‍મક અને અણધાર્યુ છે. પોતાની જાતને વેશપલટો કરવાની અને તેજસ્‍વી પ્રતિભા સાથે પરિસ્‍થિતિઓમાં ચાલાકી કરવાની તેની ક્ષમતા તેને એક પ્રચંડ પ્રતિસ્‍પર્ધી બનાવે છે. ક્રિએટિવ ટીમે ગિરગિટના દેખાવમાં રસપ્રદ વિગતો ઉમેરી છે, જેમ કે કાચીંડાનું ટેટૂ અને તેની સાંકેતિક કાચની આંખ, તેને વધુ ગતિશીલ બનાવે છે. તે એક ખલનાયક છે પણ પ્રેક્ષકો તેની તરફ આકર્ષિત થશે. ભલે તેની કોઈ ખરાબ બાજુ હોય, અને હું આ પાત્ર માટે ખુબ રોમાંચિત છું. ટીવી શો તેનાલી રામા આ ડિસેમ્‍બરથી દર સોમવારથી શનિવાર રાત્રે ૮:૦૦ વાગ્‍યે સોની સબ પર શરૂ થવાનો છે.

(2:17 PM IST)