<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

પહેલા દિવસે ૨૩૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે પુષ્‍પા ૨ : ધ રૂલ ?

જો આવું થશે તો બની જશે ભારતની બિગેસ્‍ટ ઓપનર ફિલ્‍મ, RRRનો રેકોર્ડ ૨૨૩ કરોડ રૂપિયાનો છે

મુંબઇ, તા.૬: ગઈ કાલે રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ‘પુષ્‍પા ૨ : ધ રૂલ' પહેલા દિવસે બધી ભાષામાં મળીને ભારતમાં ૨૩૦ કરોડ રૂપિયા કરતાં વધુનો બિઝનેસ કરશે એવી ધારણા ફિલ્‍મોના વેપાર સાથે સંકળાયેલા નિષ્‍ણાતો બાંધી રહ્‍યા છે. જો આ આંકડો સાચો પડયો તો આ ફિલ્‍મ પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ભારતીય ફિલ્‍મ બની જશે. અત્‍યાર સુધી આ રેકૉર્ડ ય્‍ય્‍ય્‍ના નામે છે જેણે પહેલા દિવસે બધી ભાષામાં મળીને ભારતમાં ૨૨૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ‘પુષ્‍પા ૨ : ધ રૂલ'ની હિન્‍દી આવળત્તિનું પહેલા દિવસનું કલેક્‍શન ૯૫ કરોડ રૂપિયા જેટલું થશે એવો અંદાજ બાંધવામાં આવી રહ્‍યો છે. ત્રણ કલાક અને ૨૦ મિનિટની આ ફિલ્‍મ દેશભરમાં ૪૫૦૦ સ્‍ક્રીનમાં રિલીઝ થઈ છે.

(10:27 AM IST)