News of Sunday, 15th December 2024
ઢોલિવૂડમાં ફરી લગ્નના ઢોલ ધ્રબૂક્યા :ગુજરાતી સિંગર કૈરવી બુચે તેના મનનાં માણીગર સાથે લગ્ન કરી લીધા
મલ્હાર ઠાકર અને પૂજા જોષી પછી આરોહી પટેલ અને તત્સત મુનશી બાદ હવે ગુજરાતી સિંગર કૈરવી બુચે પ્રભુતામાં પગલાં માંડ્યા

અમદાવાદ :ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલે કે ઢોલિવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. એક પછી એક સેલેબ્ઝ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ રહ્યાં છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષી પછી આરોહી પટેલ અને તત્સત મુનશી બાદ હવે ગુજરાતી સિંગર કૈરવી બુચે તેના મનનાં માણીગર સાથે લગ્ન કરી લીધા છે. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
કાના મને દ્વારિકા દેખાડ ગીત દ્વારા લોકપ્રિય થનારા ગુજરાતી સિંગર કૈરવી બુચે પ્રભુતામાં પગલાં પાડ્યા છે.
ગુજરાતી ગાયિકાએ ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ એમડી પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર જયદિપ ચૌહાણ સાથે રાજકોટમાં ધામધૂમથી પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા છે
ગાયિકા લગ્ન કરવા જઈ રહી છે તેના સમાચાર તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર થોડાક દિવસો પહેલા શૅર કર્યા હતા અને લખ્યું હતું, ‘#KAIसेJAYतक તેના મુકામ પર પહોંચી ગયો છે! તમારા બધા સાથે આ મોટા સમાચાર શેર કરવામાં આનંદ થયો! નવી શરૂઆત માટે શુભેચ્છાઓ! ? અમારા ટુગેઘર ફોરેવરની શરુઆત થાય છે
કૈરવી બુચે લગ્નની તસવીરો હજી સુધી શૅર નથી કરી પરંતુ તેના ફેન પરથી લગ્નની અમુક તસવીરો શૅર કરવામાં આવી છે. જે અત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે.
લગ્નમાં કૈરવીએ કેસરી રંગના ઘાઘરા ચોલી પહેર્યા હતા. જ્યારે ડૉક્ટર જયદીપે ઑફ વાઇટ શેરવાની પહેરી હતી
જરાતી પારંપારિક વિધિથી કૈરવી બુચ અને જયદીપ ચૌહાણે પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
