News of Thursday, 19th December 2024
મલાઈકાએ બાંદ્રામાં ખોલી રેસ્ટોરન્ટ: એકસાથે જોવા મળ્યો ખાન પરિવાર

મુંબઇ :હંમેશા એક યા બીજી વાતને લઈને ચર્ચામાં રહેતી મલાઈકા અરોરા ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે તેની ચર્ચા તેના બ્રેકઅપ કે લિવ-ઈનને લઈને નથી થઈ રહી, પરંતુ તેની ચર્ચા એ વાતને લઈને થઈ રહી છે કે તે હવે રેસ્ટોરાંની દુનિયામાં આવી ગઈ છે. હાલમાં જ મલાઈકા અરોરાએ એક નવી રેસ્ટોરન્ટ શરૂ કરી છે. આ પ્રસંગે સલીમ ખાન આખા પરિવાર સાથે જોવા મળ્યા હતા. સલીમ, સલમા ખાન, હેલન, સોહેલ ખાનનો પુત્ર નિર્વાણ અને અલવીરા તેમના પરિવાર સાથે મલાઈકાની નવી રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. આ સિવાય મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ પરિવાર સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. અલવીરા પતિ અતુલ અગ્નિહોત્રી અને પુત્ર સાથે હતી.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
