તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 23rd December 2024
અલ્લુ અર્જુને બાળકોની સુરક્ષા માટે ભર્યુ મોટું પગલું : પિતાએ ઘરે હુમલા બાદ આપ્યું નિવેદન
અલ્લુ અર્જુનના ઘર પર થયેલા હુમલા બાદ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અભિનેતાએ બાળકોને લઈને મોટો નિર્ણય લીધો

સાઉથના સુપરસ્ટાર એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા-2 ધ રૂલ' રિલીઝ થયા બાદથી સતત ચર્ચામાં છે. ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન અલ્લુ અર્જુનનું સંધ્યા થિયેટરમાં આગમન અને ત્યાં પહોંચવાથી સર્જાયેલી નાસભાગમાં એક મહિલાનું મોત વિવાદોનું કારણ બની ગયું છે. મૃત્યુ પામેલા ચાહકનું બાળક કોમામાં છે અને હજુ સુધી ખતરાની બહાર નથી આવ્યું. આ કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા. પરંતુ મહિલાના મોત પછી મામલો સતત વધી રહ્યો છે અને તાજેતરમાં કેટલાક લોકોએ અભિનેતાના ઘર પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. હુમલા બાદ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમને બાદમાં જામીન પર છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ સાઉથના સુપરસ્ટાર એક્ટર અલ્લુ અર્જુને તેના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના બાળકોને તેમના દાદા-દાદીના ઘરે મોકલવામાં આવ્યા છે.
કેટલાક રાજકારણીઓએ અલ્લુ અર્જુન પીડિત પરિવારને મળવા ન જવાનો વિરોધ કર્યો છે અને ચાહકો પણ સોશિયલ મીડિયા પર બે જૂથોમાં વહેંચાયેલા છે. એક તરફ એવા લોકો છે જેઓ અલ્લુ અર્જુનનું સમર્થન કરી રહ્યા છે અને બીજી બાજુ એવા લોકો છે જેઓ અભિનેતાનો વિરુદ્ધ કરી રહ્યા છે.
હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટરમાંથી એક સીસીટીવી ફૂટેજ બહાર પાડ્યો જેમાં પરિસ્થિતિ વધુ બગડ્યા બાદ પોલીસ તેને થિયેટરમાંથી દૂર લઈ જતી બતાવવામાં આવી છે. સોમવારે આ મામલો ખૂબ જ ગંભીર બની ગયો હતો જ્યારે કેટલાક લોકોએ પુષ્પા-2 ફેમ અભિનેતાના જ્યુબિલી હિલના ઘર પર હુમલો કર્યો હતો અને તેના પૂતળા સળગાવી દીધા હતા. હુમલાખોરોએ કહ્યું કે અલ્લુ અર્જુને પીડિતાના પરિવારને 1 કરોડ રૂપિયા આપવા જોઈએ. હુમલાખોરોની ઓળખ ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટીના સભ્યો તરીકે કરવામાં આવી છે.
સમાચાર છે કે અલ્લુ અર્જુને પીડિત પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવી દીધું છે. અભિનેતાના ઘર પર હુમલા બાદ અલ્લુ અર્જુનના બાળકો અયાન અને આરહાને તેમના ઘરેથી દૂર કરવામાં આવ્યા હતા. જેથી તેઓ આવા હુમલાઓથી સુરક્ષિત રહી શકે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં બાળકોને લાલ રંગની ગાડીમાં લઈ જવામાં આવી રહ્યા છે. અલ્લુ અર્જુને આ મામલે કંઈ કહ્યું નથી પરંતુ તેના પિતાએ કહ્યું છે કે જે થયું તે બધાએ જોયું અને હવે સંજોગો પ્રમાણે પગલાં લેવાનો સમય આવી ગયો છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
