<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

શું છે રિજનલ વાયબ્રન્‍ટ સમિટ.....??? શું છે એનો ઇતિહાસ....?? તેનાથી ગુજરાતને શું થશે ફાયદા.....??? : રાજકોટમાં નરેન્‍દ્રભાઇ મોદીના રોડ શોની તડામાર તૈયારીઓ, વડાપ્રધાનનું કરાશે ભવ્‍યાતિ ભવ્‍ય સ્‍વાગત રિજનલ વાયબ્રન્‍ટ સમિટનું કરશે ઉદઘાટન : વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટની સફળતાને હવે પ્રાદેશિક સ્‍તરે લાવવા મોદીનો પ્રયાસ, પ્રથમ વખત બ્‍લુ ઇકોનોમી પર કેન્‍દ્રિત સમિટ રાજકોટની આ સમિટથી સૌરાષ્ટ્ર અને કચ્‍છને એકસાથે યુનિફાઇડ પીચઃ વિદેશી પ્રતિનિધિ ઓ માટે રાજકોટ રહેશે પ્રથમ પસંદગી, સમીટનો લક્ષ્ય છે રોજગાર, વિકાસ, નવી ટેકનોલોજી અને વૈશ્વીક નોકરી, રાજકોટ બાદ, સુરત અને ત્‍યાર બાદ વડોદરામાં યોજાશે રિજનલ વાયબ્રન્‍ટ સમિટ રાજકોટમાં મારવાડી યુનિવર્સીટી ખાતે યોજાશે વાયબ્રન્‍ટ ગુજરાત સૌરાષ્‍ટ્ર રિજનલ વાયબ્રન્‍ટ સમિટ3:09 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડ્રાઇવર અને હેલ્પર કક્ષાના ઉમદવારોને નિમણૂંકપત્ર એનાયત કર્યા : સરકારના મહત્વપૂર્ણ અંગ તરીકે નાગરિકોની સલામત સવારી અને સમયપાલનનું સેવા દાયિત્વ બસના સારથિના શિરે છે: મુખ્યમંત્રી :હાઇવે લૉડની સાથે ટ્રાફિકનું ભારણ અને પ્રદૂષણ ઘટાડવાનો ઉદ્દેશ્ય: ૨૦૨૭ સુધીમાં એસટી બસમાં દૈનિક મુસાફરી કરતા નાગરિકોની સંખ્યા ૩૦ લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી :છેલ્લા ૪૦ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ૪૫ હજારથી વધુ ઉમેદવારોને જુદા જુદા વિભાગોમાં નિમણૂક પત્રો અપાયા: વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળી:જન સારથિ ડ્રાઇવિંગ સ્કૂલનો શુભારંભ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ8:24 PM IST

સૌરાષ્‍ટ્ર વાયબ્રન્‍ટઃ રાજકોટ કલેકટરે ૧૦૦ જેટલા અધિકારીઓ મોકલવા સરકારમાં દરખાસ્‍ત કરીઃ મામલતદારો-ડે.કલેકટરો-એડી.કલેકટરો આવશે : મારવાડી કેમ્‍પસની જવાબદારી તાલુકા મામલતદારને હવાલેઃ આખા સ્‍ટાફનો પમીથી મારવાડી ખાતે પડાવ : સ્‍ટાફના ઓળખપત્ર કાર્ડની જવાબદારી રાજકોટ સીટી પ્રાંત-૧ અને પશ્ચિમ મામલતદારને સોપાઇઃ કુલ ૩પ૦થી વધુના ઓર્ડરો નીકળશે : વિદેશથી આવતા મહેમાનો અંગેના ટ્રાન્‍સપોર્ટેશન રહેવા-જમવા અંગેની વ્‍યવસ્‍થા ડીએસઓ ને હવાલે ૩પ૦ ગાડીઓ બુક કરી લેવાઇ : શહેર-જીલ્લાનો તમામ મહેસુલ સ્‍ટાફ કલેકટરે ર૦ કમિટીના વડાને હવાલે મુકી દિધો જે તે કમિટીના વડા ઓર્ડરો કરશે : વડાપ્રધાનના રોડ શો વાયબ્રન્‍ટ સ્‍થળે મેદની એકઠી કરવા અંગે સરકાર દ્વારા ૧ હજાર બસો ભાડે કરાશેઃ રાજકોટ એસટી ડીવીઝન ૧પ૦ બસો ફાળવશે3:01 PM IST

રાષ્‍ટ્રકથાના માધ્‍યમથી યુવા પેઢીને વિકસિત ભારત માટે યોગદાનના પ્રયાસોઃ કેન્‍દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ : પ્રાંસલામાં સ્‍વામી ધર્મબંધુજી દ્વારા આયોજીત ૨૬મી રાષ્‍ટ્રકથા શિબીરનો છઠ્ઠો દિવસ : વૈશ્વિક પડકારો વિશે યોગ્‍ય સમજ કેળવીને રાષ્‍ટ્રને સક્ષમ બનાવવા શિબિરાર્થીઓને અનુરોધ કરતા સ્‍વામી ધર્મબંધુજી ધર્મબંધુજી દ્વારા જામવતની જેમ દેશની યુવા પેઢીમાં દેશપ્રેમ જાગળત કરવા માટેના નિસ્‍વાર્થ પ્રયાસો થાય છેઃ મુખ્‍યમંત્રી મોહન યાદવ : દેશભક્‍તિના ફિલ્‍મી ગીતો સાથે દેશભક્‍તિના સંદેશાનો જલવોઃ રાજદૂત દિપક વોરા : આર્મી દ્વારા પરેડ તેમજ બોમ્‍બ સ્‍ક્‍વોડ ડોગના વિવિધ હેરતઅંગેજ પ્રયોગોઃ એનડીઆરએફ દ્વારા બચાવની કામગીરીના પ્રયાસો દર્શાવાયાઃ વિવિધ રાજયોના શિબિરાર્થીઓ દ્વારા પ્રતિદિન રાત્રીના તેમના રાજયોના સાંસ્‍કળતિક કાર્યક્રમો2:01 PM IST

વાઈબ્રન્ટ કચ્છ જિલ્લાકક્ષાના પ્રોગ્રામનો વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના વરદહસ્તે ગાંધીધામ ખાતે ભવ્ય શુભારંભ : વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામમાં કુલ 334 MSME એકમો સાથે રૂ.8500 કરોડના MoU સાઈન થયા: ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની ઉપસ્થિતિ:વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ કચ્છ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સાહસિકોને નવી ઉર્જા પ્રદાન કરશે:વડાપ્રધાનના વિઝનના લીધે વિકાસનું કેન્દ્ર બનેલું કચ્છ દેશના લાખો લોકોને રોજગારી આપી રહ્યું છે : અર્જુનભાઈ મોઢવાડીયા :કચ્છીમાડુઓના ખમીર અને સરકારના વિઝન થકી કચ્છ ઔદ્યોગિક હબ બન્યું છે :રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા8:24 PM IST

સૌરાષ્ટ્ર કચ્છ ઝોન રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ : ગુજરાતની આર્થિક સમૃદ્ધિમાં ઔદ્યોગિક વિકાસનું મોડલ મોરબી; સરકારે મોરબીના ઉદ્યોગોને ૨ વર્ષમાં રૂ. ૪૬૦ કરોડથી વધુની સહાય ચૂકવી : ગુજરાત સહિત દેશના ૦૮ લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ/પરોક્ષ રોજગારી આપે છે મોરબી : મોરબી એટલે સિરામિક ઉદ્યોગનું હબ; ઘડિયાળ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, પેપરમિલ-પેકેજીંગ સહિત મહત્વના ઉદ્યોગો પણ મોરબીમાં વિકાસ પામ્યા : મોરબીનું સિરામિક ક્લસ્ટર સિરામિક પેદાશોના ઉત્પાદનમાં વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું ક્લસ્ટર :સિરામિક ઉત્પાદનોની દેશની કુલ નિકાસમાં મોરબીનો નોંધપાત્ર ૮૦ ટકા હિસ્સો, ગુજરાતના સિરામિક ઉત્પાદનમાં ૯૦ ટકા યોગદાન4:24 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST