<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

સાઉથ ફિલ્‍મોનો દબદબો, ‘પુષ્‍પા ૨' પછી, હવે ‘ગેમ ચેન્‍જર'નો વારો : ધુંઆધાર થઇ રહ્યું છે એડવાન્‍સ બુકિંગ!

સુપરસ્‍ટાર રામ ચરણની ફિલ્‍મ ‘ગેમ ચેન્‍જર' ૧૦ જાન્‍યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે

મુંબઇ, તા.૭:   અલ્લુ અર્જુન અને રશ્‍મિકા મંદાનાની ફિલ્‍મ ‘પુષ્‍પા ૨' બોક્‍સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જોકે આ ફિલ્‍મ રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે અને તેનો ક્રેઝ ખતમ થવા લાગ્‍યો છે, પરંતુ હવે બધાની નજર સુપરસ્‍ટાર રામ ચરણની ફિલ્‍મ ‘ગેમ ચેન્‍જર' પર છે. તે આગામી ત્રણ દિવસમાં સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. આમાં રામ ચરણ સાથે કિયારા અડવાણી અને એસજે સૂર્યા જોવા મળશે. દરમિયાન ‘ગેમ ચેન્‍જર' એ એડવાન્‍સ બુકિંગમાં નોર્થ અમેરિકામાં હલચલ મચાવી દીધી છે.

ETimeના અહેવાલ મુજબ, થોડા દિવસો પહેલા ટ્રેલર રિલીઝ થયા પછી ‘ગેમ ચેન્‍જર'ના પ્રી-રીલીઝ કલેક્‍શનમાં જબરદસ્‍ત વધારો થયો છે. હવે અમેરિકાની સૌથી મોટી સિનેમા ચેન એએમસીએ પણ આ ફિલ્‍મ માટે તેના દરવાજા ખોલી દીધા છે. જેના કારણે તેની કમાણીની રફ્‌તાર વધી શકે છે.

ટ્રેડ એક્‍સપર્ટનું અનુમાન છે કે, ‘ગેમ ચેન્‍જર' તેનો પ્રીમિયર શો શરૂ થાય તે પહેલા જ ઼૧ મિલિયનનો આંક વટાવી જશે. અત્‍યાર સુધીમાં ‘ગેમ ચેન્‍જર'એ નોર્થ અમેરિકામાં ૫.૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાંથી ઼૫૭૫,૦૦૦ યુએસમાંથી અને બાકીની કેનેડામાંથી આવી છે. રામ ચરણની ‘ગેમ ચેન્‍જર'નું એડવાન્‍સ બુકિંગ ભારતમાં આજથી શરૂ થઈ ગયું છે અને અત્‍યાર સુધીમાં ૬૫ લાખ રૂપિયાની ટિકિટ વેચાઈ ચૂકી છે. એવી અપેક્ષા છે કે આજે ‘ગેમ ચેન્‍જર' એડવાન્‍સ સેલમાં રૂ. ૧ કરોડનો આંકડો પાર કરી શકે છે.

‘ગેમ ચેન્‍જર' એ ડિરેક્‍ટર શંકરની પહેલી ફિલ્‍મ છે, જે ૧૯૯૭ની બ્‍લોકબસ્‍ટર ‘ઇન્‍ડિયન'ની સિક્‍વલ ‘ઇન્‍ડિયન ૨'ની ડિઝાસ્‍ટર થયા પછી રિલીઝ થઈ રહી છે. ‘ઇન્‍ડિયન ૨' એ કમાણી કરી પરંતુ તેની કિંમતને જોતાં અપેક્ષાઓ પર ખરી ઉતરી શકયું નહીં. આ કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ‘ઇન્‍ડિયન ૩' સીધી બ્‍વ્‍વ્‍ પ્‍લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે. જોકે, શંકરને આશા છે કે ‘ગેમ ચેન્‍જર'ની સફળતાથી ‘ઇન્‍ડિયન ૩' ના થિયેટરમાં રિલીઝ થવાનો રસ્‍તો ખુલી શકે છે, તમને જણાવી દઈએ કે ‘ગેમ ચેન્‍જર' ૧૦ જાન્‍યુઆરીએ રિલીઝ થશે

(3:38 PM IST)