<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંત ત્રીજી વખત કરશે લગ્ન :પાકિસ્તાની અભિનેતા સાથે પ્રેમ થયો

એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંત ત્રીજા લગ્ન કરવા જઈ રહી છે. તેણે પાકિસ્તાની એક્ટર ડોડી ખાન સાથે લગ્ન કરવા નિર્ણય લીધો

મુંબઈ :એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંત હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. રાખી પોતાની લવ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. રાખીએ બે વાર લગ્ન કર્યા હતા અને બંને લગ્ન લાંબો સમય ટકી શક્યા ન હતા. હવે રાખી ત્રીજી વખત પ્રેમમાં પડી છે અને ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહી છે. રાખી સાવંત પાકિસ્તાની એક્ટર ડોડી ખાન સાથે લગ્ન કરવા જઈ રહી છે. રાખીએ પોતે ડોડી સાથેના લગ્નની પુષ્ટિ કરી છે.

  રાખીએ કહ્યું- 'તે મારો પ્રેમ છે. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તે પાકિસ્તાનની છે અને હું ભારતની છું તેથી અમે લવ મેરેજ કરીશું. રાખીએ આગળ કહ્યું- આદિલ મારા લગ્નની ઈર્ષ્યા કરે છે, તેથી તે મારા નામથી ખરાબ પબ્લિસિટી, ખોટી પબ્લિસિટી ઈચ્છે છે અને હું ખરેખર તે મૂર્ખને કોઈ પબ્લિસિટી આપવા માંગતી નથી. 

  રાખીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું- હું બધાને કંઈક કહેવા માંગુ છું. બધા મારા લગ્નને લઈને ખૂબ જ ચિંતિત છે. હું જ્યારે ઈચ્છું ત્યારે લગ્ન કરી શકું છું, પછી ભલે તે ભારત, પાકિસ્તાન, ચીન, ભૂતાન, અમેરિકા, લંડન કે કેનેડામાં હોય. જીવો અને જીવવા દો તમે શું કરી રહ્યા છો?

  રાખીએ પહેલા આદિલ ખાન દુરાની સાથે લગ્ન કર્યા હતા. બંને વર્ષ 2023માં અલગ થઈ ગયા હતા. રાખીએ આદિલ પર ઘણા આરોપ લગાવ્યા હતા. રાખીએ આદિલ પર ઘરેલુ હિંસાનો પણ આરોપ લગાવ્યો હતો, જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આદિલ પાંચ મહિના જેલમાં રહ્યા બાદ બહાર છે

(1:18 PM IST)