<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

સેન્સર બોર્ડે માર્કો ફિલ્મને ટીવી પર દર્શાવવાની મંજૂરી આપવા ઇન્કાર કર્યો

સેન્સર બોર્ડે કેન્દ્ર સરકારને આ ફિલ્મને ઓટીટીનાં કોઈપણ પ્લેટફોર્મ પર દર્શાવાતા અટકાવવા પણ ભલામણ કરી

મુંબઈ :સેન્સર બોર્ડે મૂળ મલયાલમ ફિલ્મ પણ હિંદી ડબિંગ સાથે પણ રીલિઝ થયેલી 'માર્કો' ફિલ્મને ટીવી પર દર્શાવાવની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે. સાથે સાથે સેન્સર બોર્ડે કેન્દ્ર સરકારને આ ફિલ્મને ઓટીટીનાં કોઈપણ પ્લેટફોર્મ પર દર્શાવાતી અટકાવવા પણ ભલામણ કરી છે. 

 

ઉન્ની મુકુંદનની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મ હિંદીમાં પણ ડબ કરાઈ હતી અને મારધાડનાં દ્રશ્યના કારણે તે ઉત્તર ભારત તથા મધ્ય ભારતના હિંદી બેલ્ટના થિયેટરોમાં પણ હિટ થઈ હતી. 

 

સેન્સર બોર્ડના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં વધુ પડતી હિંસા છે. તે પરિવાર સાથે બેસીને તથા ખાસ કરીને બાળકો સાથે બેસીને જોઈ શકાય તેવી નથી. આ ફિલ્મ થિયેટરમાં આવી ત્યારે પણ હિંસક દ્રશ્યોને કારણે તેને એ સર્ટિફિકેટ અપાયું હતું. પરંતુ, કોઈ ટીવી ચેનલ કે ઓટીટી પ્લેટફોર્મ પર તે ઉપલબ્ધ હોય તો ઘરનાં બાળકો પણ આ ફિલ્મ જોઈ શકે છે જે હિતાવહ નથી. ફિલ્મ ઓલરેડી એક ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ ચૂકી છે.

 

સેન્સર બોર્ડના કેરળના રિજિયોનલ ઓફિસર નદીમ તુફાલીએ કન્ફર્મ કર્યું હતું કે આ ફિલ્મના ટીવી રાઈટ્સ વેચાતા અટકાવાયા છે. 

(2:01 PM IST)