News of Friday, 14th March 2025
આમિર અને રણબીર ના આમને સામને આવવાનું ખુલ્યું રહસ્ય
આમિર અને રણબીર ડ્રિમ ૧૧ ની જાહેરાતમાં બન્ને એકબીજાને જોરદાર ટોણા મારે છેઃ આમિરે રણબીરને રણવીરસિંહ કહીને ચીડવ્યો તો રણબીરે તો આમિરને પાગલ કહી દીધું

મુંબઇઃ: આલિયા ભટ્ટે થોડા દિવસ પહેલા રણબીર અને આમિર ખાન નું એક પોસ્ટર શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે મારા બે ફેવરેટ સ્ટાર્સ આમને સામને. હવે બંને ના આમને સામને આવવાનું મજેદાર કારણ સામે આવ્યું છે.આમિર ખાન અને રણબીર કપૂર એક એડ માટે સાથે આવ્યા છે. આ એડ માં બંને એકબીજા સાથે ટક્કર લેતા જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયા પર બંને નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
આમિર અને રણબીર ડ્રિમ 11 ની જાહેરાત માટે સાથે આવ્યા છે આ એડ માં બંને એ એકબીજાને જોરદાર ટોણા માર્યા છે. આમિરે રણબીર કપૂરને રણવીર સિંહ કહીને ચીડવ્યો, જ્યારે રણબીરે તો એમ પણ કહ્યું કે આમિર પાગલ થઈ ગયો છે. આ પછી, બંને વચ્ચે ઉગ્ર દલીલ શરૂ થાય છે, બંને એકબીજાની ફિલ્મોના નામનો ઉલ્લેખ કરે છે, ગજનીથી લઈને એનિમલ સુધી, પ્રખ્યાત સંવાદો સુધી, અને અરબાઝ ખાન સુધી પણ પહોંચે છે.
આમિર અને રણબીર વચ્ચે ના ઝગડા ને સુલઝાવવા રોહિત શર્મા આવે છે અને કહે છે – શું આ લડવાની જગ્યા છે? આ જાહેરાતમાં જેકી શ્રોફ, આર. અશ્વિન, હાર્દિક પંડ્યા, જસ્મિત બુમરાહ, રિષભ પંત જેવા ક્રિકેટરો જોવા મળી રહ્યા છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ જાહેરાત ખુબ જ રસપ્રદ છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
