<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

તારક મહેતા કા ...દયાભાભીના પાત્ર માટે નવી અભિનેત્રી ફાઇનલ:તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ

શોના નિર્માતા અસિત મોદીએ દયાબેનના પાત્ર માટે કાજલ પિસલનું નામ ફાઈનલ કરી દીધું ?

મુંબઈ :  લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે, મેકર્સે દિશા વાકાણીના સ્થાને દયાબેનના પાત્ર માટે નવી અભિનેત્રીનું નામ ફાઈનલ કરી દીધું છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર નવી દયાબેનની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો વર્ષોથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ શો છેલ્લા ઘણા સમયથી મુખ્ય પાત્ર એવા દયાબેન વિના ચાલી રહ્યો હતો. ત્યારે દર્શકો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે, શોમાં દિશા વાકાણીને પરત લાવવામાં આવે, પરંતુ દિશા વાકાણીએ ગર્ભાવસ્થા પછી આ શોને અલવિદા કહી દેતા મેકર્સ નવી દયાબેનની શોધમાં હતા. હવે લાગી રહ્યું છે કે તેમની શોધ પૂરી થઈ ગઈ છે.

હાલમાં સોશિયલ મીડિયા પર કાજલ પિસલ ના દયાબેનના લુકમાં કેટલાક ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે દયાબેનના ગેટઅપમાં જોવા મળી રહી છે. ફેન્સનું માનવું છે કે કાજલ પિસલ નવી દયાબેન બની શકે છે. 

જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ, તો શોના નિર્માતા અસિત મોદીએ દયાબેનના પાત્ર માટે કાજલ પિસલનું નામ ફાઈનલ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂમિકા માટે કાજલે ઓડિશન દરમિયાન ઘણી મહેનત કરી હતીકાજલ પિસલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે 'બડે અચ્છે લગતે હૈ' શોમાં 'ઈશિકા કપૂર'ની ભૂમિકાથી જાણીતી છે. આ ઉપરાંત, તે 'એક હજારો મેં મેરી બહેના હૈ' અને 'સાથ નિભાના સાથિયા' જેવા લોકપ્રિય શોમાં પણ કામ કરી ચૂકી છે.

 રિપોર્ટ મુજબ, શોના નિર્માતા અસિત મોદી લાંબા સમયથી દયાબેનના પાત્ર માટે યોગ્ય અભિનેત્રીની શોધમાં હતા. હવે, લાંબા સમયની રાહ પછી, આખરે તેમની શોધ પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં, નવી અભિનેત્રીનું નામ હજી જાહેર કરવામાં આવ્યું નથી. એવી માહિતી મળી રહી છે કે, નિર્માતાઓએ નવી અભિનેત્રી સાથે મોક શૂટિંગ શરૂ કરી દીધી છે. જો કે, શોની ટીમ અથવા નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

(6:42 PM IST)