<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

નવી ગર્લફ્રેન્‍ડ સાથે આમિર પહેલી વાર જાહેરમાં દેખાયો, એ પણ ચીનમાં

 

બન્નેએ એકબીજાનો હાથ પકડીને એન્‍ટ્રી કરી અને હાર્ટ શેપ બનાવીને પોઝ આપ્‍યા. આ ફેસ્‍ટિવલમાં આમિરને ‘માસ્‍ટર હ્યુમર અવૉર્ડ'થી સન્‍માનિત કરવામાં આવ્‍યો હતો અને આ એવૉર્ડ લેવા જ આમિર ત્‍યાં ગયો હતો

મુંબઇ તા.૧પઃ આમિર ખાને રવિવારે ચીનમાં યોજાયેલા મકાઉ ઇન્‍ટરનૅશનલ કોમૅડી ફૅસ્‍ટિવલમાં ગર્લફ્રેન્‍ડ ગૌરી સ્‍પ્રેટ સાથે હાજરી આપી હતી. આ ફેસ્‍ટિવલમાં આમિરને ‘માસ્‍ટર હ્યુમર અવૉર્ડ'થી સન્‍માનિત કરવામાં આવ્‍યો હતો અને આ અવૉર્ડ લેવા જ આમિર ત્‍યાં ગયો હતો. નવી ગર્લફ્રેન્‍ડ ગૌરી સાથે આમિર પહેલી વાર આ રીતે જાહેર ફંક્‍શનમાં દેખાયો હતો.

આ ઇવેન્‍ટમાં આમિર અને ગૌરીએ એકમેકનો હાથ પકડીને એન્‍ટ્રી મારી હતી. ફંક્‍શનમાં આમિરે બ્‍લૅક કુર્તા-પાયજામા અને બ્‍લૅક-ગોલ્‍ડન શાલ પહેરી હતી, જ્‍યારે ગૌરીએ ફ્‌લોરલ પ્રિન્‍ટ સાડી પહેરી હતી. ફંક્‍શનના સ્‍ટેજ પર આમિર-ગૌરીએ ચીનના કલાકારો શેન ટેંગ અને મા લી સાથે ફોટો પડાવ્‍યા હતા. આ ઇવેન્‍ટની તસવીરો અને વિડિયો વાઇરલ થયાં છે જેમાં એક વિડિયોમાં બન્ને હાથથી દિલ બનાવી પોઝ આપતાં જોવા મળ્‍યાં હતાં, તો બીજા વિડિયોમાં તેમની રોમૅન્‍ટિક કેમિસ્‍ટ્રી દેખાઈ રહી હતી.

(9:58 AM IST)