તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 21st April 2025
થ્રિલર ગુજરાતી ફિલ્મ ‘‘ભ્રમ'' ૧૬મી મેના રોજ થશે રિલીઝ
એક અનોખી ઇન્સ્ટાગ્રામ ગેમ સાથે મેકર્સે કરી પ્રમોશનની શરૂઆત

(કેતન ખત્રી) અમદાવાદઃ ગુજરાતીઓ અચૂકપણે માણી શકે એવી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે ‘‘ભ્રમ'' નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર એક એવી પહેલી સોશિયલ મીડિયા ગેમ શરૂ કરી છે, જે પ્રેક્ષકોને ભ્રમની વિચિત્ર દુનિયામાં લઈ જાય છે.
કહેવાય છે કે ગુજરાતીઓને થ્રિલર ફિલ્મ નથી ગમતી, એવું વિચારતા લોકો માટે આવી રહી છે ફિલ્મ ‘ભ્રમ' અત્યંત વખણાયેલી ફિલ્મ હું ઇકબાલના મેકર્સ દ્વારા થ્રિલર ફિલ્મે ભ્રમૅની ઘોષણા કરવામાં આવી છે કે જે ૧૬મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં આ ફિલ્મ એક ગેમચેન્જર સાબિત થશે. મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોનીની મુખ્ય ભૂમિકાઓ દર્શાવતીઆ ફિલ્મ એક અદ્ભુત અનુભવનું વચન આપે છે. ફિલ્મનું એનાઉન્સમેન્ટ પોસ્ટર જોતાં જ ખ્યાલ આવે છે કે ગુજરાતી સિનેમા સ્ટોરીટેલિંગ અને ઈનોવેશનના ક્ષેત્રમાં એક નવા અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે અને આ અનોખી વાર્તા પણ તેમના દ્વારા જ લેખિત છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
