<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

આમિર ખાન ગર્લફ્રેન્‍ડ ગૌરી સાથે એક્‍સ વાઈફના ઘરે પહોંચ્‍યોઃ પુત્ર જુનૈદ પણ સાથે જોવા મળ્‍યો

બોલિવૂડના મિસ્‍ટર પરફેક્‍શનિસ્‍ટ આમિર ખાન પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છેઃ આમિર ગર્લફ્રેન્‍ડ ગૌરી સ્‍પ્રેટ સાથે પૂર્વ પત્‍ની રીના દત્તાના ઘરે પહોંચ્‍યો

 

મુંબઈ,તા.૨૮: બોલિવૂડના મિસ્‍ટર પરફેક્‍શનિસ્‍ટ આમિર ખાન પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છે. આમિરે તાજેતરમાં જ કબૂલાત કરી હતી કે તેના જીવનમાં ત્રીજી વખત પ્રેમ પ્રવેશ્‍યો છે. આમિરે તેના જન્‍મદિવસ પર દુનિયાને ગૌરી સ્‍પ્રેટની તેના જીવનમાં હાજરીની પુષ્ટિ કરી હતી, ત્‍યારબાદ તે સતત ગૌરી સાથે જોવા મળે છે. આ દરમિયાન આમિર ખાનનો એક નવો વીડિયો ચર્ચામાં છે. આ વીડિયોમાં સુપરસ્‍ટાર ફરી એકવાર તેની ગર્લફ્રેન્‍ડ ગૌરી સ્‍પ્રેટ સાથે જોવા મળે છે અને ખાસ વાત એ છે કે આ દરમિયાન સુપરસ્‍ટારનો મોટો દીકરો જુનૈદ પણ તેની સાથે જોવા મળ્‍યો હતો.

આમિર ગર્લફ્રેન્‍ડ ગૌરી સ્‍પ્રેટ સાથે પૂર્વ પત્‍ની રીના દત્તાના ઘરે પહોંચ્‍યો

આ વીડિયોમાં આમિર ખાન તેની ભૂતપૂર્વ પત્‍ની રીના દત્તાના ઘરની બહાર ગર્લફ્રેન્‍ડ ગૌરી સ્‍પ્રેટ અને પુત્ર જુનૈદ ખાન સાથે જોવા મળ્‍યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્‍યા પછી ઇન્‍ટરનેટ યુઝર્સ પણ તેના પર પ્રતિક્રિયા આપતા પોતાને રોકી શકયા નહીં. ઘણા યુઝર્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી. કેટલાક લોકોએ આヘર્ય વ્‍યક્‍ત કર્યું જ્‍યારે કેટલાકે કહ્યું કે સુપરસ્‍ટારના પરિવારને તેના નવા સંબંધથી કોઈ સમસ્‍યા નથી, તેથી જ તે તેના પુત્ર સાથે તેની ભૂતપૂર્વ પત્‍નીના ઘરે આવ્‍યો છે.

આમિર ખાનને તેની ભૂતપૂર્વ પત્‍ની રીના દત્તાના ઘરની બહાર ગર્લફ્રેન્‍ડ ગૌરી સાથે જોઈને એક યુઝરે ટિપ્‍પણી કરી,'કેટલો અનોખો પરિવાર.' બીજાએ લખ્‍યું - ‘આમિર ખાન, કળપા કરીને હવે રોકાઈ જાઓ.' વિડિઓનું કોમેન્‍ટ બોક્‍સ આવી કોમેન્‍ટ્‍સથી ભરેલું છે. જોકે, આ પહેલી વાર નથી જ્‍યારે આમિર ખાન ગૌરી સાથે જોવા મળ્‍યો હોય. તાજેતરમાં, આમિર ખાન પણ તેની ગર્લફ્રેન્‍ડ ગૌરી સાથે શિખર ધવનના ઘરે ગયો હતો. આ દરમિયાન પણ જુનૈદ આમિર અને ગૌરી સાથે જોવા મળ્‍યો હતો.

તમને જણાવી દઈએ કે, આમિર ખાને ગયા મહિને તેના જન્‍મદિવસ નિમિત્તે તેના સંબંધોની પુષ્ટિ કરી હતી. તેણે પોતાના ૬૦મા જન્‍મદિવસ પર પોતાના સંબંધની પુષ્ટિ કરી અને ખુલાસો કર્યો કે તે ગૌરી સ્‍બોલિવૂડના મિસ્‍ટર પરફેક્‍શનિસ્‍ટ આમિર ખાન પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છેઃ આમિર ગર્લફ્રેન્‍ડ ગૌરી સ્‍પ્રેટ સાથે પૂર્વ પત્‍ની રીના દત્તાના ઘરે પહોંચ્‍યો

આમિર ખાન ગર્લફ્રેન્‍ડ ગૌરી સાથે એક્‍સ વાઈફના ઘરે પહોંચ્‍યોઃ પુત્ર જુનૈદ પણ સાથે જોવા મળ્‍યોટને ડેટ કરી રહ્યો છે. બંને પહેલી વાર મુંબઈમાં સાથે જોવા મળ્‍યા હતા. ગૌરીને તેના જન્‍મદિવસ પર મીડિયા સાથે પરિચય કરાવતી વખતે તેણે કહ્યું- ‘મને લાગ્‍યું કે આ તમારા બધા સાથે તેનો પરિચય કરાવવાની એક સારી તક છે. પછી આપણે છુપાવવાની પણ જરૂર નહીં પડે. તે બેંગ્‍લોરની છે અને અમે એકબીજાને ૨૫ વર્ષથી ઓળખીએ છીએ. તે મુંબઈમાં હતી અને અમે આકસ્‍મિક રીતે મળ્‍યા. અમે સંપર્કમાં રહ્યા અને હવે અમે સાથે છીએ. આ બધું આકસ્‍મિક રીતે જાતે જ બન્‍યું

(3:01 PM IST)