News of Wednesday, 30th April 2025
હું તો એના કરતા વધુ સુંદર હતીઃ મારી પાસે એવોર્ડ પણ વધારે..
શર્મિલા ટાગોર સાથે દુશ્મની અંગે મુમતાઝનું રિએક્શન...હું કયારેય શર્મિલાથી ક્લોઝ રહી નથી

મુંબઈ,તા.૩૦: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફક્ત ફિલ્મો જ નથી બનતી પરંતુ સંબંધો પણ બનતા અને બગડતા હોય છે. કેમેરા પાછળ ઘણું બધું બને છે. કોઈ કોઈના પ્રેમમાં પડે છે તો કોઈનું બ્રેકઅપ થાય છે. કેટલાક લોકો પોતાના સુખ-દુઃખ વહેંચવા માટે મિત્રો શોધે છે, જ્યારે કેટલાક દુશ્મનાવટથી બરબાદ થઈ જાય છે. એવામાં ૭૦-૮૦ના દાયકાની ટોચની અભિનેત્રીઓ, મુમતાઝ અને શર્મિલા ટાગોર સાથે પણ આવી જ ઘટના બનેલી છે. બંને વચ્ચેના મતભેદની ચર્ચા આજે પણ થાય છે.
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી મુમતાઝે તે જ યુગની દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોર સાથેના પોતાના મતભેદ વિશે ખુલ્લીને વાત કરી છે. તેમણે શર્મિલા ટાગોર સાથે મતભેદ હોવાના અહેવાલોને નકારી કાઢયા. જો કે મુમતાઝે પોતે અગાઉ કહ્યું હતું કે, હું અને શર્મિલા કયારેય મિત્રો ન બની શકીએ કે કયારેય સાથે હેંગ આઉટના કરી શકીએ.
ઘણી હિટ ફિલ્મો આપી ચૂકેલી મુમતાઝે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં શર્મિલા ટાગોર સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. મુમતાઝે કહ્યું, દુશ્મની કઈ વાતની? મારે શર્મિલા સાથે કોઈ લેવાદેવા નથી. તે તેના સમયમાં ટોપ પર હતી. હું પણ ટોપ પર હતી. મારી પાસે એના કરતા વધુ એવોર્ડ છે. તમે મારા એવોર્ડ ગણી શકો છો. તેના કરતા એક કે બે ફોટો વધુ મળી જશે. પણ મને વધુ એવોર્ડ મળ્યા છે. હું દેખાવમાં સુંદર હતી. તે પણ સુંદર હતી તો ઈર્ષ્યા કઈ વાતની? મને કયારેય તેની ઈર્ષ્યા નહોતી થઈ. મને ખબર નથી કે લોકો કેમ વિચારતા હતા કે અમારી વચ્ચે મતભેદ છે. હું તમને પૂછવા માંગુ છું કે આવું કેમ હતું?
આ પછી જયારે મુમતાઝને પૂછવામાં આવ્યું કે, જ્યારે સૈફ પર હુમલો થયો, ત્યારે તમે શર્મિલાને ફોન કર્યો હતો? આ પ્રશ્નના જવાબમાં અભિનેત્રીએ કહ્યું- ના, કેટલા લોકો મળત્યુ પામ્યા. મેં કોઈને ફોન નથી કર્યો. કારણ કે મને કામ છોડ્યાને ૫૦ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હું લંડન, કેન્યા, યુગાન્ડામાં રહી છું. મારા પતિ જ્યાં પણ જાય. મુંબઈ તો હું ૬ મહિને એકવાર આવું છું, કારણ કે મારો જન્મ અહીં થયો છે અને મને ભારત પસંદ છે. આજે હું જે કંઈ છું તે ભારતના કારણે છું. ભારતમાં દરેક વ્યક્તિ મને ખૂબ પ્રેમ કરે છે.
આ ઉપરાંત, મુમતાઝે કહ્યું, હું કયારેય શર્મિલાથી ક્લોઝ રહી નથી. અમારી વચ્ચે મિત્રતા નહોતી. અમે અમારા પોતાના ઝોનમાં હતા. અમે સાવન કી ઘટા નામની ફિલ્મમાં કામ કર્યું, ફિલ્મમાં તે હિરોઈન હતી અને હું સાઇડ એક્ટ્રેસ હતી. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. મારો એક નાનો રોલ હતો. ફિલ્મમાં અમારા ઘણા સીન સાથે હતા.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
