News of Friday, 9th May 2025
અનુરાગ કશ્યપની વધી મુશ્કેલીઓ : બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ દાખલ

મુંબઇ: બ્રાહ્મણો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ મુશ્કેલીમાં મુકાયેલા ફિલ્મ નિર્માતા-અભિનેતા અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગુજરાતની સુરત કોર્ટની નોટિસ બાદ હવે છત્તીસગઢના રાયપુરની કોર્ટે બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR નોંધવાનો આદેશ આપ્યો છે.બ્રાહ્મણો વિરુદ્ધના વિવાદાસ્પદ નિવેદન બદલ હાઇકોર્ટના એડવોકેટ અંજનેશ અંજય શુક્લાએ અનુરાગ કશ્યપ વિરુદ્ધ રાયપુર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કુમારી આકાંક્ષાની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. કશ્યપ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 196, 299 અને 353 હેઠળ એફઆઈઆર નોંધવાના આદેશો છે.કોર્ટે કહ્યું કે અનુરાગની ટિપ્પણી માત્ર સામાજિક સંવાદિતાને ખલેલ પહોંચાડે છે એટલું જ નહીં પરંતુ સમાજની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે, જે સજાપાત્ર ગુનાની શ્રેણીમાં આવે છે.એડવોકેટ અંજનેશ અંજય શુક્લાએ જણાવ્યું હતું કે, "અનુરાગ કશ્યપે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ વાંધાજનક અને વિક્ષેપજનક ટિપ્પણીઓ કરી હતી, જેના વિરુદ્ધ અમે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારે અમે એસપીને ફરિયાદ કરી હતી. આ પછી, અમે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 175 (3) હેઠળ રાયપુર જિલ્લા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ન્યાયાધીશે બિન-જામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે."
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
